________________
પટેલ મગનભાઈ -પટેલ મગનભાઈ વલ્લભભાઈ
(ઓફિસ પ્રતિ-સૌનેટ)ના એકાદ-બે મહત્વના પહેલાઓને વાડી લેવાને લેખકને પ્રયત્ન છે. ભારતીય ટુંકીવાર્તા' એમનું વિશિષ્ટ વિવેચનાત્મક પુસ્તક છે. ભારતની ચૌદ વિવિધ ભાષામાં લખાયેલી ટૂંકીવાર્તાઓના અહીં એમણે રસાસ્વાદ કરાવ્યા છે. એમનું વલણ અહીં પણ, અલબત્ત, તુલનાત્મક છે.
એમણે કરેલાં સંપાદનમાં મુખ્યત્વે ‘અસમિયા ગુજરાતી કવિતા” (૧૯૮૫) તથા ગુજરાતી સાહિત્યનો આઠમે દાયકો' (૧૯૮૨). ઉલ્લેખનીય છે.
એમણ વિનાયક આઠવલે કૃત ‘વિષ્ણુ દિગમ્બર ('t૯૬૭), ગોપાલગિકૃત ‘ગુરુનાનક' (૧૯૬૯), મહેશર નેગન ‘શંકરદેવ' (૧૯૭૮), જીવનાનંદકૃત કાવ્યસંગ્રહ ‘વનલતાન’ (૧૯૭૬), સુનીલ ગંગાપધ્યાયકૃત નવલકથા ‘સ્વર્ગની નીચે મનુષ્ય'(૧૯૭૭), બુદ્ધદેવ બસુકૃત નાટક ‘તપસ્વી અને તરંગિણી' (૧૯૮૨), સુકુમાર સેન લિખિત ‘બંગાળી સાહિત્યના ઇતિહાસની રૂપરેખા' (૧૯૮૨) વગેરે અનુવાદો આપ્યા છે. આ ઉપરાંત એમણે રધુવીર ચૌધરીના સહયોગમાં ઉમાશંકર જોષીના કાવ્યસંગ્રહા ‘પ્રાચીના' (૧૯૬૮) અને ‘નિશીથ' (૧૯૬૮) ના હિન્દી અનુવાદ કર્યા છે; તા હિદી કવિ સુમિત્રાનંદન પંતના કાવ્યસંગ્રહ ‘ચિદમ્બર (૧૯૬૯)ને ગુજરાતીમાં અનુવાદ આપ્યો છે. નગીનદાસ પારેખ તથા અન્ય અનુવાદકોના સહયોગથી એમણ રવીન્દ્રનાથ ઠાકુરકૃત ‘ગીત પંચશતી' (૧૯૭૮)ને ગુજરાતીમાં ઉતારી છે. એમના મોટા ભાગના અનુવાદો એકંદરે પ્રવાહી, સુરેખ અને આસ્વાદ્ય છે.
પટેલ મગનભાઈ જોઈતારામ (૧૦૬-૧૯૨૩) : ચરિત્રકાર, સંપાદક. જન્મ મહેસાણા જિલ્લાના પઢારપુરામાં. ૧૯૫ર માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી સમાજવિદ્યાવિશારદ અને ૧૯૬૭માં ત્યાંથી જસમાજવિદ્યાપારંગત. ૧૯૫૨ થી ૧૯૫૪ સુધી દેથલીમાં બુનિયાદી શાળાના આચાર્ય. ૧૯૫૫ થી ૧૯૬૦ સુધી રવિશંકર મહારાજ સાથે ભૂદાન-પદયાત્રામાં અંગત મંત્રી તરીકે. ૧૯૬૦થી ગૂજરાત વિદ્યાપીઠમાં ગાંધીવિચાર અને ધર્માના અધ્યાપક,
એમણ ‘અમેરિકાના ગાંધી : માર્ટિન લ્યુથર કિંગ' (૧૯૪૪), ‘ઉત્કલમણિ ગાપબંધુદાસ' (૧૯૭૭), ‘દાદાની છાયામાં' (૧૯૮૬) જવાં ચરિત્રો આપ્યાં છે. આ ઉપરાંત “યુગ પલટાય છે' (૧૯૫૭), ‘પદયાત્રાની પ્રસાદી' (૧૯૫૯), ‘અનુભવનાં મોતી' (૧૯૬૨), ‘દાદાની સંજીવની' (૧૯૮૩), ‘રતીના દાદા' (૧૯૮૩) વગેરે એમના સંપાદિત ગ્રંથ છે.
પટેલ મગનભાઈ નાથાભાઈ : ‘ચંદ્રગુ' નાટકનાં ગાયના' (૧૮૯૭) -- કતાં.
પટેલ મગનભાઈ, ‘અનાથભારત': ‘જયાને આપઘાત' (૧૯૫૬) - કર્તા.
પટેલ મગનભાઈ ચતુરભાઈ (૧૮૭૬, ૧૬-૩ ૧૯૩): કવિ, નાટકકાર, નડિયાદમાં. ૧૮૯૮માં વિલ્સન કોલેજમાંથી બી.એ.
૯૦માં એલએલ.બી. ૧૯૦૧ માં વકીલાત માટે અમદાવાદનિવાસ. “જ્ઞાનમંજરી” માસિક એકાદ વર્ષ ચલાવ્યું.
‘કુસુમાંજલિ' (૧૯૦૯) કાવ્યસંગ્રહ ઉપરાંત મહારાણા પ્રતાપ પરનું ૩૬૨ કડીનું કાવ્ય “ક્ષત્રપાળ' (૧૯૦૯) પણ એમના નામે છે. એમણે ‘વૈદેહીવિકા' (૧૮૯૯) નામે નાટક પણ લખ્યું છે. આ રિાવાય “અભિજ્ઞાન શ કુલ” (ભાષાંતર, ૧૯૧૫), 'ભગવદ્ગીતા,
જ્યોતિ' (૧૯૨૭), ‘ઉપનિષદ જયોતિ'- ભા. ૧-૨ (૧૯૨૯) વગેરે પ્રકીર્ણ પુરતો પણ એમણે આપ્યાં છે.
પટેલ મગનભાઈ ભૂધરભાઈ, ઈકવેરારી', “નપૂન’, ‘જયોના', ‘નીલપદ્મ', ‘પતીલ', ‘યશાબાલા', “સ્નેહનાંદન, ‘હનયા' (૮-૮-૧૯૦૫, ૧૮-૩-૧૯૭૮): કવિ. જન્મ અંકલેશ્વરમાં. ત્યાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ. ૧૯૨૪માં મૅટ્રિક. રેવન્યુ તથા કેળવણી ખાતા સાથે સંલગ્ન. ૧૯૪૬થી ૧૯૪૮ સુધી ગુજરાત' દૈનિકની સાહિત્યવિભાગનું સંપાદન. વડોદરામાં અવસાન.
૧૯૩૧ માં પ્રસ્થાન'માં છપાયેલ ‘નર્મદાને' નામક પ્રથમ કાવ્યથી સર્જનનો આરંભ કરનાર કવિ ‘પરી’ ગાંધીયુગના હોવા છતાં તત્કાલીન સામાજિક તેમ જ રાજકીય પરિબળોથી અલિપ્ત રહી, બાલાશંકર, મણિલાલ અને કલાપીની પરંપરામાં પ્રણય અને પ્રકૃતિનું ચિંતનગર્ભ પણ વિષાદમુકત નિરૂપણ કરતી કૌતુકરાગી કવિતાના મસ્તરંગી કવિ છે. ફારસી શબ્દોની ભરમાર અને સંસ્કૃત વૃત્તોનો વિશિષ્ટ ઉપયોગ–એ, ગઝલ અને સેનેટ જેવાં કાવ્યસ્વરૂપોમાં સમાન્તર ગતિ કરનારા આ કવિની લાક્ષણિકતાઓ છે. ‘પ્રભાત નર્મદા' (૧૯૪૦) કાવ્યસંગ્રહમાં એમના આત્મલક્ષી પદ્યપ્રયોગ છે. બ. ક. ઠાકોર અને રા. વિ. પાઠક જેવા વિવેચકોનું ધ્યાન ખેંચનારા આ કવિ એમના વિરલ પદ્યપ્રયોગો અને શાલિની તથા સ્ત્રગ્ધરાનાં સુભગ છંદમિશ્રણ, શાર્દૂલવિક્રીડિતનું અભ્યરત છંદરૂપ, પિતાગ્રા, પ્રહણિી, ભ્રમરાવલી અને ભુજંગપ્રયાત જવા અલ્પખ્યાત છંદોના પ્રયોજનથી નોંધપાત્ર નીવડયા છે.
શચી અને ઇન્દ્ર માનેલ કથાના પ્રસાદ માટે જોઈતી ખાંડ મેળવતાં નારદે વેઠેલી હાડમારીનું ઉપહાસાત્મક નિરૂપણ કરતી કૃતિ વાસવકલેશપરિહાર' (૧૯૫૧) તેમ જ હિંદી ભાષામાં રચલાં ગઝલ, તરાના અને ખાયણાંને સંગ્રહ ‘નયી તઝ' (૧૯૫૩) પણ એમણે આપ્યાં છે. પટેલ મગનભાઈ વલ્લભભાઈ : સામાજિક નવલકથા પ્રમાહતી’ - ભા. ૧, ૨ (૧૯૨૭, ૧૯૨૮)ના કર્તા.
નિ.વા.
રચ.ટા.
પટેલ મગનભાઈ છગનભાઈ : પદ્યકૃતિ ‘ભકિદર્શન' (૧૯૬૭)ના
ઉતાં.
નિ.વ. પટેલ મગનભાઈ જેઠાભાઈ : ભવનસંગ્રહ ‘સ્વય ઝરણું યાન ભકિતવૃંદનો યથેચ્છવિહાર' (૧૯૩૨)ના કર્તા.
નિ.વા.
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૩૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org