________________
પટેલ છોટુ – પટેલ જશભાઈ કાશીભાઈ
પટેલ છોટુ: પદ્યકૃતિ “શ્રી મનમોહન ભજનાવલી' (અન્ય સાથે, ૧૯૧૯)ના કનાં.
પટેલ છોટુભાઈ : વાર્તાસંગ્રહ 'કંકુનાં પગલાં' (૧૯૫૭) અને ‘દાદીમા ની વાતા' (૧૯૭૭) તથા ત્રિઅંકી નાટક ‘દિન પલટી પલટી ઘડી'ના કર્તા.
નિ.વે. પટેલ જગદીશ આર., નાકર': વાર્તાસંગ્રહ ‘કાના વાંકે' (૧૯૮૧)
ત્યા નવલકથાઓ ‘સુયોગ એક વિયોગનો', 'નીલમણિ' (૧૯૭૬), યૌવનધારા’ અને ‘લાઈન'ના કર્તા.
નિ.વા. પટેલ જયવદન મૂળજીભાઈ (૧-૩-૧૯૨૬) : વાર્તાકાર, નવલકથાકાર. જન્મ સાબરકાંઠાના સલાટપુર ગામમાં. ૧૯૪રમાં એ.એસ.સી. વ્યવસાય પત્રકાર, કટારલેખક. ‘શ્રી' સાપ્તાહિકના, તંત્રી.
એમની પાસેથી માનવહંયાનાં ભાવસંવેદનાને ઋજતાથી આલેખતી વાર્તાઓના સંગ્રહ ‘લાગણીનાં ફૂલ' (૧૯૬૦), ‘વMવન' (૧૯૭૨), ‘લાગણીનું ઘર' (૧૯૭૪), ‘અંતરંગ’ (૧૯૭૫), 'ઝાકળઝંઝા'- ભા. ૧, ૨, ૩ (૧૯૭૬, ૧૯૮૩, ૧૯૮૪)
અને 'ગ્રામલે ક' (૧૯૮૫) તથા નવલકથા ‘હતના ના હાય હાટ' (૧૯૬૫) મળ્યાં છે.
નિ.વી. પટેલ જયંત પુરુત્તમ (૨૮-'૧૨ ૧૯૩૬) : વિવેચક, સંપાદક,
અનુવાદક. જન્મ ખેડા જિલ્લાના પી1 ગામમાં. ૧૯૧૩માં . રાતી સંસ્કૃત વિષયો સાથે ગુજરાત યુનિવરિટીમાંથી બી.એ. ૧૯૫૯માં એમ.એ. ૧૯૬૯ માં પીએચ.ડી. ૧૯૫૯ થી ૧૯૭૧ રાધી એમ. ટી. બી. આર્ટ્સ કોલેજ, સુરતમાં વ્યાખ્યાતા. ૧૯૭૧ થી ધંધાર્થે યુ.એસ.એ.માં વસવાટ.
' એમણે ‘કાકા કાલેલકર : નિબંધકાર અને ગદ્યકાર' (૧૯૬૮) તથા ‘કાકા કાલેલકર : જીવન અને સાહિત્ય' એ પુસ્તકોમાં કાકા સાહબ કાલેલકરનું વ્યકિતત્વ, તેમની સાહિત્યવિચારણા તથા કલામીમાંસાની વિશિષ્ટતાઓ તથા મર્યાદાઓનું નિરૂપણ કર્યું છે.
સાહિત્યસ્વરૂપ' (અન્ય સાથે, ૧૯૬૬)માં નવલકથા, નાટક, નવલિકા, નિબંધ, જીવનચરિત્ર તથા આત્મચરિત્રની સ્વરૂપચર્ચા છે. ‘ઉપાયન' (અન્ય સાથે) એમનો વિપણુપ્રસાદ ત્રિવેદીની ષષ્ઠિપૂર્તિ નિમિત્તે સંપાદિત કરેલ ગ્રંથ છે. ‘અભિમન્યુ આખ્યાન', ‘વાગ વિવેક’ અને ‘મેઘાણી : જીવન અને સાહિત્ય' એમનાં સહસંપાદિત પુસ્તકો છે. ‘ઑથલો' (૧૯૬૧), ‘એઝ યુ લાઈક ઈટ’ (૧૯૬૪), ‘મૅકબેથ(૧૯૬૩) અને ‘વનિસના વેપારી' (૧૯૬૨) એમના શેકસપિયરનાં નાટકોના મુકત ગુજરાતી ગદ્યાનુવાદ છે.
નિ.. પટેલ જયંતીરામ રામભાઈ (૧૬-૬-૧૯૩૨) : નાટવકાર. જન્મ
ખેડા જિલ્લાના કનીજમાં.૧૯૧૧માં એસ.એસ.સી. ગુજરાત યુનિ
વર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક. હ. કા. આર્ટ્સ કોલેજના. ના વિભાગમાં ખંડસમયના વ્યાખ્યાતા. ૧૯૬૭થી રોજગાર અધિકારી. રંગભૂમિક્ષેત્રે નાટયદિગ્દર્શન તેમ જ અભિનય. દૂરદર્શન ક્ષેત્રે સક્રિય.
એમણે તેર પુરપત્રો અને બે સ્ત્રીપાત્રા ધરાવતું, દસ દૃશ્યોમાં વહેંચાયેલું ત્રિઅંકી નાટક ‘લાડી, વાડી ને ગાડી' (૧૯૬૮) આપ્યું છે. ગ્રામપરિવેશના આ નાટકમાં લોકબોલીને વિનિયોગ નાધિક્ષમ રીતે થયો છે. નાટકનું કથાનક અંશત: યુજિન ઓનિલના નાટક ‘ડિઝાયર અન્ડર ધ એડમ્સ’ની સમાંતરે ચાલે છે.
પ.ના. પટેલ જયંતીલાલ કાલિદાસ, ‘રંગલ' (૨૪-૫-૧૯૨૪) : નાટયકાર,
વ્યંગચિત્રકાર. જન્મ અમદાવાદમાં. ગુજરાત કોલેજમાંથી ૧૯૪૮ -માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૮૧ માં ભારતીય વિદ્યાભવનમાંથી “નાટયોગ’ પર પીએચ.ડી. નાટક માટે ઘર છોડેલું. શરૂમાં એલિસબ્રિજ આરોગ્ય સમિતિમાં રંગમંડળની કામગીરી. નાટકના સ્વરૂપમાં ભવાઈને અદ્યતન રૂપ આપવાના પ્રયત્ન. ફિલ્મ-ઉદ્યોગ ક્ષેત્રે પ્રવેશ અને પછી મિનરલ્સના વેપાર. વ્યંગચિત્રાના શોખીન.
‘નેતા અભિનેતા' (૧૯૬૧) ભવાઈનાં સ્વરૂપગત લક્ષણાન વિનિયોગ દ્વારા રાજકીય-સામાજિક કટાક્ષોની અભિવ્યકિત કરવું એમનું ત્રિઅંકી પ્રહસન છે. ‘
કાનની કથા' (૧૯૬૧) અને ‘ભવાઈ' એમની પરિચયપુસ્તિકાઓ છે. 'રંગલાની રામલીલા | (૧૯૮૪) “અખંડ આનંદ'માં પ્રકાશિત એમના લેખોના સંગ્રહ છે.
૫.ના. પટેલ જયંતીલાલ ઓ. : “મુનિભગત પ્રેમપ્રસાદી' (૧૯૮૨)નાં કર્તા.
નિ.વા. પટેલ જરબાઈ એદલજી : નવલકથા 'ફિરાકમહાલ યાને દાલત (૧૯૧૩)નાં કર્તા.
નિ.વા. પટેલ જશભાઈ કાશીભાઈ, ‘મંગલ' (૨-૩ ૧૯૨૧, ૧૨-૭-૧૯૭૭): કવિ. જન્મ ખેડા જિલ્લાના પેટલાદ તાલુકાના રjણાવમાં. ૧૯૩૭માં મૅટ્રિક થઈ વડોદરા કૉલેજમાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે ૧૯૪૧માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૪૪માં એમ.એ. ૧૯૪૭થી વી. પી. કોલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૫૯થી સરદાર પટેલ યુનિવર્સિટીમાં અનુસ્નાતક વિભાગમાં ગુજરાતીના રીડર અને ૧૯૭૭માં પ્રોફેસર.
‘પ્રત્યુષ' (૧૯૫૦) અને 'પૂર્વાહ્ન' (૧૯૬૪) એમના કાવ્યસંગ્રહો છે. એમનાં પ્રગટ-અપ્રગટ કાવ્યોમાંથી ચયન-સંપાદન કરી તૈયાર કરેલા મરણોત્તર કાવ્યસંગ્રહ ‘માધ્યદિની'માં ‘કારેશ્વર', વાત્રકકાંઠે સંધ્યા', ‘આજે જયારે” જેવાં સુદી છંદોબદ્ધ કાવ્યો તેમ જ પ્રાર્થના’, ‘હૈયાફૂટી’, ‘વૃંદાવન’ જેવી લધુકાવ્ય-રચનાઓ કવિની સર્જકતાના ચમકારા બતાવે છે.
જેનકવિ ઉદયરત્ન વિરચિત ‘સ્થૂલિભદ્ર-નવરસ' (૧૯૫૧), કવિ મંગલકૃત ‘જાલંધરાખ્યાન’ અને ‘પરીક્ષિતાખ્યાન' (૧૯૫૬) તથા
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૨૯૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org