________________
પટેલ મગનભાઈ વહાલભાઈ - પટેલ મથુરભાઈ કાળિદાસ
પટેલ મગનભાઈ વહાલભાઈ : ‘પૌરાણિક વાતો' (૧૯૭૧)ના કર્તા. '
નિ.વે. પટેલ મગનભાઈ શંકરભાઈ (૧૮૭૯, --): વાર્તાલેખક, ચરિત્રલેખક,
જન્મ માંગરોળમાં. રાજકોટ હંટર મેલ ટ્રેનિંગ કોલેજમાં બે વર્ષને અભ્યાસ. ૧૮૯૪ માં માંગરોળના જથળ ગામમાં શિક્ષક. પછી વળા સ્ટેટમાં ભાયાત. એસ્ટેટના કારભારી. ‘કડવા હિતેચ્છ | નામના માસિકપત્રને આરંભ.
એમની પાસેથી વાર્તાઓ, બેધક પ્રસંગકથાઓ અને ચરિત્રલક્ષી કૃતિઓ ‘કપળવતી' (૧૮૯૩), સુખી સદન' (૧૮૯૫), ‘બાયવચન' (૧૮૯૬), ‘સુંદર મેહનમાલા' (૧૯૮૨), ‘જ્ઞાનદીપક' (૧૯૮૫), ‘માનસિંહ અભયસિંહ' (૧૯૬૬) તેમ જ ‘સાદી ‘શિખામણ’-પુ. ૧થી ૮ (૧૯૨૭-૧૯૩૦) મળી છે.
નિ.. પટેલ મગનલાલ જો. : નવલકથા ‘રણવાસ' (૧૯૭૬) ના કર્તા. , , વવસ્થા “રઘવાસ' (૭૮)ના કત.
નિ..
| પટેલ મગનલાલ નરોત્તમદાસ (૧૮૫૯,-): વાર્તાલેખક, ચરિત્રલેખક. જન્મ મહીકાંઠાના આંબલિયારા ગામમાં. શિક્ષક અને સરકારી અમલદાર તરીકેની નોકરી,
‘ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ' (૧૮૮૯) અને ‘સંસારચિત્ર કાદંબરી' (૧૮૯૧) એમની વાર્તાકૃતિઓ છે. ‘મુંબઈ શહેરનું વર્ણન’ નિબંધાત્મક રચના છે. ‘મહાજન-મંડળ' (૧૮૯૬) એ ૧,૪૨૦ પૃષ્ઠોના બૃહદ્ ગ્રંથમાં એમણે અર્વાચીન યુગના રાજપુરુ, રાંતા, ધર્મપ્રવર્તક, પંડિત, કવિઓ, દેશભકત, ચિતકો, ચિકિત્સકો, સંગીતકારો, વિદુષી સ્ત્રીઓ વગરનાં ચરિત્રો આલેખ્યાં છે.
નિ.વા. પટેલ મગનલાલ નારણદાસ : પદ્યકૃતિ પંચામૃત પ્રસાદ કાવ્યમાળા’ (૧૯૪૧)ના કર્તા.
(૧૯૭૩), 'મારી નીલુનો વર' (૧૯૭૪), 'પ્રગટી પાવક જવા !' (૧૯૭૮) વગેરે એમના નાટયસંગ્રહ છે; તે ‘કિતદગી જીવવા જેવી છે' (૧૯૮૦), ‘જીવન મેલથી જીવે' (૧૯૮૫), ‘જીવનમાં સફળ થવું છે?” (૧૯૮૫) વગેરે એમના પ્રકીર્ણ લેખસંગ્રહ છે.
૪.ગા. પટેલ મણિલાલ દલપતરામ (૧૧-૮-૧૮૯૨, ~): નિબંધલેખક,
જન્મ વિજાપુરમાં. માધ્યમિક શિક્ષણ લીધા પછી ન્યાયખાતામાં નોકરી.
એમની પાસેથી પ્રાસ્તાવિક બોધ' (૧૮૯૨), 'છૂપી પોલી' (૧૮૯૩), 'દુનિયાની બાલ્યાવરથા' (૧૮૯૬), ‘અંગ્રેજી લેટર રાઈટર’ (૧૮૯૮) ‘એક ઘેડાની આત્મકથા (૧૯૩૧) વગેરે પુર-તકો મળ્યાં છે.
નિ.વા. પટેલ મણિલાલ દોલતરામ પટેલ મણિલાલ દોલતરામ : ‘સંગીત ગરબાવલી' (૧૮૯૯) તવા ગુજરાતી-ઇલીશ ડિકશનરી' (૧૯૮૧)ના કર્તા.
નિ.વા. પટેલ મણિલાલ શિવલાલ : કન્યાવિક્રયની રૂઢિનાં અનિષ્ટ વર્ણવતી પદ્યકૃતિ “કળિયુગને કેર યાને જમાનાના ફેરફાર' (૧૯૨૧)ના કર્તા.
નિ.વા.
નિ.વા.
પટેલ મણિભાઈ આર. : વાર્તાસંગ્રહ “ધરતીનાં અમી' (૧૯૬૦)ના કર્તા.
નિ.વા. પટેલ મણિભાઈ મગનલાલ, ‘પરાજિત પટેલ' (૩૦-૯-૧૯૪૦) : નવલકથાકાર, નાટયલેખક. જન્મ વતન સાબરકાંઠા જિલ્લાના સેનાસણમાં. ૧૯૫૮ માં મૅટ્રિક. ૧૯૭૫ માં ગુજરાતી મુખ્ય વિષય સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૭૮ માં એમ.એ. સત્તાવીસ વર્ષથી શાળામાં શિક્ષક.
એમની ‘જોબનગંગા’ (૧૯૬૪), ‘ગુલાબશય્યા' (૧૯૬૫), ‘માઝમ રાતના મેળા’ (૧૯૬૬), ‘વખનાં વલેણાં' (૧૯૬૭), ‘પ્રલયઝંઝા' (૧૯૬૭), 'ફૂલો ઢોલિયે ફાગણ બેઠો' (૧૯૭૩), ‘હોઠ હસે ત્યાં ફાગણ' (૧૯૭૫), ‘કાંટો વાગ્યે મારા કાળજે' (૧૯૭૮), ‘સૂની સેજ સજાવ સાજન' (૧૯૮૪) વગેરે ત્રીસેક સામાજિક નવલકથાઓ પ્રગટ થઈ છે. ઊજળી દુનિયાની કેડી તરફ (૧૯૭૩), ‘ઊગી અમરતવેલ
પટેલ મણિલાલ હરિદાસ (૯-૧૧-૧૯૪૯): કવિ, નિબંધકાર, નવલકથાકાર, વિવેચક. જન્મ લુણાવાડા તાલુકાના મોટાપલ્લામાં. ૧૯૬૭માં એસ.એસ.સી. ૧૯૭૧ માં ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૭૩માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૭૯ માં “અર્વાચીન કવિતામાં પ્રણયનિરૂપણ' વિષય પર પીએચ.ડી. ૧૯૭૩ થી ૧૯૮૭ સુધી આર્સ-કોમર્સ કોલેજ, ઈડરમાં ગુજરાતીનું અધ્યાપન. ૧૯૮૭થી સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગ સાથે સંલગ્ન.
એમના ‘પદ્મા વિનાના દેશમાં' (૧૯૮૩) અને ‘સાતમી ઋતુ' (૧૯૮૮) નામક કાવ્યસંગ્રહોમાં ઈડરના સ્થળવિશેષના આગવી અસબાબથી અને ઇન્દ્રિયવેદ્ય કલ્પનપ્રભાવથી બંધાતું કવિતાનું પત આધુનિક પરંપરાને અનુસંધિત રાખીને ચાલે છે. ‘તરસઘર' (૧૯૭૪), ‘ઘેરો' (૧૯૮૪) અને ‘કિલ્લો' (૧૯૮૬) નામક એમની નવલકથાઓમાં કથાનક અને ભાષા પરત્વેનો કસબ આસ્વાદ્ય છે. અરણ્યમાં આકાશ ઢોળાય છે' (૧૯૮૫) એમનો લલિતનિબંધાના સંગ્રહ છે; એમાં અંગત આપવીતી કયાંક સંવેદ્ય બની શકી છે. ‘કવિતાનું શિક્ષણ' (અન્ય સાથે, ૧૯૭૯) અને “જીવનકથા' (૧૯૮૬) એમના વિવેચનગ્રંથ છે.
ચ.ટા. પટેલ મથુરદાસ મોહનલાલ : ‘કૃપણ ભજનાવલી' (૧૯૬૪)ના કર્તા.
નિ.વો. પટેલ મથુરભાઈ કાળિદાસ : ‘આનંદલક્ષ્મી’ અને ‘ઘરસંસાર'ના
કર્તા.
નિ..
૩૧૨: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org