________________
દેસાઈ લાલભાઈ કહાનભાઈ દેસાઈ શંભુપ્રસાદ હરપ્રસાદ
એમનાં મૌલિક પુસ્તકો છે. ‘સુન્દરવન' (૧૯૬૯) અને 'દીપમાળા’ (૧૯૭૯) એ વિશ્વસાહિત્ય અને જગતના ઇતિહાસમાંથી સંચિત કરેલા ઉત્તમ વિચારો અને પ્રેરક પ્રસંગેનાં સંક્લન છે. પ્રેમપંથ'૧-૧૦ એ ગાંધીજીવનવિષયક પુસ્તિકાકોણી છે. આ બાપયોગી સંકલનમાં ગાંધીજીના મૂળ ગ્રંથેની ભાષા લગભગ જળવાયેલી છે. ‘તંત્રકથા' (૧૯૩૮) “પંચતંત્રને સંક્ષેપ છે. તે ‘નિવેદન’ ‘ટ્રિબ્યુટ’નું એમણે કરેલું ગુજરાતી ભાષાંતર છે. આ સિવાય ગાંધીજીના અનેક પત્રો, ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ તેમ જ 'મહાદેવભાઈની ડાયરી'-૧ નાં અંગ્રેજી ભાષાંતર પણ એમણે કર્યા છે.
ક...
દેસાઈ વિઘુ તરાવ યશવંતપ્રસાદ : ઉમિલ શૈલીએ લખાયેલી વડીલ સ્વજન વિઠ્ઠલરાય મહીપતરાય મહેતાનાં સંસ્મરણા આપતી પુસ્તિકા તર્પણ' (૧૯૪૪) તથા નાટયકૃતિ ‘શાનપ્રભાવ' (૧૯૫૨)
-ના કર્તા.
કૌ..
દેસાઈ લાલભાઈ કહાનભાઈ : નવલકથા ‘જીવનસુવાસ' (૧૯૫૨) -ના કર્તા.
કૌ.. દેસાઈ લાલભાઈ રણછોડજી : પદ્યકૃતિઓ ‘ઉગ્રગીતા’, ‘ગપાળગીતા', 'પ્રહલાદનું ચરિત્ર' તથા 'યોગવસિષ્ઠ અને “આત્મજ્ઞાન પદસંગ્રહના કર્તા.
ક.બ્ર. દેસાઈ વનમાળા મહેન્દ્ર (૨૦-૯-૧૯૨૨): ચરિત્રકાર, જન્મસ્થળ
અમદાવાદ, ગાંધીજીના સાથી નરહરિ પરીખનાં પુત્રી. પ્રાથમિક શિક્ષણ કોઈ શાળામાં નહિ. ૧૯૩૫માં ગૂજરાત વિદ્યાપીઠમાં ૮મા ધોરણમાં સીધે પ્રવેશ. ૧૯૩૮ માં વિનીત. વિનીત થયા પછી દહેરાદૂનના કન્યા ગુરુકુળમાં દાખલ થયાં, પણ ત્યાં ન ફાવતાં પાછાં ફર્યા. આશ્રમમાં જ ગુજરાતી-ઉર્દૂને અભ્યાસ. ‘અમારાં બા’ (૧૯૪૧) અને ‘નરહરિભાઈ' (૧૯૭૭) જેવાં સંનિષ્ઠ જીવનચરિત્ર આપવા ઉપરાંત એમણે ‘રાજેન્દ્રબાબુની આત્મકથા'ને સંક્ષેપ (૧૯૬૨) પણ આપ્યો છે. એમના નામ પર ‘બાળઉછેરની બાળપોથી' (૧૯૭૭) અને ગાંધીજીના આશ્રમા (૧૯૭૯) જેવી પરિચયપુસ્તિકાઓ પણ છે.
ચં.ટો. દેસાઈ વસંત એલ. : જલારામના ચરિત્રને પદ્યમાં રજૂ કરતી કુતિ ‘લાખ્યાન' (૧૯૬૧)ને કર્તા.
ક.બ્ર. દેસાઈ વસંતરાય હરશય : કથાત્મક ગદ્યકૃતિ વિલયાને પ્યારની પૂતળી' (૧૯૩૦)ના કર્તા.
ક.બ્ર. દેસાઈ વંદના યદુનંદન/મહેતા વંદના નરેન્દ્ર (૧-૨-૧૯૩૮): ૧૯૬૩માં ગુજરાતી અને સંસ્કૃત વિષોમાં એમ.એ. ૧૯૬૪માં બી.ઍડ. ૧૯૬૧માં શેઠ એમ. એ. હાઈસ્કૂલ, મુંબઈમાં શિક્ષિકા. પછી ત્યાં જ સુપરવાઈઝર.
કવિ નર્મદના વ્યકિતત્વને તેમ જ તેમના વાડ્મયને અલપઝલ૫ પરિચય કરાવતી પુસ્તિકા ‘અર્વાચીને અગ્રણી નર્મદ' એમની પાસેથી મળી છે.
કૌ.બ્ર. દેસાઈ વાલજી ગેવિદજી (૪-૧૦-૧૮૮૨, ૨૨-૧૨-૧૯૮૨): ગદ્યલેખક, સંકલનકર્તા. જન્મ જેતપુર (સૌરાષ્ટ્ર)માં. પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ જેતપુર, રાજકોટ અને વાંકાનેરમાં. ૧૯૧૩માં ઍલ્ફિન્સ્ટન કૉલેજ, મુંબઈથી બી.એ. ગાંધીશાસનને દૃઢમૂલ કરે તેવું ઉપયોગી સાહિત્ય આપનાર, ગાંધીજીના સાથીદાર. ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપક. વિશાળ વાચન ને લોકસંગ્રહની દૃષ્ટિએ સાદી, સરળ, તળપદી પણ અર્થવાહક શૈલીએ સારોદ્ધરણ, ચયન ને સંકલન એમના સાહિત્યપ્રદાનનું મુખ્ય અંગ છે, ‘આરોગ્યમંજરી’, ‘ઈશુચરિત', ‘કથાકુસુમાંજલિ', “ગોરક્ષા કલ્પતરુ', દ્રૌપદીનાં ચીર’, ‘બુદ્ધ ચરિત્રામૃત', 'શ્રીરામકથા’, ‘વિશ્વસંહિતા’, ‘સજી લે શુંગાર’ વગેરે
દેસાઈ વિષ્ણુપ્રસાદ યંબકરાય : કાવ્યસંગ્રહ 'રાસતરંગ'- ભા. ૧ (૧૯૩૪)ના કર્તા.
નિ.વા. દેસાઈ વૃજરાય મુકુન્દરાય (૨૯-૧-૧૯૦૪, ૧૩-૮-'૧૯૭૮) : વિવેચક. ૧૯૨૫માં અંગ્રેજી સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૨૮માં અંગ્રેજી-ગુજરાતી વિષમાં એમ.એ. ૧૯૩૩થી ૧૯૬૫ સુધી એમ. ટી. બી. કોલેજમાં અંગ્રેજીનું અધ્યાપન. ત્યાંથી જ નિવૃત્ત.
એમણે ‘સગાળશા આખ્યાન' (૧૯૩૪)નું સંપાદન કર્યું છે. ‘ગદ્યરંગ” (કુંજવિહારી મહેતા સાથે, ૧૯૫૬) અને ‘ઉપાયન' (પ્રકા. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ષષ્ટિપૂર્તિ સન્માન સમિતિ, ૧૯૬૧) એમનાં સહસંપાદન છે.
એ.ટા. દેસાઈ વ્રજરાય વસંતરાય : પ્રણયકથા ‘પ્રમધલા દારાબ અથવા પ્રેમપરીક્ષા' (૧૮૯૬)ના કર્તા.
નિ.વા. દેસાઈ શંભુપ્રસાદ હરપ્રસાદ, પ્રભાસ', “આરિફ', ‘પરવશ’ (૬-૮-૧૯૦૮): વાર્તાકાર, નિબંધકાર. જન્મ જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં. ૧૯૨૬ માં મૅટ્રિક. ૧૯૩૦માં ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષય સાથે બી.એ. ૧૯૩૨ માં એલએલ.બી. ૧૯૩૦માં ‘લાકશકિત'ના ઉપતંત્રી. પછી વકીલાત.
એમના સાહિત્યપ્રદાનમાં ટૂંકીવાર્તાઓ, લેખ-નિબંધ તેમ જ ઇતિહાસવિષયક ગ્રંથને સમાવેશ થાય છે, જેમાં ‘જગદંબા અને બીજી વાર્તાઓ' (૧૯૫૭), “અંતરકૂવો અને બીજી વાર્તાઓ (૧૯૭૮), સૌરાષ્ટ્રના ઇતિહાસની વાર્તાઓ'- ભા. ૧, ૨ (૧૯૭૮, ૧૯૭૯), ‘કે. દેસાઈ હરપ્રસાદનું જીવનચરિત્ર' (૧૯૭૩), સૌરાષ્ટ્રનો ઇતિહાસ' (૧૯૫૭), 'પ્રભાસ અને સોમનાથ' (૧૯૬૫), જૂનાગઢ અને ગિરનાર' (૧૯૭૫) વગેરે પુસ્તકો ઉલ્લેખનીય છે.
હત્રિ.
૨૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education Interational
For Personal & Private Use Only
www.lainelibrary.org