________________
પટેલના પિત્રાઈ –પટ્ટણી વિજયશંકર કાનજી
જિલ્લામાં આસિસ્ટન્ટ કલેકટર, ૧૯૩૭ માં મૅરિસન સ્ટૉક ઍકજ માટે નિમાયેલી તપાસ સમિતિનું મંત્રીપદ. હિંદ સરકારના ટ્રેડ કમિશનર તરીકે જર્મનીના હેમ્બર્ગમાં. ત્યાંથી, વિશ્વયુદ્ધ થતાં લંડનમાં નિયુકિત. ૧૯૪૮માં દિલ્હી આવી પુરવઠા વિભાગમાં ડેપ્યુટી સેક્રેટરી. ૧૯૪૩માં ડેપ્યુટી ડિરેકટર જનરલ ઑવ રાગ્લાઇઝ. ૧૯૪૪ માં ઈન્ડસ્ટ્રી ઍન્ડ સિવિલ
પ્લાઈઝના જોઈન્ટ સેક્રેટરી. ૧૯૪૬ માં વિભાજન મંત્રી. ૧૯૫૩ માં ભારતના અન્ન અને ખેતીવાડી ખાતાના મુખ્ય સચિવ. ૧૯૬૮માં ગુજરાત વિદ્ય ત બોર્ડના માનાર્હ ચૅરમૅન. ૧૯૭૭માં ભારતના નાણાપ્રધાન. વલ્લભવિદ્યાનગરના વિકાસમાં ફાળા.
ચરિત્રકૃતિ ‘વિઠ્ઠલભાઈ પટેલ ઉપરાંત ‘સરદાર પટેલની સિદ્ધિઓ', ‘રારદાર પટેલની સર્વતોમુખી રાષ્ટ્રસેવા’, ‘આપણું લશ્કર' (૧૯૫૯) જેવાં પ્રકીર્ણ પુસ્તકો એમણ આપ્યાં છે.
.ટા. પટેલના પિત્રાઈ : રમૂજી સંવાદ ‘ગાંધી મસાલાના કાં.
પટ્ટણકર રમેશચંદ્ર કૃષ્ણરાવ: ચરિત્રનાક્ષી પુરતક ‘અક્કલકોટની રસ્વામી' (૧૯૬૭)ના કર્તા.
નિ.વા.
પટ્ટણી : કાવ્યસંગ્રહ ‘ટહુકાર (૧૯૬૪)ના કતાં.
જિ.વે. પટ્ટણી અનંતરાય પ્રભાશંકર : માનવજાતિના ઇતિહાસ તેમ જ પ્રાણીસૃષ્ટિના ક્રમશ: થતા ગયેલા વિકાસને આલેખનું પુસ્તક ‘ઇતિહાસની રૂપરેખા’ તેમ જ બર્નાડ શોના નાટકને અનુવાદ ‘સન્સ જોઇન'ના કર્તા.
કૌ.બ્ર. પટ્ટણી દક્ષા વિજ્યશંકર (૪-૧૧-૧૯૩૮) : જન્મ ભાવનગરમાં. ૧૯૬૨ માં ભાવનગરની શામળદાસ કોલેજથી બી.એ. ૧૯૬૫ માં એમ.એ. ૧૯૭૫માં ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ભાવનગરની ઘરશાળા હાઈસ્કૂલમાં શિક્ષક. પછી ૧૯૭૮થી વળિયા આટર્સ ઍન્ડ મહેતા કોમર્સ કોલેજમાં પ્રાધ્યાપક.
એમના શોધપ્રબંધ ‘ગાંધીજીનું ચિંતન' (૧૯૮૦)માં જીવનવ્યવહારના સામાન્ય રાત્યપાલનથી પરમ સત્યના સાક્ષાત્કાર સુધી વિસ્તરતી ગાંધીજીની સત્યાગ્રહ લીલાનાં વ્યાપક બનતાં જતાં વર્તુળાને આ કૃતિમાં ઝીલવાનો પ્રયાસ છે. ‘ગાંધીજીના વ્યકિતત્વનું ઘડતર' (૧૯૮૧)માં ગાંધીજીના વ્યકિતત્વનું ઘડતર કરનારા સ્રોતાનાં મૂળને પ્રગટ કરવાના અને સ્વભાવ, વારસ તથા વાતાવરણના પરિણામરૂપ થયેલા જીવનઘડતરની સમીક્ષા કરવાને પ્રયત્ન છે.
નિ.વા. પટ્ટણી નાથાલાલ શામળદાસ: ગુરુનું મહત્ત્વ વર્ણવતી ગદ્ય પદ્યકૃતિ 'ગુરુરાજ મહિમા' (૧૯૨૩)ના કર્તા.
નિ.વો.
પટ્ટણી પ્રભાશંકર દલપતરામ ('t૫-૪-૧૮૯૨, ૧૬-૨-૧૯૩૮) : કવિ. જન્મ મોરબીમાં. રાજકોટમાં મૅટ્રિક સુધીનો અભ્યાસ. ભાવનગરના રાજકુમાર ભાવસિંહજીના શિક્ષક, એમના સલાહકાર અને છેવટે ભાવનગર રાજના દીવાન. અંગ્રેજ સરકાર તરફથી ‘સર’ને ખિતાબ. મુંબઈ, દિલહી અને વિલાયતની કારોબારીના ર૫. ગાંધીજીના પરમ મિત્ર.
એમના મરણોત્તર પ્રકાશિત કાવ્યસંગ્રહ 'મિત્ર' (૯૭)નાં ૧૨૪ કાવ્યોમાં ભાવનામય હૃદયની સરલતા અને મધુરતા અનુભવાય છે. અહીં ગીતા ને દાબદ્ધ રચનાઓ કરતાં સંરકત. રૌલીમાં મુકતકો વધુ ચોટદાર છે.
નિ.વા. પટ્ટણી મુકુન્દરાય વિજયશંકર, ‘પારાશર્મ', ‘મકનજી', ‘માસ્તર', ‘અકિંચન’ (૧૩-૨-૧૯૧૪, ૨૦-૫-૧૯૮૫): કવિ, ચરિત્રકાર. જન્મ મોરબીમાં. ૧૯૩૩ માં મૅટ્રિક. ૧૯૪૦માં ઇનિહાર અર્થશાસ્ત્ર વિષયો સાથે શામળદાસ કોલેજ, ભાવનગરથી બી.એ. પ્રારંભમાં કંટ્રોલ ખાતામાં કારકુન. ૧૯૪૬ માં ડેપ્યુટી કંટ્રોલર. ૧૯૪૮માં એ ક્ષેત્રમાંથી છૂટા થઈ ભારત લાઈન લિ., સ્ટીમર કંપની, ભાવનગરમાં કલાર્ક. ૧૯૭૬ માં નિવૃત્ત.
ભારતીય પરંપરા સાથે અનુસંધિત પ્રશિષ્ટ સંસ્કૃત પ્રૌઢિ અને અધ્યાત્મપુટને પ્રગટ કરતું એમનું સાહિત્ય વિવિધ સ્વરૂપમાં મળ્યું છે. પ્રબોધ ભટ્ટ સાથે ‘અર્ચન' (૧૯૩૮) અને ‘સંસ્કૃતિ' (૧૯૪૧) એમના પૂર્વવયના કાવ્યસંગ્રહો છે; તો ગીતસંગ્રહ ફૂલ ફાગણના' (૧૯૫૬), મુકતકસંગ્રહ 'દીપમાળા' (૧૯૬૦) તથા પદભજનના સંગ્રહ ‘કંઠ ચાતકનો' (૧૯૭૦) અને પ્રાણ પપૈયાન' (૧૯૭૯) ઉત્તરવયના કાવ્યસંગ્રહો છે. ‘ભદ્રા' (૧૯૮૧) -માં પ્રૌઢિ છે. ‘અલકા' (૧૯૮૧) “મેઘદત’ પરથી સૂઝેલું કાવ્ય છે.
‘સત્યકથા' (૧૯૬૬), ‘સત્ત્વશીલ' (૧૯૭૮), ‘મારી મોટી બા અને સત્યકથાઓ' (૧૯૮૧),'પ્રભાશંકર પટ્ટણી : વ્યકિતત્વદર્શન’ (૧૯૮૩) જેવા વ્યકિતચિત્રોના ગ્રંથોમાં લેખકની સજજતા અને શિષ્ટ ગદ્યની ગરિમા ધ્યાન ખેંચે છે.
આ ઉપરાંત નવલકથા 'ઊર્મિલા' (૧૯૪૩), વિવેચનસંગ્રહ ‘આલેખનની ઓળખ' (૧૯૮૦), પૌરાણિક કથાઓ આપતા ગ્રંથ ‘દેવકુસુમ' (૧૯૪૪) અને નિબંધસંગ્રહ ‘મારા ગુરુની વાતા” (૧૯૭૬) પણ એમણે આપ્યાં છે. ‘શિવરતૃતિ' (૧૯૭૮) એમની સંસ્કૃત રચના છે.
આ સિવાય એમણે પિતા વિજયશંકર કાનજીની છ જેટલી કૃતિઓનાં તેમ જ મિત્ર પ્રબોધ ભટ્ટ અને કેશવરામ હરિરામની કૃતિઓનાં સંપાદન કર્યા છે. ‘સ્વામી રામદાસના ઉપદેશ” એમનો અનુવાદગ્રંથ છે.
ચં.ટી. પટ્ટણી વિજયશંકર કાનજી (૨૫-૯-૧૮૮૮, ૧૭-૧-૧૯૧૩): કવિ, વાર્તાકાર, નિબંધકાર. જન્મ વતન રાજકોટ જિલ્લાના મેરબીમાં. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી. એ. પછી આયુર્વેદની પ્રાણાચાર્યની પદવી. વ્યવસાયે વેપારી.
ગુજરાતી સાહિત્યકાશ - ૨ : ૩૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org