________________
નાનચંદ નારણચંદ-નાયક અમૃત કેશવ
નાનાભાઈ ભટ્ટ : જ, ભટ્ટ નૃસિંહપ્રરકાર કાળિદાસ. નાનાલાલ પીતામ્બરદાસ : પદ્યકૃતિ 'ભારતકીતિ' (૧૯૨૨)ના કર્તા.
એમના મરણોત્તર પ્રકાશિત કાવ્યસંગ્રહ 'ધૂપદાન’(૧૯૬૪)માં ૧૪ ગઝલ, ૧૦૯ તાહિરી રુબાઈઓ અને ૧૨ ગામી રુબાઈઓ સંગ્રહાઈ છે. ફારસી સાથે શુદ્ધ તત્સમ શબ્દ પ્રયોજતી કવિતામાં કવિની સૂફીવાદી દૃષ્ટિનું સ્વચ્છ દર્શન થાય છે.
નિ.વા. નાનચંદ નારણચંદ : પદ્યકૃતિ ‘અદલ ઈન્સાફ - હરકોરબાઈનો રાડો' (૧૮૭૧)ના કર્તા.
નાનચંદ્ર: પદ્યકૃતિ ‘ચિત્તવિનાદ' (૧૯૫૮) કતાં.
નાનજી અરજણ : ધરાર થઈ બલા પટેલનાં લક્ષણા નિરૂપતી પદ્યકૃતિ ધરાહર પટેલ અને ન્યાયને નમૂના(૧૯૨૩) ના કર્તા.
નાન્દી તપસ્વી શંભુચન્દ્ર (૨૨-૯-૧૯૩૩) : ગદ્યલેખક, રાંશાધક,
સંપાદક. જન્મસ્થળ ખેડા. વતન પાટણ. ૧૯૪૯માં મૅટ્રિક. ૧૯૫૩ માં બી.એ. ૧૯૫૫માં પીએચ.ડી. ભાષાસાહિત્ય ભવન, અમદાવાદમાં સંસ્કૃતના રીડર.
એમણે આલોચનાત્મક ઇતિહાસ ‘સંસકૃત નાટકોના પરિચય (૧૯૭૯), સંસ્કૃત સાહિત્યને ઉદ્ગમ વિકાસ આદિનો આલોચના
ત્મક અને તુલનાત્મક પરિચય આપનું ભારતીય સાહિત્યશાસ્ત્રની વિચારપરંપરાઓ' (૧૯૮૪) અને ભારતીય નાટયશાસ્ત્રની વિચારપરંપરાઓ' (૧૯૮૪) પુસ્તકો આપ્યાં છે. આ ઉપરાંત ભારતનું નાટયશાસ્ત્ર અધ્યાય ૬' (૧૯૭૯)નો ‘અભિનવ ભારતી’ સાથે એમણે અનુવાદ (૧૯૭૯) કર્યો છે. એમનાં ‘ધ્વન્યાલોક-લોગન’ (૧૯૭૩) અને ‘જયદેવ' (૧૯૭૬) પુસ્તકો પણ ઉલ્લેખનીય છે. એમણ કાવ્યપ્રકાશની ટીકાઓનાં સંશોધન સંપાદન અંગ્રેજીમાં પણ કર્યા છે.
પા.માં. નામદેવ: લઘુનવલ ‘વત્તાઓછા' (૧૯૮૪)ના કતાં.
નાક મૂળજી : ત્રિઅંકી નાટક ‘અમરસિંહ રાઠાડ' (અન્ય સાથે,
૧૮૮૮)ના કર્તા.
નાનજી રૂડા : પદ્યકૃતિ “રામરત્નમાલા' (૧૯૩૪)ના કતાં.
નામરૂપ (૧૯૮૧): અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના ચરિત્રનિબંધોના સંગ્રહ. ચેતનાના ભિન્નભિન્ન સ્તરે જીવતા અનેક માનવીઓ લેખકના જીવનમાં આવ્યા અને ગયા એમની, સ્મૃતિને અહીં શબ્દબદ્ધ કરી છે. ભાષાની મર્યાદાઓ અને વિશેષતાઓથી લેખક રામાન છે, તેથી વીસેક જેટલાં ચરિત્રલેખનમાં બાબુ વીજળી' કે “રહીમચાચા' જેવાં ચરિત્ર સ્મરણીય બન્યાં છે.
ચં.ટો.
નાનજીઆણી કરમઅલી રહીમઅલી (૧૮૫૫) : નિબંધકાર. મુંબઈની વડગાદી પાસેની ગામઠી શાળામાં કેળવણી. બે વર્ષ મસ્જિદમાં ધાર્મિક કેળવણી. ઍલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાંથી મૅટિક, ૧૮૭૯માં બી.એ. ૧૮૮૦માં આફ્રેડ હાઈસ્કૂલમાં શિક્ષક. બે વર્ષ પછી ઍલ્ફિરટન હાઈસ્કૂલમાં પશિયનના સહાયક શિક્ષક. ૧૮૮૫માં ઉર્દૂ ડેપ્યુટી તરીકે અમદાવાદમાં. એ પછી પંચમહાલમાં. પછી કરછમાં એજયુકેશનલ ઈન્સ્પેકટર,
એમણે “નિબંધ કરમાળા’ (સમુદાય ૧લો)માં ‘મિત્રતા', 'સ્વાર્થ' અને ‘ભુમ પ્રકાશ” એમ ત્રણ નિબંધો તેમ જ નિબંધ કરમાળા’ (સમુદાય ૨ જો)માં “સૌને વહાલું શું?’, ‘ભજન ભેમિયો' અને ઊંઘની કૂંચી’ એમ અન્ય ત્રણ નિબંધો આપ્યા છે. આ ઉપરાંત એમના નામે દુનિયાદર્પણ', 'ફારસી અંગ્રેજી ગુજરાતી તથા હિંદુરસ્તાની કહેવતોને મુકાબલો” જેવાં પુસ્તકો પણ છે.
.ટી. નાનજીઆણી સુદિના (૧૮૩૭): નિબંધકાર. જન્મ કચ્છના કેરા ગામે. તેર વર્ષની ઉંમરે ગામઠી કેળવણી પૂરી કરી વડીલના મુંબઈ –જંગબારથળે ચાલતા વહીવટમાં જોડાઈ હિસાબી જ્ઞાન મેળવ્યું. ભારાપર નામના ગામના સૈયદ પાસેથી ફારસીને અભ્યાસ. ચીનનાં પીનાંગ, હોંગકોંગ, કંતાન, મકાઉ શહેરોમાં પ્રવાસ. ૧૮૭૭માં કરછના આસિસ્ટન્ટ રેવન્યુ કમિશનરના હોદ્દા પર.
‘રમુખ સન્માર્ગનાં છત્રીસ પ્રક્રણોમાં કરેલી રસુખમીમાંસામાં ગદ્ય પ્રમાણમાં અસરકારક છે. “ધર્મની માન્યતા’ અને ‘ખજાગૃત્તાંત પુસ્તકો પણ એમના નામે છે.
ચં.ટી. નાનબાઈ : પદ્યકૃતિ ‘ભજન સુધારસ” -ભા. ૧ (૧૯૨૬)નાં કર્તા.
૨.ર.દ.
નામાવટી હસનઅલી કરમાલી (૩-૧૧-૧૯૦૧) : જન્મ ધારાબંદર (સૌરાષ્ટ્ર)માં. પ્રાથમિક શિક્ષણ ધારણ ત્રણ, રોહીસા અને વડલી સદીની (સૌરાષ્ટ્ર)માં. મુંબઈની ઈસ્માઈલી જનરલ હોસ્પિટલમાં નામાવટી.
એમણે કાવ્યો અને વાર્તાઓનો સંગ્રહ 'નવરંગ' (૧૯૪૪) આપ્યો છે.
નાયક અમૃત કેશવ, “શિવશંભુ શર્માને ચિકો' (૧૮૭૭, ૨૯-૬-૧૯૦૬) : નાટકકાર, નવલકથાકાર. જન્મ અમદાવાદમાં. વિદ્યાભ્યાસ ચાર ધોરણ સુધી. બે ધોરણ ઉદૂનાં. ૧૮૮૮માં
અગિયાર વર્ષની વયે આફ્રેડ નાટક મંડળીમાં નજીવનનો પ્રારંભ. પછીથી નવી આફ્રેડ નાટક મંડળીમાં દિગ્દર્શક, શેકસપિયરનાં નાટકોને હિંદી રંગમંચ પર ઉભાષામાં ઉતારવાની પરંપરાની પહેલ કરનાર, ધંધાદારી રંગભૂમિના ગીતલેખક. સંગીતવિશારદ.
એમના ગ્રંથોમાં ‘ભારતદુર્દશા નાટક' (૧૯૦૯) અને નવલકથા એમ.એ. બનાકે કયું મેરી મિટ્ટી ખરાબ કી' (૧૯૦૮) પ્રસિદ્ધ છે.
૨૮૨: ગુજરાતી સાહિત્યકોશ -૨ Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org