________________
પટ્ટણી શાંતિલાલ નાથાલાલ-પઢિયાર દલપત નારણભાઈ
પડિયા વનમાળીદાસ ચકુભાઈ, ‘બંસીધર કંડલાકર' : ત્રિઅંકી
નાટક ‘લગન, દિલનાં કે દેહનાં?” (૧૯૩૦) તથા ‘રાણા હમીર', ‘દેશદીપક', ‘પરિવર્તન', ‘મેવાડ ભા' વગેરેના કર્તા.
‘નાવિક અને શૈલકુષ' (૧૯૩૬) અક્ષરમેળ છંદોમાં રચાયેલાં બે ચિંતનાત્મક દીર્ઘકાવ્યોનો ગ્રંથ છે. ‘જના સાથીઓ અને બીજી વાતો(૧૯૫૮) એમનો વાર્તાસંગ્રહ છે. “અનુબાબાની વાતો' (૧૯૬૭)માં પદ્યમાં રચાયેલા પત્રો છે. ‘હિંદની કેળવણી' (૧૯૧૩), ‘હિંદનું સરવૈયું' (૧૯૨૨), બે નિબંધો' (૧૯૬૭), ‘જીર્ણમંદિર (૧૯૬૭) તથા “અધિકાર અને રાજયાધિકાર’ (૧૯૭૨) એમનાં નિબંધપુસ્તકો છે.
જ.ગા.. પટ્ટણી શાંતિલાલ નાથાલાલ : ગીતાપાન' (૧૯૮૧) ના કર્તા.
પડોશીઓ : પડોશની હેરાનગતિ છતાં પડોશ કોઈ મૂકતા નથી
એવા વિચાર પડે છે પડોશીઓ તરફથી મળતા સુખને બિરદાવત ઉમાશંકર જોશીના હળવા નિબંધ.
પઠાણ અબ્દુલસત્તારખાન ખસ્તગુલખાન, “ભકત સત્તારશાહ (૧૮૯૨): કવિ. જન્મ ભરૂચ જિલ્લાના નાંદોદ ગામે. ત્યાં જ પ્રાથમિક ચાર ધોરણ સુધીનું શિક્ષણ. ૧૯૦૮ માં દેશી નાટક સમાજના ‘વીણાવેલી’ નાટકમાં અભિનય. રંગભૂમિ સાથે સંલગ્ન. એમણ ભજનસંગ્રહ ‘સત્તાર ભજનામૃત' (૧૯૨૩) આપ્યા છે.
પઠાણ ઈમામખાન કેસરખા : નવલકથા શાહી ગુHiડાર (૧૯૨૧)ના કર્તા.
પઠાણ એહમદહુસેન, ‘અરાર વડોદવી': પદ્યકૃતિ ‘રહીમ આઝાદ (અન્ય સાથ)ના કર્તા.
પઠાણ કાયમખાં કરીમખાં : પદ્યકૃતિ “સુબાધમાળા યાન બહુરંગી બરખા' (૧૮૯૦)ના કર્તા.
પઢિયાર અમૃતલાલ સુંદરજી (૩-૪-૧૮૭૦, ૨-૭-૧૯૧૯) : - નિબંધકાર. જન્મ ચોરવાડ (જિ. જૂનાગઢ)માં. અભ્યાસ ગુજરાતી પાંચ-છ ધોરણ સુધી. થોડા વખત મુંબઈમાં રહી ફરી વતનમાં. જૂના સનાતનીઓ ઉપર ટીકા કરતું અને વિધવાઓની કરણ સ્થિતિઓનો ચિતાર આપનું ‘આર્યવિધવા’ (૧૮૮૧) પુસ્તક રામજરાધા૨ક જ છાપી શકે માટે મુંબઈ પાછા ગયાં. ત્યાં લક્ષ્મીદાસ ખીમજીને મળ્યા. પછી ત્યાં જ નોકરી અને ફૂરસદના સમય લેખનકાર્ય. પરિણામે “અમૃતવચનો' (૧૯૮૦) અને ‘સંસારમાં
વર્ગ' (૧૯૦૨) લખાયાં. દરમિયાન સ્વ. જાદવજી મહારાજે શરૂ કરેલી સત્રાંગ મંડળીમાં દરરોજ જતા. પછીથી બંને વચ્ચે મૈત્રી. તેમની પ્રેરણાથી નોકરી છોડી તેમ જ છાપાં અને સામયિકોમાં લેખનકાર્ય સ્વીકાર્યું. કોલેરાથી મુંબઈમાં અવસાન.
સરળ ભાષા, ચિતનપૂર્ણ દર્શન અને નિર્મળ વ્યકિતત્વ આ એમનાં લખાણોનાં વિશિષ્ટ લક્ષણો છે; અને તે એમના વિશેના હાનાલાલના શબ્દો “સૌરાષ્ટ્રને સાધુને ચરિતાર્થ કરે છે. ‘સ્વર્ગ” શીર્ષકનાં સંખ્યાબંધ પુસ્તકો એમણે આપ્યાં છે : ‘રવર્ગનું વિમાન' (૧૯૦૨), ‘વર્ગની દૂચી' (૧૯૦૩), વર્ગના ખજાનો' (૧૯૦૬), “સારુ સ્વર્ગ' (૧૯૬૭), ‘તવર્ગની સીડી' (૧૯૦૯), 'સ્વર્ગની સુંદરીઓ' (૧૯૧૨), ‘સ્વર્ગનાં રત્નો” (૧૯૧૨), ‘સ્વર્ગની સડક' (૧૯૧૪). તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મને બદલે પરિચિત ધર્મની ભૂમિકા પર જીવનશુદ્ધિ તરફ જનમાનસન લઈ જવાને આગ્રહ એમનાં પુસ્તકોમાં જણાય છે.
આ ઉપરાંત ‘મહાપુરનાં વચને’, ‘અંત્યજસ્તોત્ર' (૧૯૫૮), ‘પ્રેમ પ્રેમ ને પ્રેમ’, ‘શ્રીમદ્ ભાગવતને સંક્ષિપ્ત સાર’, ‘નવયુગની વાતા’- ભા. ૧-૨, દુ:ખમાં દિલાસો’ વગેરે પુસ્તકો પણ એમાંગ આપ્યાં છે.
શ્રત્રિ . પઢિયાર દલપત નારણભાઈ (૧૧-૧૦-૧૯૫૦): કવિ. જન્મ ખેડા જિલ્લાના કહાનવાડીમાં. એમ.એ., પીએચ.ડી. આરંભ ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, પછીથી ગાંધીનગરમાં નાયબ માહિતી નિયામક.
એમણે વણ્ય વિષય અને કાવ્યબાની પર તળપદા ગ્રામસંસ્કાર ઝીલતી ચેપન અછાંદસ અને ગીત રચનાઓનો સંગ્રહ ‘ભાયબદલો' (૧૯૮૨) આપ્યો છે.
પઠાણ નિઝામખાં નૂરખાં : નવલકથાઓ કાબુલને કોહીનૂર
અથવા અફઘાન અમીર અબ્દુરરહેમાનનું રાજયચિત્ર' (૧૯૧૩), ‘ઈરાનનું અણમોલ મોતી યાને માઝુંદરાની મોહબ્બત' (૧૯૨૫) તથા બહુરાન અથવા અલબેલી નાર’ના કર્તા.
૨.ર.દ, પઠાણ હનીફખાન મહમ્મદખાન, હનીફ સાહિલ' (૩૧-૩-૧૯૪૬): કવિ. જન્મ પેટલાદમાં. ૧૯૬૯માં બી.એસસી. ૧૯૭૨ માં બી.ઍડ. ૧૯૮૫માં એમ.ઍડ. માધ્યમિક શાળામાં વિજ્ઞાનશિક્ષક.
એમણે ગઝલસંગ્રહ ‘પર્યાય તારા નામની' (૧૯૮૫) આપ્યો છે.
પડકાર : જુઓ, સંજાણા જહાંગીર એદલજી, પડધરીવાળા નૂરમહમદ જુસબ, “અલલટપુ’: ‘હાસ્યરસને
ભંડાર’ - ભા. ૪, ‘ટાઢા પરની તેપ યાને સ્વર્ગમાં સુંદરીઓનું ધાંધલ’, ‘અમદાવાદની વંઠેલ શેઠાણી યાને ભટકતી ભામિની', 'કાપડિયાની ભયંકર પોલ” તથા “પૈસાદારોની પલ યાને ભયંકર આપઘાતના કર્તા.
૨.ર.દ.
૩૨૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org