________________
પંડયા ઇન્દ્રવદન મદનલાલ પંડયા કાન્તિલાલ છગનલાલ
યાજ્ઞિક સ્મૃતિગ્રંથ' (૧૯૭૧), 'કાશ્મલનને સાહિત્યસંપુટ (૧૯૮૧) ઇત્યાદિ એમના સંપાદનગ્રંથ છે. ગુજરાતની કીર્તિગાથા'-૧ (૧૯૫૨) અને રાજસ્થાની સાહિત્યનો ઇતિહાસ (૧૯૮૪) એમના અનુવાદગ્રંથો છે.
૪.ગા. પંડયા ઉમિયાશંકર હીરાશંકર : કવિ. વતન નડિયાદ.
‘આર્યદુ:ખદર્શક' (૧૮૮૨) અને ગુજરાત તથા હિંદના ઇતિહાસની આલોચના કરતી, શિખરીના પ્રસંગને નિરૂાની ‘ગુજરાતવીર’– એ બે કાવ્યકૃતિઓ એમના નામે છે.
શ્રત્રિ.
તથા અનુવાદ 'રઘુવંશ' (૧૯૩૯)ના કર્તા.
નિ.વો. પંડ્યા ઇન્દ્રવદન મદનલાલ (૬-૧૧-૧૯૪૯) : નવલકથાકાર, વાર્તાકાર. જન્મ ખેડા જિલ્લાના કપડવંજ ગામમાં. ૧૯૬૬ માં મૅટ્રિક, ૧૯૭૧માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ., ૧૯૭૩માં એમ.એ., ૧૯૭૫માં એલએલ.બી. ટેલિફોન ઍકસચેન્જમાં નોકરી.
એમની પાસેથી નવલકથાઓ ‘વૈભવ' (૧૯૭૫) અને ‘અધૂરો ભવ’(૧૯૭૮) તથા વાર્તાસંગ્રહ “ઘૂંટાયેલાં દર્દોની વ્યથા(૧૯૭૨) મળ્યાં છે.
નિ.વો. પંડયા ઈશ્વરલાલ રવિશંકર (૩-૫-૧૯૨૪) : કવિ. જન્મ વલસાડ જિલ્લાના પારડી ગામમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. સંગીતશિક્ષક.
એમની પાસેથી કાવ્યો અને ગઝલના સંગ્રહ ‘શબનમ-એ શાયરી' (૧૯૭૫), ‘અંજલિ (૧૯૭૫), 'ખ્વાબ' (૧૯૭૭) અને ઊર્મિ' (૧૯૭૭) મળ્યા છે. ફોર” તથા “ફૂલડાં’ એમના બાળકાવ્યોના સંગ્રહો છે.
નિ.. પંડ્યા ઉત્તમચંદ કૃપારામ : નવલકથા “સુવર્ણસુંદરી' (૧૯૨૦)ના કર્તા.
નિ.. પંડયા ઉપેન્દ્ર છગનલાલ (૨૫-૧૨-૧૯૧૯): વિવેચક, સંપાદક. જન્મ વતન ખેડા જિલ્લાના નડિયાદમાં.૧૯૩૭માં મૅટ્રિક. ૧૯૪૧માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે અમદાવાદની ગુજરાત કોલેજમાંથી બી.એ. ૧૯૪૩માં એમ.એ. ૧૯૭૪ માં ‘પૌરત્ય અને પાશ્ચાત્ય સાહિત્યવવેચનના સિદ્ધાંતે - તેમની તુલના અને ગુજરાતી વિવેચનસાહિત્યમાં વિનિયોગ' પર ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૪૫ થી ૧૯૭૭ સુધી રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૭૭ થી ૧૯૭૯ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનુસ્નાતક ગુજરાતી વિભાગમાં રીડર, ૧૯૭૭માં બોટાદમાં મળેલા ગુજરાતીને અધ્યાપક સંઘના અઠ્ઠાવીસમા સંમેલનમાં પ્રમુખ.
પ્રશિષ્ટ સાહિત્ય પ્રત્યેની પ્રીતિ અને ભારતીય કાવ્યમીમાંસા પરની પકડ એમના બે વિવેચનસંગ્રહો “અવબોધ' (૧૯૭૬) અને ‘પ્રતિબોધ' (૧૯૮૦)માં જણાઈ આવે છે. સરસ્વતીચંદ્ર', વસંતવિજય', 'નળાખ્યાન', 'કલાપી', 'ન્હાનાલાલ’ એ લેખમાં જે તે સર્જક કે કૃતિ વિશે પ્રચલિત ખ્યાલોની એમણે ફેરતપાસ કરી છે. ૨. વિ. પાઠક તથા ડોલરરાય માંકડના કેટલાક સાહિત્ય-સંબંધી સૈદ્ધાંતિક ખ્યાલોની તપાસ કરતા લેખે એમની મૌલિક દૃષ્ટિના ' દ્યોતક છે. ‘સરળ અલંકારવિવેચન' (૧૯૫૬) એમની અલંકારવિષયક માહિતી આપતી પુસ્તિકા છે.
સરસ્વતીચંદ્રને લધુ સંક્ષેપ' (૧૯૫૧), ‘કાદંબરી-કથા' (૧૯૫૩) અને “સરસ્વતીચંદ્રને બૃહત્ સંક્ષેપ' (૧૯૬૦) એમના ગ્રંથસંક્ષેપ છે. “ગવર્ધન શતાબ્દીગ્રંથ' (૧૯૫૫), ડૉ. રમણલાલ
પંડયા કનુ : નવલકથા “સહિયારાં સપનાં' (૧૯૭૬)ના કતાં.
નિ.. પંડયા કનૈયાલાલ નાથાલાલ : ત્રિઅંકી નાટક ‘સુદામા' (૧૯૮૬)ના કર્તા.
નિ.વા. પંડયા કમળાશંકર લાભાઈ (૨૦૧૦-૧૯૦૮) : આત્મકથાલેખક. જન્મ નાંદોદ (રાજપીપળા)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષાગ નાંદોદ અને થાણામાં. ૧૯૨૪માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી ‘વાણિજ્ય વિશારદ'. પિતા એમને આઈ.સી.એસ.ની પદવી મેળવવા ઇંગ્લેન્ડ મોકલવા માગતા હતા, પણ એમણે ગાંધીજીની ચળવળમાં જોડાવાનું પસંદ કર્યું. સ્વરાજ્ય પછી અનેક સામાજિક કાર્યો. થાડો વખત વડોદરામાં શિક્ષણકાર્ય. સમાજવાદી વિચારસરણીના પુરસ્કર્તા. વ્યવસાયે દાહોદમાં વેપારી. ૧૯૮૩માં નર્મદચંદ્રક.
આપણે ત્યાં રાજકીય આત્મકથાઓની અતિઅલ્પ સંખ્યામાં આ લેખકની આત્મકથા વિરાન જીવન' (૧૯૭૩)નું વિશિષ્ટ સ્થાન છે. એમાં રાજકારણની સાથે સમાજકારણ પણ છે. લોકનાયક જયપ્રકાશ નારાયણ સાથેનાં સંસ્મરણો આ આત્મકથાનું આગવું અંગ છે. વિચારને વરેલા એક બૌદ્ધિકની નજરે આપણા સ્વાતંત્ર્ય પૂર્વેના અને પછીના રાજકીય-સામાજિક જીવનના વિવિધ તબક્કાઓની દસ્તાવેજી માહિતી આપતી આ આત્મકથા વ્યથાવેદનાના અંશોવાળી, વ્યકિતત્વના સ્પર્શથી યુકત કર્મકથા પણ છે.
આ ઉપરાંત એમણે નહેરકૃત ‘વીધર ઇન્ડિયા’ને ‘હિદ કયે રસ્તે (૧૯૩૫) નામનો અનુવાદ પણ આપ્યો છે.
યા.દ. પંડયા કરસનજી જગજીવન : નાટક ‘વંદાવિપગુચરિત્ર' (૧૮૯૪) -ના કર્તા.
નિ.વા. પંડથી કરુણાશંકર દામોદરદાસ : નાટયક્તિ 'ઇ'દિર યાન હિંદદેવી’ (૧૯૩૯) ના કર્તા.
નિ.. પંડ્યા કાન્તિલાલ છગનલાલ(૨૪-૮-૧૮૮૬, ૧૪-૧૦-૧૯૫૮): ચરિત્રકાર, સંપાદક. જન્મ નડિયાદમાં. ૧૮૯૪ થી ૧૮૯૬ સુધી પ્રાથમિક શિક્ષણ નડિયાદમાં. ત્યારબાદ પિતા પાસે જૂનાગઢમાં. ૧૯૦૨ માં જૂનાગઢથી મેટ્રિક. ૧૯૦૭માં બહાઉદ્દીન કોલેજમાંથી
૩૪૨ : ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org