________________
મોદી જગજીવનદાસ દયાળજી – મોદી પ્રતાપરાય મેહનલાલ
અને મરાઠીમાંથી એમણે કેટલાક અનુવાદ પણ આપ્યા છે.
- ચં.કો.
મોદી જગજીવનદાસ દયાળજી (૧૬-૧૨-૧૮૭૧, ૪-૩-૧૯૫૪) : કવિ, ચરિત્રકાર. જન્મ ડભોઈ તાલુકાના ફોફળિયામાં. પ્રાથમિક શિક્ષણમિયાગામમાં. વડોદરાની ટ્રેનિંગ સ્કૂલ શિક્ષણપદ્ધતિ શાળા'માંથી ૧૮૯૦માં મધ્યમ-પદની અને ૧૮૯૬ માં ઉત્તમ-પદની, પરીક્ષાઓમાં ઉત્તીર્ણ. પ્રથમ નિમણૂક પ્રાથમિક શિક્ષક તરીકે ગણદેવીમાં, પછી બીલીમોરા, અકોટી, કરજણમાં અને ૧૮૯૭માં વડોદરાની રાવપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક. વડોદરામાં જુદી જુદી શાળાઓમાં મુખ્યશિક્ષક. અંતે ૧૯૩૪માં વડોદરાની પુરુષ અધ્યાપન પાઠશાળાના અધ્યાપકપદેથી નિવૃત્ત.
કીર્તનસંગ્રહ ‘સ્તવનમદાર' (૧૮૯૮), સાતસે લીટીનું મહાકાવ્ય “મેઘપાલભ્ય’(૧૯૦૦), કન્યાસંગીતમાળા' (૧૯૦૦), વિરહકાવ્ય “મણિભાઈ વિરહ' (૧૯૦૦), ખંડકાવ્ય રમણરસિકા' (૧૯૮૨), રુચિકા છંદના ૫૧૭ માં રામકથા ‘રચિરા રામાયણ (૧૯૪૮) વગેરે એમના કાવ્યગ્રંથ છે. એમણે “દયારામ' (૧૯૧૮), ‘ગિરધર' (૧૯૧૯), ‘તુલસીભાઈ બકોરભાઈ અમીન' (૧૯૪૭), વિદ્યાભૂષણ હીરાલાલ વ્રજભૂષણદાસ કોફ' (૧૯૪૭), 'રૂક્ષ્મણી બા' (૧૯૪૯) વગેરે ચરિત્રગ્રંથો પણ આપ્યા છે.
‘વૈતાલપચીસી' (૧૯૧૬), પ્રેમાનંદનું ‘સુદામાચરિત્ર' (૧૯૨૩), ‘દયારામકાવ્યમણિમાલા' (૧૯૨૪), કવિ ગિરધરનું ‘પ્રફ્લાદાખ્યાન' (૧૯૨૮) વગેરે એમનાં સંપાદન છે. ‘સુભદ્રા' (૧૯૨૩) વરદકાન્ત મઝમુદારની બંગાળી નવલકથાને એમણે કરેલા અનુવાદ છે.
ચ.ટા.
મોદી ત્રિવેણીબહેન ગે.: હિમાલયના પ્રવાસનું વર્ણન યાત્રાને ચમત્કાર' (૧૯૮૦)નાં કર્તા.
મૃ.માં. મોદી નગીનભાઈ ફકીરભાઈ : વાર્તાકાર, નવલકથાકાર. જન્મ કનસાડ (જિ.સુરત)માં. આરંભિક શિક્ષણ કનસાડમાં અને કોલેજ શિક્ષણ નવસારીમાં. ૧૯૫૭માં બી.એસસી. ૧૯૬૪માં એમ.એસસી. પ્રથમ ગાર્ડી કોલેજમાં ડેમેન્ટેટર, પછી બારિયા સાયન્સ ઇન્સ્ટિટયુટમાં ટયુટર, અત્યારે એસ. વી. આર. કોલેજ ઑવ ઍન્ટિનિયરિંગ ઍન્ડ ટેકનોલોજી, સુરતમાં અધ્યાપક.
એમની પાસેથી નવલકથાઓ'પંખ નહીં ઊડ જાવનકી' (૧૯૬૨), ‘ભાંગ્યાં મોતી, તૂટયાં મન (૧૯૬૬), 'સ્નેહતર્પણ' (૧૯૬૭), ‘મારાં સપનાં, મારી દુનિયા' (૧૯૬૮), નેહા' (૧૯૭૪): નવલિકાસંગ્રહ ‘ઘુઘવાટ’ (૧૯૭૦); બાળસાહિત્યકૃતિ ‘વિરાટદાદાની વિજ્ઞાનવાર્તાઓ' (૧૯૮૬) તથા નિબંધથી ‘પાણી એક અદ્ભુત રસાયણ' (૧૯૬૦), અજય આઈસોટોપ' (૧૯૭૨), ‘પ્રદૂષણના અજગર' (૧૯૮૭) વગર મળ્યાં છે.
મૃ.મા. મેદી નવીનચંદ્ર કાળિદાસ (૧૩-૧-૧૯૪૨) : વાર્તાકાર, વિવેચક.
જન્મ સુરત જિલ્લાના વ્યારામાં. ૧૯૫૮ માં એસ.એસ.સી. ૧૯૬૨ -માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૬ માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૭૬ માં પીએચ.ડી. ૧૯૬૨થી ૧૯૬૭ સુધી વ્યારામાં મદદનીશ શિક્ષક. ૧૯૬૭થી ૧૯૭૨ સુધી ખાલવડે કોલેજમાં ટયુટર અને ૧૯૭૨ થી વ્યારા કોલેજમાં ગુજરાતીના અધ્યાપક.
એમને લેખન વ્યાપ વાર્તા, નવલકથા અને વિવચનમાં વાચાયેલા છે. લઘિમા (૧૯૭૮) અને ‘તારી આંખ ખરેખર સુંદર છે' (૧૯૭૯) એમના વાર્તાસંગ્રહો છે. “એકાંત મારાં ભડકે બળ’ (૧૯૮૦) અને સદા સુહાગણ' (૧૯૮૧) એમની નવલકથાઓ છે. ગુજરાતી ટૂંકીવાર્તા : આકાર અને આગમન' (૧૯૮૦), અર્વાચીન ગુજરાતી ટૂંકીવાર્તા' (૧૯૮૧), ‘બે સમર્થ સર્જક : ધૂમકેતુ અને દ્વિરેફ'(૧૯૮૩) વગેરે એમના વિવેચનગ્રંથો છે. ચૌધરી બોલી અને સંસ્કૃતિ : એક અભ્યાસ' (અન્ય સાથે, ૧૯૮૧) એમનું સંશોધન છે.
હત્રિ. મંદી પ્રતાપરાય મેહનલાલ (૯-૨-૧૮૯૨,-) : વિવેચક, અનુવાદક.
જન્મ ભાવનગરમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. ઉચ્ચશિક્ષણ જૂનાગઢ અને અમદાવાદમાં. ૧૯૨૦માં બી.એ. ૧૯૨૬ માં કાશીથી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી એમ.એ. ૧૯૨૬ થી ૧૯૫૩ સુધી ભાવનગરની શામળદાસ કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક. ૧૯૨૮માં “અક્ષરા -અ ફરગેટન ચૅપ્ટર ઈન ઇન્ડિયન ફિલોસૉફીના શોધપ્રબંધથી પી.એચ.ડી. ૧૯૬૧ થી, એમ. એસ. યુનિવર્સિટી, વડોદરામાં માનાર્હ અધ્યાપક. ને એમની પાસેથી ચરિત્રકૃતિ ‘રામાનુજાચાર્ય' (૧૯૪૧), ‘હિંદુ ધર્મનાં મૂળતત્ત્વો' (૧૯૪૦) તેમ જ અનુવાદ “ભગવદ્ગીતા” મળ્યાં છે.
મૃ.માં.
મોદી જમનાદાસ પરમાનંદદાસ : સંસ્કૃત શ્લોકો અને ગુજરાતી અનુવાદ ‘હીમના સ્તુતી' (અન્ય સાથે, ૧૮૮૬)ના કર્તા.
મૃ.મા. મેદી જીવનજી જમશેદજી (૨૬-૧૦-૧૮૫૪, ૨૮-૩-૧૯૩૩) : નિબંધકાર, પ્રવાસલેખક. જન્મ મુંબઈમાં. પ્રાથમિક અને માધ્યમિક કેળવણી અનુક્રમે ફોર્ટની બ્રાંચ સ્કૂલ અને એલિફન્સ્ટન સ્કૂલમાં. ૧૮૭૧માં મૅટ્રિક. ૧૮૭૬ માં બી.એ. ઈરાનિયન વિષયોમાં માનભર્યું સ્થાન, યુરોપ, એશિયા, આફ્રિકા, બર્મા, ચીન, જાપાનની લાંબી મુસાફરી.
મારી મુંબઈ બાહારની સેહેલ' (૧૯૨૬) ઉપરાંત ‘ભવિષ્યની જિંદગી અને આત્માનું અમરપણું (૧૮૮૯), 'શાહ જમશેદ અને જમશદી નરોઝ (૧૮૯૩), ‘એક અસલી ઈરાની બાનુ અને તેણીનો સંસાર' (૧૮૯૩), ‘મોત ઉપર વાએજ (૧૯૦૨), ‘શાહનામુ અને ફિરદોશી' (૧૮૯૭),‘જ્ઞાનપ્રસારક વિષયો'- ભા. ૧,૨,૩, ૪ (૧૮૯૮, ૧૯૦૬, ૧૯૧૭, ૧૯૨૦), ‘શાહનામાની સુંદરીઓ (૧૯૦૮) વગેરે એમનાં પુસ્તકો છે. અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષામાં પણ એમણે કેટલાંક પુસ્તકો લખ્યાં છે.
એ.ટો.
૫૦૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.iainelibrary.org