________________
મેદી મોતીલાલ શામળદાસ–મબેદ મેહરવાનજી ખુરશેદજી બેદરામ કામદીન
મોદી વનમાળી લાધા : 'પ્રેમરાય અને પ્રેમગરી' (૧૮૮૭), ‘સાંસારિક ચમત્કાર અથવા સુજ્ઞ શામેલાલ' (૧૮૮૮), સુશીલ યમુના' (૧૮૯૦), 'ભાગ્યહીન ભાઈબહેન અથવા મણિ અને મોહન” (૧૮૯૨), 'પ્રેમની પરિસીમા'(૧૮૯૩), 'કરમચંદની કઠણાઈ અથવા અનાચારની આપદા' વગેરે નવલકથાઓ તથા નવલિકાસંગ્રહ “યુવાવસ્થાનો અનુભવ’ (૧૮૯૭) તેમ જ નાટક માણેકજી મેજીસ્ટ્રેત યાને એક લાખ રૂપીયાની અક્કલનું રમૂજી ફારસ' (૧૮૮૫)ના કર્તા.
મૃ.મા. મોદી વાડીલાલ હ. : પદ્યકૃતિ 'ચિકમતત્ત્વવિલાસ' (૧૯૩૧)ના
મુ.મા. મોદી સરનવાઝ જાલ: નવલકથા “છાનું ત્યાં સુખમાં કાનું ના કર્તા.
૧૯૪૬ માં મૅટ્રિક. ૧૯૫૫માં પી.ટી.સી. પ્રાથમિક શાળામાં શિક્ષક.
એમની પાસેથી નવલકથાઓ ‘જીવનજોદ્ધો દુર્ગારામ' (૧૯૫૯), કાળા પડછાયા' (૧૯૬૦), “વેરનાં વળામણાં' (૧૯૬૫), 'સ્નેહમંજરી' (૧૯૬૫), ‘સેવાસદન' (૧૯૬૬), 'પુરુષાર્થ અને પતન” (૧૯૬૭), 'કન્યાદાન' (૧૯૬૮), 'ફાગણનાં બે ફૂલ(૧૯૬૮), ‘કહીં કહી દીપ જલે' (૧૯૬૯), 'પ્યાસે દીપ' (૧૯૭૦), ‘જલકમલ' (૧૯૭૧), 'ત્રિશૂલ' (૧૯૭૪) વગેરે; ચરિત્ર કબીર પ્રકાશ (૧૯૭૬); વાર્તાસંગ્રહ ‘પાંચ વીઘા જમીન' (૧૯૬૨) અને ‘દિવ્ય દૃષ્ટિ' (૧૯૬૩) તથા બાળસાહિત્યકૃતિ છુક છુક ગાડી' (૧૯૭૧) મળ્યાં છે.
મૃ.મી. મોદી મોતીલાલ શામળદાસ: ‘ગુલામસિંહ અને સમુદ્રા ચરિત્ર નાટક” તથા “શેઠ શેઠાણીનું રમૂજી ફારસ' (૧૮૯૧)ના કર્તા.
મૃ.મા. મોદી રજનીકાન્ત : કાવ્યસંગ્રહ “અર્થ(૧૯૪૬) અને “અર્ચના” ઉપરાંત કેલેન્ડરની કથા (૧૯૬૪), “જ્ઞાનાંજલિ (૧૯૬૮), જગતની સંસ્કૃતિઓ' (૧૯૬૮) વગેરે પ્રકીર્ણ પુસ્તકોના કર્તા.
મૃ.મા. મેદી રમણિક ગીરધરલાલ: પદ્યકૃતિ રાષ્ટ્રીય ગીતાંજલિ' (૧૯૨૧) અને નવલકથા “રસદાયક રત્નનિધિ' (૧૯૨૩)ના કર્તા.
મૃ.મા. મેદી રામદાસ કાશીરામ : નવલકથા “સુખસાધક' (૧૮૯૨)ના કર્તા.
મૃ.મા. મોદી રામલાલ ચુનીલાલ (૨૭-૭-૧૮૯૦, ૧૦-૪-૧૯૪૯): વિવેચક, સંપાદક. જન્મ પાટણમાં. ૧૯૦૮ માં મૅટ્રિક. પછી વડોદરા રાજયના કેળવણીખાતામાં શિક્ષક અને પછી આચાર્ય. ૧૯૪૫-૫૦ દરમિયાન ઇતિહાસવિષયક સંશોધન માટે નર્મદ સુવર્ણચંદ્રક. રાજકોટમાં અવસાન. મુખ્યત્વે જૂની ગુજરાતી અને ગુજરાતના ઇતિહાસ પરનાં એમનાં લખાણોમાં શોધક દૃષ્ટિ છે. મધ્યકાલીન કવિ ભાલણનું શાસ્ત્રીય રીતે અપાયેલું ચરિત્ર ‘ભાલણ'(૧૯૧૯), ‘સંસ્કૃત દ્રયાશ્રય કાવ્યમાં મધ્યકાલીન ગુજરાતની સામાજિક સ્થિતિ' (૧૯૪૨) અને “ભાલણ, ઉદ્ધવ, ભીમ' (૧૯૪૫)માં ઐતિહાસિક વિગતનું તાર્કિક સંકલન તેમ જ એમના મરણોત્તર પ્રકાશિત લેખસંગ્રહ ભા. ૧, ૨ (૧૯૫૩, ૧૯૬૫)નાલેખોમાં તાત્ત્વિક સૂઝનોંધપાત્ર છે.
કવિ ભાલણકૃત બે નળાખ્યાન' (૧૯૨૪) અને ભાલણ, વિષણુદાસ, શિવદાસ એ જુદા જુદા ત્રણ કવિઓનાં ‘જાલંધર આખ્યાન” (૧૯૩૨) એમનાં ઘાતક સંપાદન છે.
પાટણસિદ્ધપુરને પ્રવાસ' (૧૯૧૯) એમને પ્રવાસવિષયક ગ્રંથ છે; તો “કર્ણ સોલંકી' (૧૯૩૫) અને “વાયુપુરાણ'(૧૯૪૫) ઇતિહાસવિષયક ગ્રંથ છે. “મુઘલ રાજ્યવહીવટ’(૧૯૪૨) સર જદુનાથ સરકારના પુસ્તકનો એમણે કરેલો અનુવાદ છે.
ચંટો.
મેદી હરગોવિંદ : બાળસાહિત્યકૃતિ ગાંધીજીની વાતો'- ભા. ૧ થી ૧૦ (૧૯૫૫-૧૯૫૭), 'દરબારની વાતો' (૧૯૫૬), ‘ઠક્કરબાપાની વાતો' (૧૯૫૬), “સરદારની વાતો' (૧૯૫૭) તથા અનુવાદ સુવર્ણપ્રભાત' (૧૯૫૭)ના કર્તા.
મુ.મા. મેદી/ ઝવેરી હીરાચંદ કસ્તૂરચંદ (૭-૭-૧૯૦૧): કવિ, નવલકથાકાર, અનુવાદક. જન્મ સુરતમાં. અભ્યાસ મૅટ્રિક સુધી. સુરત ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપનાના સહભાગી અને મંત્રી. આ સંસ્થા પાછળથી ‘નર્મદ સાહિત્યસભા” બની.
એમની પાસેથી મહાકાવ્ય 'જંબૂતિલક'; નવલકથાઓ 'ગજોહિની', 'નટરાજ, ‘નાગકન્યા', 'મૃગજળ' અને “સંસારસ્વપ્ન તથા પદ્યાનુવાદ ‘મયખાનું યાને રૂબાયને ઉમ્મરખધ્યામ’ મળ્યાં છે.
મૃ.માં. માનજી રુદર : અનાવિલના બહિષ્કાર વચ્ચે પત્ની ભીખીબાઈના સહકારથી અણનમ રહેતા મનજીનું આલેખન કરતે સ્વામી આનંદને ચરિત્રનિબંધ.
એ.ટી. મેનાણી ખીમજી લાલજી : 'રમાસુંદરી નાટકનાં ગાયને - ટૂંકસાર’ (૧૯૦૯)ના કર્તા.
મુ.મા. મેન્ટગમરી રોબર્ટ: ‘અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ' (અન્ય સાથે)ના કર્તા.
મબેદ બહેરામજી ફરદુનજી : નવલકથા 'ભરુચના નવાબ' (૧૮૬૯) -ના કર્તા.
મૃ.મા. મેબેદ મેહરવાનજી ખુરશેદજી બેદરામ કામદીન : પદ્યકૃતિ 'ગુલદસ્ત ચમને અનબા' (૧૯૨૨)ના કર્તા.
મૃ.મા.
૫૦૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org