________________
પુરાણી છાટાલાલ બાલકૃણ – પુરોહિત નર્મદાશંકર ભેગીલાલ
દર્શન' (૧૯૬૧) વગેરે એમનાં અન્ય પુસ્તકો છે.
શ્રી અરવિંદદર્શનને આધારે અનૂદિત અને મૌલિક પુસ્તક ‘યોગિક રાધન' (૧૯૨૪), ‘મા’ (૧૯૨૮), ‘વિજ્ઞાનયોગ' (૧૯૩૪), ‘પૂર્ણયોગની ભૂમિકા' (૧૯૩૭), 'પૂર્ણયોગ નવનીત' (૧૯૩૮), ‘ભકિતયોગ’ (૧૯૪૦), ‘સૂત્રાવલી સંગ્રહ (૧૯૪૦), શ્રી માતાજી સાથે વાર્તાલાપ (૧૯૪૦), ‘પૂર્ણયોગને જ્ઞાનયોગ’: ૨ (૧૯૫૦), ‘પૂર્ણયોગના પ્રકાશમાં(૧૯૬૮), ‘વિત્રી’ મહાકાવ્ય પર આધારિત ‘સાવિત્રીગુંજન’: ૧-૨-૩ (૧૯૬૪-૧૯૬૫) વગેરે છે. અન્ય અનુવાદોમાં 'રવીન્દ્રનાથ ટાગોરનાં સંરમાણે' (૧૯૧૮), ‘સાધના (૧૯૩૦), “સંયમ અને ભકિતમાર્ગ' (૧૯૩૪), ‘ગીતાસંદેશ' વગેરે નોંધપાત્ર છે.
પા.માં. પુરાણી છાટાલાલ બાલકૃણ (૧૩-૭-૧૮૮૫, ૨૨-૧૨-૧૯૫૦) :
જન્મ ડાકાર (જિ. ખેડા)માં. પ્રાથમિક શિક્ષણ ઘેર રહીને તથા માધ્યમિક શિક્ષણ જામનગરમાં. ૧૯૦૦માં મૅટ્રિક. ઉચ્ચ શિક્ષણ અમદાવાદ, વડોદરા અને મુંબઈમાં. ૧૯૦૬ માં બાયોલૉજી સાથે બી.એ. પછી મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી એ જ વિષયમાં એમ.એ. ૧૯૧૦માં લાહોરની ધર્માનંદ એંગ્લો વૈદિક કોલેજમાં વ્યાખ્યાતા. ૧૯૧૬ માં લાહોર છોડી અમદાવાદમાં. શિક્ષણ અને વ્યાયામપ્રવૃત્તિમાં વિશિષ્ટ યોગદાન.
એમણે ‘ઉષ્મા' (૧૯૦૭), ‘મેન્ટેસોરી શિક્ષણ પદ્ધતિ(૧૯૧૨), ‘પ્રાકૃતિક ભૂગોળ' (૧૯૨૫) જેવાં પુસ્તકો ઉપરાંત અનુવાદગ્રંથ ‘હિદને પ્રાચીન ઇતિહાસ'-ભા. ૧, ૨ (૧૯૩૨, ૧૯૩૫) તથા સંપાદન ગુજરા તી વાચનમાળા(૧૯૨૫) આપ્યાં છે.
પુરાણી વિનોદચંદ્ર ઓચ્છવલાલ (૨૬-૩-૧૯૪૩) : કોશકાર. જન્મ મેડાસામાં. ૧૯૬૧માં એસ.એસ.સી. ૧૯૬૫ માં સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૬૮માં એ જ વિષયમાં રગમ.એ. ૧૯૪૮માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ‘ભગવદ્ગીતાની અર્ધ કરવાની પદ્ધતિ પર પીએચ.ડી. ૧૯૬૮ થી તારા કોલેજમાં સંસ્કૃતના કાપક.
શ્રીમદ્ ભાગવતકથા કોશ' (૧૯૮૬) ઉપરાંત એમણ ‘ાઘરી (૧૯૮૪), 'જીવનવિજ્ઞાન' (૧૯૮૫), ‘કાચમનમ્' (૧૯૮૩) જેવાં પ્રકીર્ણ પુસ્તકો આપ્યાં છે. ‘તર્કસંગ્રહ' (૧૯૭૩) એ મનુસ્મૃતિ' (૧૯૮૭)નાં સંપાદન ઉપરાંત એમણે ‘કીશિવમદા પુરાણમ્ (૧૯૮૬) નો અનુવાદ પણ આપ્યો છે.
ર.ટી. પુરુરામ ત્રિકમદાસ (૭-૭-૧૮૯૭) : નાટકકાર. જન્મ મુંબઈમાં.
ભીષ્મપ્રતિજ્ઞા(૧૯૨૮), પૂર્વજોનાં પાપ' (૧૯૭૮), ‘માય' (૧૯૩૧), 'હાથીના દાંત' (૧૯૩૧), ‘સળિયા પાછળ' (૧૯૩૧) વગેરે એમનાં નાટકો છે. 'પદ્મનાભદાસજી' (૧૯૨૯) મણ આપેલું જીવનચરિત્ર છે.
-i.ટા. પુરુષોત્તમ ત્રિભુવનદાસ : વિધવાઓની સ્થિતિ [+ારૂપતી પદ્યકૃતિ ‘પરસોત્તમકૃત કવિતા' (૧૮૭૦)ના કર્તા.
પુરુરામ વિશ્રામ માવજી : જુઓ, રપર પુરપાં નામ વિશ્રામ. પુરોહિત કાલિદાસ મણિરામ : પદ્યકૃતિ “વિપ્રસુબોધ રસકે બાયતથા કૃષણ બાલક્રીડાની પંદર તિથિઓ' (૧૯૮૪)ના કર્તા.
પુરોહિત ચીમનલાલ પ્રાણશંકર : પદ્યકૃતિ 'કામકુરામ' (૧૮૯૧) - તથા મનહરવાણી'- ભા. ૧(૧૮૯૯)ના કર્તા.
પુરાણી ધીરજરામ નરભેરામ, “ધીરજકાકા’ : સ્વદેશી હિલચાલને બાધ કરતી હાયપ્રધાન “ધીરજરામકૃત કવિતા' (૧૯૦૦) ના કર્તા.
પા.માં. પુરાણી નરોત્તમ : “વાટિકાવિનોદ’ અને ‘રવાસર્વરવ’ના કર્તા.
નિ.વા. પુરાણી નંદકિશોર : પદ્યકૃતિ ‘જેતલપુરના મહિમાનાં દોહા તથા સાખીની” તથા “આદરજનની અદ્ભુત લીલા'ના કર્તા.
પુરોહિત ચુનીલાલ બાપુજી: પદ્યકૃતિ ‘શી ભજન સુમનાવલિ ' (૧૯૫૯)ના કર્તા.
પુરોહિત દામોદર પ્રાણજીવન : પદ્યકૃતિ ‘સાર્વજનિક દિલપરાંદ ગાયન'- ભા. ૧ના કર્તા.
પુરાણી નાગેશ્વર જેવટરામ: ‘સીતા અને દમયંતીનાં આખ્યાન (૧૮૮૬) ના કર્તા.
પુરાણી બચુભાઈ મણિલાલ :પદ્યકૃતિ ‘સત્સંગમહિમા' (૧૯૫૨)ના કર્તા.
૨.ર.દ. પુરાણી ભાનુપ્રસાદ હરિશંકર, 'પંકજ' (૧-૭-૧૯૩૯) : કવિ. જન્મ ગોધરા (જિ. પંચમહાલ)માં. એમ.એ., બી.ઍડ. ગુજરાત રાજયના પૌઢશિક્ષણ વિભાગના મદદનીશ નિયામક. એમણે કાવ્યસંગ્રહ ‘ટહુકાનું એકાંત' (૧૯૭૬) આપ્યો છે.
૨.ર.દ.
પુરોહિત નર્મદાશંકર ભેગીલાલ (૮-૮-૧૮૯૭, ૧૪૯ ૧૯૫૨) :
સંશોધક, સંપાદક. જન્મ બાયડ (તા. ઇડર)માં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બાયડ, અમદાવાદ અને ઉમરેઠમાં. ૧૯૧૯માં સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૨૧માં એમ.એ. ૧૯૨૧થી ૧૯૨૩ સુધી ગુજરાત કોલેજમાં અધ્યાપન. પછીથી બહાઉદ્દીન કોલેજ, જૂનાગઢમાં આચાર્ય.
એમણે ભાસકૃત સંસ્કૃત નાટક ‘સ્વપ્નવાસવદત્ત' (૧૯૨૯) અને પ્રતિમા નાટક (૧૯૩૦) નાં સંપાદન તથા તેમનાં અંગ્રેજી ભાષાંતરો આપ્યાં છે. આ ઉપરાંત કીયકૃત અંગ્રેજી ગ્રંથ સંસ્કૃત નાટક’ - ભા. ૧, ૨ (૧૯૩૩, ૨૯૩૪)નું ગુજરાતીમાં ભાષાન્તર
૩૭૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org