________________
પરમાર છગનલાલ વશરામ – પરમાર ત્રિકમલાલ ગણેશજી
લખેલાં ‘ખાંભી ઔર પાળિયા' (૧૯૭૬) ઇત્યાદિ લોકસહિત્ય, બાળરહિત્ય તથા પ્રચારસાહિત્યનાં પુસ્તકો મળ્યાં છે.
પરમાર છગનલાલ વશરામ (૨-૫-૧૯૧૩) : વાર્તાકાર. જન્મ પોરબંદરમાં. બી.એ., બી.એડ. માધ્યમિક શાળામાં આચાર્ય.
એમાં વાર્તાસંગ્રહ સંગમ' (અન્ય સાથે, ૧૯૫૨), ‘અનાવરણ (૧૯૬૦) અને ‘મહિમા તો માનવતાના' (૧૯૭૫) આપ્યા છે.
પરમાર જયંત મેરુભાઈ, ‘કલારમિ', ‘’, ‘પ્રવાત', ‘રાવા', ‘શશશહાણ’, ‘સિદ્ધાર્થ (૨૪-૧૧-૧૯૨૨) : વાર્તાકાર, અનુવાદક. જન્મ સુરેન્દ્રનગરમાં. ૧૯૪૧ માં મૅટ્રિક. ૧૯૪૬ થી ૧૯૬૪ સુધી. ‘ઊર્મિ નવરચના'ના સંપાદનકાર્ય સાથે સંલગ્ન. ૧૯૬૫ થી ૧૯૮૮ સુધી “અખંડ આનંદ'ના સંપાદન વિભાગમાં. ૧૯૮૧ થી ૧૯૮૨ સુધી લોકમિલાપ ટ્રસ્ટની પ્રકાશન પ્રવૃત્તિ. ૧૯૮૨ થી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રકાશન અધિકારી.
એમના વાર્તાસંગ્રહ ‘બીજલેખા' (૧૯૫૪) અને ‘નદીનાં નીર (૧૯૫૬) માં જીવનના મંગલમય અંશને પ્રગટ કરતી વાર્તાઓ છે.
‘કરણાદેવી' (૧૯૪૯), ‘પુનર્જન્મ' (૧૯૫૮), ‘આરિતક’ (૧૯૫૧), ‘રામનાં રખોપાં' (૧૯૫૨), ‘સેન્યા મારુતિ' (૧૯૫૭), ‘સંધ્યા' (૧૯૬૦), ‘પાનખર અને વસંત' (૧૯૬૦), ‘શ્યામ'- ભા. ૧-૨ (૧૯૬૨) વગેરે સાને ગુરુજીનાં મરાઠી પુસ્તકોના એમણે કરેલા અનુવાદો છે. આ ઉપરાંત ચીનનાં કામદારો' (૧૯૬૫) અને ‘રાંત તુકારામ' (૧૯૬૬) અનુવાદો પણ એમણે આપ્યા છે.
પરમાર જયમલ્લ પ્રાગજીભાઈ (૬-'૧૧-'૧૯૧૨) : નવલકથાકાર, નાટયલેખક, બાળસાહિત્યકાર, જન્મ વાંકાનેરમાં. ધોરણ છે પછી દક્ષિણામૂર્તિ, કાશી વિદ્યાપીઠ અને ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યારા. સત્યાગ્રહ દરમિયાન કરેલ સંકલ્પ અનુસાર પરીક્ષા ન આપી – પ્રમાણપત્ર ન મેળવ્યાં. ૧૯૩૩ થી ૧૯૪૨ દરમિયાન સત્યાગ્રહ અંગ અવારનવાર જેલવાસ. ૧૯૩૯ થી ૧૯૪ર સુધી ઝવેરચંદ મેઘાણી સાથે ‘ફૂલછાબ' સાપ્તાહિકના સહતંત્રી. નિરંજન વર્મા સાથે વિવિધ રચનાત્મક પ્રવૃત્તિ. ૧૯૫૦થી ૧૯૫૬ સુધી ‘ફૂલછાબ” દૈનિક, ૧૯૬૦ થી ૧૯૬૫ સુધી 'કલ્યાણયાત્રા' અને ૧૯૬૭થી અદ્યપર્યંત 'ઊર્મિ નવરચના'ના તંત્રી. ૧૯૭૫ થી ૧૯૭૩ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનુસ્નાતક ગુજરાતી વિભાગમાં લોકસાહિત્યનું અધ્યાપન.
એમણ નિરંજન વર્મા સાથેના સહિયારા લેખન દ્વારા, આઝાદી અને રાષ્ટ્રોસ્થાનના વિષયવસ્તુવાળી ‘ખંડિત કલેવરી' (૧૯૪૨), ‘અણખૂટ ધાર' (૧૯૪૫), 'કદમ કદમ બઢાયે જા' (૧૯૪૬) જેવી નવલકથાઓ; “લોકકથા ગ્રંથાવલિ'- ૧, ૨, ૩ (૧૯૪૪, ૧૯૪૫, ૧૯૪૫) માં પ્રકાશિત કાઠિયાવાડ, ગૌડબંગાળ, બુંદેલખંડ, પંજાબ, રાજસ્થાન ઇત્યાદિની લોકવાર્તારો તથા ‘દોલતપરી', ‘સેનાપદમણી', 'નાગકુમારી', 'ગંડુરાજા', ‘પાક પંડિત’, ‘નીલમણિ', ‘કુલવંતી' જેવી બાળવાર્તાઓ આપી છે. પક્ષીપરિચય ગ્રંથાવલિ (૧૯૪૫)માંની,વિવિધ વર્ગનાં પક્ષીઓની રસપ્રદ માહિતી આપતી
એમની પુસ્તિકાઓ “આંગણાના શણગાર', ‘ઉડતા ભંગી', ‘વગડામાં વસનારાં', 'કંઠે સોહામણાં’ અને ‘પ્રેમી પંખીડાં નોંધપાત્ર છે. કાઠિયાવાડના ઘડવૈયા' (૧૯૪૫), 'જીવનશિપીઓ (૧૯૪૧), ‘આચાર્ય પ્રફુન્નચંદ્ર રોય (૧૯૪૫), ‘શાહ નવાઝની સંગાથે' (૧૯૪૬), ‘સુભાષના સેનાનીઓ' (૧૯૪૬) અને 'ઝવેરચંદ મેઘાણી' (૧૯૪૭) એમની જીવનચરિત્રની પુસ્તિકાઓ છે. ‘સાંબેલાં' (૧૯૪૨) અને “અમથીડોશીની અવળવાણી' (૧૯૪૬) -માં યંગચિત્રો છે. 'ગગનને ગેખ' (૧૯૪૪) અને ‘આકાશપોથી' (૧૯૫૦) એમની વિજ્ઞાનવિષયક પુસ્તિકાઓ છે. આ ઉપરાંત એમણે નિરંજન વર્મા સાથે જ ‘સરહદ પાર સુભાષ' (૧૯૪૩) નામનો અનુવાદ આપ્યો છે.
સહલેખકના અવસાન પછી એમણે લખેલાં ત્રિઅંકી નાટક ‘ભૂદાન' (૧૯૫૫), એક-અંકી નાટક ‘ઉકરડાનાં ફૂલ' (૧૯૫૬), આપણી લોકસંસ્કૃતિ' (૧૯૫૭), ‘આપણાં લોકનૃત્યો' (૧૯૫૭), ધરતીની અમીરાત' (૧૯૭૧), ‘લોકસાહિત્ય અને સંસ્કૃતિ' (૧૯૭૭), ‘લોકવાર્તાની રહાણ' : ૧-૨ (૧૯૮૨), ‘જીવે ઘોડાં જીવે ઘોડાં' (૧૯૮૩) તેમ જ બાળકો માટેની ‘શેખચલ્લી ગ્રંથાવલિ (૧૯૫૫) અને નશાબંધી ગ્રંથાવલિ' (૧૯૫૯) ઉપરાંત હિંદીમાં
પરમાર જયંતીલાલ બેચરદાસ (૨૯-૯-૧૯૮૧) : કવિ. જન્મ
અમદાવાદમાં. બી.એ., એલએલબી., ડી.એલ.સી. સચિવાલય સાથે સંલગ્ન ‘તળટી' (૧૯૮૧) એમના કાળરાંગ્રહ છે.
4.રા. પરમાર જે. બી., 'પરવાના': પરંપરાગત ઢબની દાબદ્ધ તેમ ગઝલ રવરૂપની રચનાઓને સંગ્રહ ‘શમાં' (૧૯૫૯)ના કર્તા.
કી.. પરમાર તખ્તસિંહજી વોરાભાઈ, ‘તરંગી', ‘અજય પરમાર’, ‘ર.ત.” (૧૧-૧૧-૧૯૧૯) : સંપાદક, વિવેચક. જન્મ વતન સુરેન્દ્રનગર જિલ્લાના કકડામાં. ૧૯૧૯ માં મૅટ્રિક. ૧૯૪૩ માં ગુજરાતી વિષય સાથે ભાવનગરની શામળદાસ કોલેજમાંથી બી.એ. અને ૧૯૪૫માં એમ.એ. મુખ્યત્વે ગુજરાત રાજ્યની સરકારી કોલેજમાં ગુજ/રાતીના અધ્યાપક.
‘અક્ષરકની યાત્રા' (૧૯૮૦) નામના એમના અભિનંદનગ્રંથમાં એમના નોંધપાત્ર વિવેચનલેખેનું સંપાદન થયું છે. સાહિત્યના અધ્યાપન નિમિત્તે વિવિધ સમયે સાહિત્યસિદ્ધાંતા, સાહિત્યસ્વરૂપ, ગુજરાતી સર્જકો વિશે એમણે કરેલા વિચાર એમાં સંગૃહીત છે. “ચાંપશીભાઈ : સર્જક અને ચિતક' (૧૯૮૩) એમની અભ્યાસપુસ્તિકા છે. ‘ભાવિમાં ટકી રહેવા માટે' (૧૯૮૧) એમના અનુવાદગ્રંથ છે. આ ઉપરાંત ટૂંકીવાર્તાઓનાં બે સંપાદન પણ એમણે કર્યા છે.
જ.ગા. પરમાર ત્રિકમલાલ ગણેશજી: મુખ્યત્વ દામ્પત્યજીવનના પ્રશ્નોને
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૩૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org