________________
પુરોહિત નૃસિંહરામ શંકરલાલ – પુરોહિત વેણીભાઈ જમનાદાસ
પણ એમાણે કર્યું છે.
પુરોહિત નૃસિંહરામ શંકરલાલ : નવલકથા અ.હનું કાતિલ સ્વરૂપ યાને ખૂન(૧૯૨૪) ના કર્તા.
પુરોહિત પૂર્ણચન્દ્ર અચલેશ્વર : નવલકથાઓ ‘માનતુંગ માનવતી | ('૯૦૪), ‘હરિબલ માછી' (૧૯૮૫), ‘પદ્ય ગ્નકુમાર' (૧૯૮૫), ‘વિતા-સુંદરી ૨ ને ગુલાબગલવરી' (૧૯૮૫) તથ: ‘બાદશાહ'બીરબલ’ આ કાવ્યવિવેચનગ્રંથ “ગાનંદના ગરબા' અને ‘ચાંદરાજન રા' (૧૯૦૪) ઉપરાંત ‘સારંગધરસંહિતા', 'યોગચિંતામણિ', ‘યોગવાશિષ્ઠ જેવા તત્ત્વજ્ઞાનવિષયક ગ્રંથાના અનુવાદોના કર્તા.
પુરોહિત વિજયકુમાર અંબાલાલ (૩૧-૩-૧૯૨૯) : વાર્તાલેખક. જન્મ પીપળજમાં. બી.એ., બી.ઍડ. સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, અમદાવાદમાં શિક્ષક. ‘વંચના' (૧૯૮૦) એમનો વાર્તાસંગ્રહ છે.
ચ.ટા. પુરોહિત વિનાયક કૈલાસનાથ ('૨-૪-૧૯૨૭): નાટયકાર, કક્ષાવિવેચક. જન્મ કલકત્તામાં. વતન સુરત. ૧૯૪૮ માં બી.એ. ૧૯૭૬ માં ‘ધિ આર્સ ઑફ રાન્ઝિસ્નલ ઇન્ડિયા : ૧૯૮૫ . '૧૯૭૫' વિષય પર પીએચ.ડી. યુ.જી.સી., પંજાબ યુનિવર્સિટી તથા કેન્દ્ર રાજયના સરકારી વિભાગો સાથે સંલગ્ન.
એમણે ખૂન અને અવૈધ સંબંધોની ઘટનાઓ વચ્ચે આકાર લેનું ઉચ્ચ અમલદારવર્ગની જીવનશૈલીને પ્રગટ કરનું ત્રિઅંકી નાટક ‘સ્ટીલ ફ્રેઇમ' (૧૯૮૧) લખ્યું છે. એ સિવાય કળાના રામાજશાસ્ત્ર પર તથા ગુન્ય, ફિલ્મ, ઇતિહાસ ઇત્યાદિ વિષયો પર એમણે અંગ્રેજીમાં ગ્રંથો અને લેખો લખ્યા છે.
અને
પુરોહિત ફૂલશંકર જીવરામ : પદ્યકૃતિ “ર્વાદા ના વિવાર રિસાયેલી રસિલી (૧૯૨૧)ના કર્તા.
પુરોહિત બળદેવપ્રસાદ જેઠારામ (૧૪-૧-૧૯૨૦) : નવલકથાકાર. જન્મરડોદરા (જિ.સાબરકાંઠા)માં. ૧૯૪૭માં સંસ્કૃત સાથે બી.એ. ૧૯૫૫માં બી.એડ. ૧૯૫૧ થી ૧૯૬૭ સુધી માધ્યમિક શાળામાં શિક્ષક. પછીથી મકાન બાંધકામ અને પ્રવાસ વ્યવસ્થાને વ્યવસાય.
એમણે સામાજિક નવલકથાઓ ‘વિધિના વમળમાં' (૧૯૬૮), ‘ભવાટવિના ભેરુ'(૧૯૬૯) અને ‘રનાં રતન' (૧૯૭૩). આપી છે.
પુરોહિત વીરેન્દ્રરાય વ્રજલાલ, ‘વીરુ પુરોહિત’(૨૦-૮-૧૯૫૮): કવિ. જન્મ ભાયાવદર (સૌરાષ્ટ્ર)માં. એમ.એ. મહિલા કોલેજ, જૂનાગઢમાં અધ્યાપક. એમણે કાવ્યસંગ્રહ ‘વાંસ થકી વહાવેલી' (૧૯૮૩) આપ્યા છે.
પુરોહિત ભાનુશંકર ઉમિયાશંકર : પદ્યકૃતિ 'મરણાંજલિના કર્તા.
પુરં હિત મૂળજીભાઈ છગનલાલ : પદ્યકૃતિ “અંબિકાભજનાવલી’ (૧૯૫૪) ના કર્તા.
પુરોહિત મૂળજીભાઈ રેવાશંકર : ‘સજનસુંદરી નાટકનાં ગાયના' (૧૯૧૫) ના કર્તા.
પુરોહિત વેણીભાઈ જમનાદાસ, 'સંત ખુરશીદાસ' (૧-૨-૧૯૧૬,
૩ ૧-૧૯૮૦): કવિ, વાર્તાકાર. જન્મ જમખંભાળિયામાં. પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં, માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં. વ્યવસાયાર્થે મુંબઈમાં બે ઘડી મોજ'માં જોડાયા. ૧૯૩૯ થી ૧૯૪૨ સુધી અમદાવાદમાં પ્રભાત' દૈનિક, ‘ભારતી સાહિત્ય સંઘ અને ‘સસ્તું સાહિત્યમાં પૂફરીડિંગ. ૧૯૪૨ની લડતમાં દશ માસ જેલવાસ. ૧૯૪૪થી ૧૯૪૯ સુધી ‘પ્રજાબંધુ' અને “ગુજરાત સમાચારમાં પત્રકાર. ૧૯૪૯થી જીવનના અંત સુધી મુંબઈમાં ‘જન્મભૂમિ' દૈનિકમાં. મુંબઈમાં અવસાન.
એમણે ‘સિંજારવ' (૧૯૫૫), 'ગુલઝારે શાયરી' (૧૯૬૨), “દીપ્તિ' (૧૯૬૬) અને “આચમન' (૧૯૭૫) કાવ્યસંગ્રહોની રચનાઓમાં ગીત, ભજન, ગઝલ, સૉનેટ, મુકતક તેમ જ લાંબી વર્ણનાત્મક રચનાઓ જેવા કાવ્યપ્રકારો અજમાવ્યા છે. માત્ર મેળ દેશીઓ, સંસ્કૃતવૃત્તો ને અછાંદસમાં પણ એમણે રચના કરી છે. એમની કવિતાનું ઉત્તમાંગ ગી અને ભજનો છે. બાળવયે વતનમાં મળેલા સંગીતના સંસ્કારો એમનાં ગીતામાં શબ્દ સંગીતની સૂક્ષ્મ સૂઝ સાથે પ્રગટ થયા છે. “નાનકડી નારના મેળે', ‘ઝરમર', “અમારા મનમાં', 'પરોઢિયાની પદમણી' વગેરે નોંધપાત્ર ગીતે છે. ભજનમાં તળપદી વાણીની બુલંદતા, પ્રાચીન લયઢાળોની સહજ હથોટી અને ભકિત તથા ભાવનાભર્યું સંવેદનતંત્ર એમને સિદ્ધિ અપાવે છે. ‘નયણ’, ‘અમલકટોરી', ‘હલી', ‘વિસામો', 'સુખડ અને બાવળ' વગેરે ઉત્તમ ભજન છે. મસ્તી, માધુર્ય, ચિત્રાત્મકતા, પ્રવાહિતા અને મોકળાશ એ એમની
પુરોહિત લાભશંકર ધનજીભાઈ (૨૯ ૧૨ ૧૯૩૩) : નાટયકાર, વિવેચક. જન્મ વતન જૂનાગઢ જિલ્લાના દેવડામાં. ૧૯૬૨ માં બી.એ., ૧૯૬૫ માં એમ.એ., ૧૯૭૮માં “ગુજરાતીમાં સૈદ્ધાનિક વિવેચન' પર પીએચ.ડી. જામનગરની કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક.
‘ભકતકવિ દયારામ' (૧૯૫૩) એમનું સંગીતરૂપક છે. એમના કેટલાક વિવેચનલેખા સામયિકોમાં પ્રકાશિત થયા છે.
જ.ગા. પુરોહિત વલ્લભજી પીતાંબર : પદ્યકૃતિ પ્રેમપિયુષ' (૧૯૦૫)ના
૨.૨,દ.
ગુજરાતી સાહિત્યકોશ-૨ : ૩૭૫
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org