________________
-
મદી પ્રભુદાસ લાધાભાઈ –મોદી મૂળચંદ રામજીભાઈ
મોદી પ્રભુદાસ લાધાભાઈ (૧૮૮૨,-): વાર્તાકાર. જન્મ સાવરકુંડલામાં. વતન ભાવનગર. અભ્યાસ મૅટ્રિક સુધી. ‘સાંજ વર્તમાન'ના સહતંત્રી.
એમની પાસેથી ‘વિનોદ વાર્તાઓ (૧૯૧૨), 'કળ અગ્રેસર માળા’ - ભા. ૧, ૨ (૧૯૧૫, ૧૯૧૭), ‘કળ કેલેન્ડર' (૧૯૮૫) તથા ‘આમવચનો' (૧૯૧૮) મળ્યાં છે.
મૃ.મા. માદી બમનજી એદલજી: પોતાના ભાઈના અવસાન પ્રાંગ લખાયેલી કરુણપ્રશસ્તિ ‘બરજોરજી વિરહ' (૧૯૬૨)ના કર્તા.
મૃ.મા. મોદી ભગવાનદાસ ભાગીલાલ : નાટક ‘નલ અને દમયંતી’ (૧૯૦૭) તથા નવલકથા “વનદેવી'- ભા. ૨ (૧૯૧૭)ના કર્તા
મૃ.મા. મોદી ભારતી પી. : લેખસંગ્રહ “સધિ' (૧૯૮૧)ના કર્તા.
મૃ.મા. મોદી ભારતી વિનાદ : ભાષાવિદ. મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ.
ઇલિનોય (યુ.એસ.એ.)થી પણ એમ.એ. મ. સ. યુનિવર્સિટીમાં પચીસ વર્ષથી અધ્યાપન.
એમણે પશ્ચિમમાં વ્યાકરણમીમાંસા' (૧૯૭૯) નામક પુસ્તકમાં ૧૯૫૫થી ૧૯૭૦ સુધીના મહત્ત્વના સૈદ્ધાંતિક વળાંકોને આવરી લેવાને પ્રયાસ કર્યો છે.
મૃ.મા. માદી ભીખુભાઈ : જીવનચરિત્ર ‘ઉદ્યોગવીર પરશુરામ પંત’ (૧૯૫૮)ના કર્તા.
મૃ.માં. માદી મગનલાલ શંકરલાલ : વાત ‘ઘૂઘવતા અગ્નિ યાને અંજના આર્તનાદ' (૧૯૩૧) ઉપરાંત અનુવાદ ‘રોઝા બામ્બર્ટ અથવા પાદરીની પુત્રી'- ભાગ ત્રીજો (૧૯૩૮)ના કર્તા.
- મૃ.માં. મોદી મધુસૂદન ચીમનલાલ (૨૦-૧૧-૧૯૦૪, ૨૩-૩-૧૯૭૪) :
સંશોધક, સંપાદક. જન્મ ઠાસરામાં. ૧૯૨૨માં મૅટ્રિક. થોડા સમય વડોદરામાં અને પછી પૂનાની ફર્ગ્યુસન કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવી ૧૯૨૬ માં બી.એ. સંસ્કૃત-વેદાંતશાસ્ત્ર વિષયોમાં એમ.એ. ૧૯૩૨માં અમદાવાદથી એલએલ.બી. વેપાર કરવા ઉપરાંત તેઓ શેઠ જીવણલાલ ગિરધરલાલ તથા સર ચિનુભાઈને ત્યાં બાળકોને ખાનગી શિક્ષણ આપતા. ૧૯૩૮માં રતિલાલ મોહનલાલ ત્રિવેદીના સહયોગમાં અમદાવાદમાં ન્યુ ઍજ્યુકેશન હાઈસ્કૂલની
સ્થાપના. પ્રાકૃત-અપભ્રંશ વિષયમાં એમના પ્રદાનને લક્ષમાં લઈ ૧૯૩૯ થી આરંભાયેલા ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક વર્ગમાં શિક્ષક તરીકે માન્યતા. ૧૯૫૨માં નૂતન હાઈસ્કૂલ અને ૧૯૫૩માં વિદ્યાનગર હાઈસ્કૂલ સ્થાપી. બીલીમેરામાં સ્ટ્રી બોર્ડના કારખાનામાં ભાગીદાર. કારખાનામાં જ અવસાન. મોટે ભાગે અપભ્રંશમાં અને થોડુંક જૂની ગુજરાતીમાં એમનું
સંશોધનમૂલક પ્રદાન છે. ‘ગૂર્જર રાસાવલિ' (૧૯૫૬) બ. ક. ઠાકોર અને મે. દ. દેસાઈની સાથે કરેલું સંપાદન છે. ‘વસંતવિલાસ' પણ એમનું સંપાદન છે. એમાંના શબ્દકોશથી એમનાં ભાષાજ્ઞાન અને અર્થઘટનની સૂઝનો પરિચય થાય છે. ‘હમસમીક્ષા' (૧૯૪૨)માં હેમચંદ્રાચાર્યની ઉપલબ્ધ કૃતિઓની પર્યેષણા છે.
અપભ્રંશ કૃતિઓ ‘પઉમસિરિચરિક' ('પઉમચરિઉ') (૧૯૪૭), ‘નેમિનાહચરિંઉ' (૧૯૭૨)નાં સંપાદન એમણે ડૉ. હરિવલ્લભ ભાયાણીના સહયોગમાં તૈયાર કરેલાં છે. છક્કમુવએશ' (૧૯૭૨) એમનું સ્વતંત્ર સંશોધન સંપાદન છે. ઉપરાંત ‘અપભ્રંશ-પાઠાવલિ' અને ‘ભાવનાસંધિપ્રકરણ' પણ એમના અપભ્રંશ ભાષાજ્ઞાનના પરિચય કરાવનારા ગ્રંથો છે.
બ.જા. માદી મનહર શાંતિલાલ (૧૫-૪-૧૯૩૭) : કવિ. કામ અમદાવાદમાં. ૧૯૬૨ માં અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૬૪માં ગુજરાતી સંસ્કૃત વિષયો સાથે બી.એ. અને ૧૯૬૬ માં એ જ વિષમાં એમ.એ. ૧૯૫૬ થી ૧૯૫૮ સુધી ટેસ્ટાઈલ ડિઝાઈન સેલ્સમેન. ૧૯૫૮ થી ૧૯૬૬ સુધી વેસ્ટર્ન રેલવેમાં ટિકિટકલાર્ક. ૧૯૬૬ માં ભવન્સ કોલેજમાં અને પછી ડાકોરમાં વ્યાખ્યાતા. અત્યારે ભકત વલ્લભ ધોળા આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદમાં ગુજરાતીના અધ્યાપક. “નિરીક્ષક અને ‘ઉદ્ગાર'ના તંત્રી. ‘રે મઠ'ની સાહિત્યપ્રવૃત્તિ અને બળવાખોરીમાં તેઓ આરંભથી જ સક્રિય રહેલા. સાહિત્યની સમજણથી એમણે આંદોલન કર્યા ને ગુજરાતી કવિતામાં વળાંક આવ્યો. ‘આકૃતિ' (૧૯૬૩) એમને પહેલ કાવ્યસંગ્રહ છે. એમને બીજો “ તત્ સત્ '(૧૯૬૭) નામક કાવ્યગ્રંથ અત્યંત પ્રયોગશીલ છે. એમની ‘ડાકોર ઉમરેઠ, ‘તરડાયેલા પડછાયા', 'જૂ' જેવી કૃતિઓ એક કાળે ચર્ચાને વિષય હતી. છંદ-લયમાંથી બહાર આવીને જીવનની વિછિન્નતાને છિન્નલયમાં અભિવ્યકત કરતી એમની કવિતા અર્થથી મુકત થઈને ‘નથ’ સુધી જાય છે. એમની ગઝલને પણ આ વાત લાગુ પડે છે. એમની લગભગ બધી જ ગઝલોને સમાવતો સંચય ‘૧૧ દરિયા' (૧૯૮૬) પ્રગટ થયો છે. એમની રચનારીતિથી ગુજરાતી ગઝલને નૂતન પરિવેશ મળ્યો છે. અત્યંત પ્રયોગશીલતામાં સરી પડેલી એમની ગઝલ પછીથી પરંપરા અને પ્રયોગને સુભગ સમન્વય સાધે છે. હસુમતી અને બીજાં'(૧૯૮૭)માં એમની લાક્ષણિક રચનાઓ સંગૃહીત છે. એમણે “ર” કવિમિત્રો સાથે ‘ગઝલ ઉસને છેડી' (૧૯૭૪) તેમ જ ચિનુ મોદી અને આદિલ મન્સુરી સાથે ‘ગાઈ તે ગઝલ” (૧૯૮૦) જેવાં સંપાદન આપ્યાં છે. સુરેશ જોશી :મૂલ્યાંકન’, ‘ગદ્યનું કલાસ્વરૂપ”, “અધીત'-૧૦-૧૧-૧૨, વિવેચનના વિવિધ અભિગમ” અને “ગુજરાતીના અધ્યાપકોના માહિતીકોશ' (૧૯૮૮) એમનાં સહસંપાદનો છે.
મ.૫. મોદી મૂળચંદ રામજીભાઈ (૧-૩-૧૯૩૧) : નવલકથાકાર. જન્મ જિનાલી (તા. ભરૂચ)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જિતાલીમાં.
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૫૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org