________________
દવે નાથાલાલ ભાણજી – દવે પ્રફુલ્લ નંદશંકર
દવે નાથાલાલ ભાણજી, ‘રસલીન' (૩-૬-૧૯૧૨) : કવિ, વાર્તાકાર.
જન્મ ભાવનગર જિલ્લાના ભૂવા ગામમાં. ૧૯૩૪ માં બી.એ. ૧૯૩૬ માં ગુજરાતી-અંગ્રેજી વિષયોમાં મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. ૧૯૪૩માં બી.ટી, ભાવનગર, મોરબી, સેનગઢ વગેરે સ્થળે અનુક્રમે શિક્ષક અને આચાર્ય. ૧૯૫૬-૧૯૭૦ દરમિયાન શિક્ષણાધિકારી. પછી નિવૃત્ત.
એમણે પોતાના પહેલા જ કાવ્યસંગ્રહ 'કાલિદી' (૧૯૪૨)ની કોમલમધુર કવિતા દ્વારા ગુજરાતી સાહિત્યમાં સર્જક કવિ તરીકેનું
સ્થાન મેળવેલું. ‘જાનવી' (૧૯૬૧), અનુરાગ(૧૯૭૩) અને ‘પ્રિયાબિન' (૧૯૭૭) એમના મહત્ત્વના કાવ્યસંગ્રહો છે. આ કાવ્યોમાં કવિના ઋજ, સંવેદનશીલ ચિત્તતંત્ર પ્રકૃતિનાં અનેક ભાવચિત્ર આપ્યાં છે. અટપટા નહીં પણ સાદા ભાવો અને સરલ અભિવ્યકિત તરફ એમનું વલણ જોવાય છે. જૂની કવિતાના વારસા સાથે ગાંધીયુગીન કવિતાની છાયા એમાં ઝિલાઈ છે. સાંપ્રત રાજકીય-સામાજિક પરિબળોની અસરથી આ કવિતા અપૃષ્ઠ રહી શકી નથી. ‘ઉપદ્રવ' (૧૯૭૪) અને 'ઉપદ્રવ’-૨ (૧૯૭૯) નાં નર્મમર્મનાં હળવાં કટાક્ષકાવ્યો” તથા પ્રીતને ગુલાબી રંગ (૧૯૮૧)નાં મુગ્ધ પ્રણયનાં સરળ અને ઊર્મિપ્રધાન ગીતે નોંધપાત્ર છે. ‘સ્વાતંત્ર પ્રભાત' (૧૯૪૭), ‘જનતાને કં' (૧૯૫૨), ‘મહેનતનાં ગીત' (૧૯૫૨), 'ભૂદાનયજ્ઞ' (૧૯૫૯), ‘સેનાવરણી સીમ' (૧૯૭૫), ‘હાલ ભેરુ ગામડે' (૧૯૭૮), ભીની માટીની સુગંધ' (૧૯૮૧), ‘સીમ કરે છે સાદ' (૧૯૮૨) વગેરે કૃતિઓમાં શ્રમની મહત્તાનાં, ઋતુઓના વૈભવનાં અને ભૂમિદાન અંગેના કાવ્યો તથા પ્રાસંગિક રચનાઓ તેમ જ લેકઢાળામાં લખાયેલાં સુગેય ગીત છે. ‘મુખવાસ' (૧૯૮૩) એમને મુકતકસંગ્રહ છે. ‘ઊડતે માનવી' (૧૯૭૭), “શિખરોને પેલે પાર' (૧૯૭૭) તથા ‘મીઠી છે જિન્દગી' (૧૯૮૩) એમના વાર્તાસંગ્રહો છે. ‘નવું જીવતર (૧૯૪૪), ‘ભદ્રા' (૧૯૪૫) એમની સંવાદપ્રધાન રચનાઓ છે. “શ્રી અરવિંદ યોગદર્શન' (૧૯૪૧), ‘નરસિંહ મહેતા (૧૯૪૫), રુબાઈયત અને બીજાં કાવ્યો' (૧૯૪૫), ‘વેનવધર્મ (૧૯૪૬), ‘ચંદ્રગુપ્ત મૌર્ય' (૧૯૪૭) વગેરે એમનાં અન્ય પુસ્તકો છે.
* નિ.. દવે નાનુભાઈ ધીરજલાલ, પારિજાત', ‘રાજહંસ' (૬-૫-૧૯૮૫):
ચરિત્રકાર. જન્મ ઉમરેઠમાં. ૧૯૨૬ માં ઇતિહાસ-અર્થતંત્ર વિષયો સાથે બી.એ. સ્વરાજની લડતમાં સક્રિય. ૧૯૫૬ થી ૧૯૬૦ સુધી ‘ચિત્રભારતી' મુંબઈમાં જૈનરલ મેનેજર અને સેક્રેટરી. ૧૯૭૦થી અખંડ આનંદ'માં “સંચય અને સંકલન” વિભાગનું સંચાલન.
કર્ણના આભિજાત્યને દર્શાવતી નવલકથા ‘પાથર્યા પ્રકાશ જેણે (૧૯૬૬) ઉપરાંત એમણે “સ્વામી શ્રદ્ધાનંદ' (૧૯૬૬), ‘મા આનંદમયી' (૧૯૬૯), ‘પ્રેમાનંદ સ્વામી' (૧૯૭૦), ‘સ્વામી સહજાનંદની પ્રસંગકથાઓ' (૧૯૭૮), ‘આધાર વરસે અનરાધાર (૧૯૭૯), 'કથીરનાં કુંદન કર્યા' (૧૯૭૯) વગેરે જીવનચરિત્ર આપ્યાં છે.
સ્વરાજની લડતના તે દિવસે' (૧૯૬૩), ‘નગારખાનામાં તતૂડીને અવાજ' (૧૯૬૪), ‘પરદેશમાં ભારતીય સંસ્કૃતિ
(૧૯૬૪), ‘પાતાળે નાખ્યા પાયા' (૧૯૭૯), ‘હરિચરણની સુરસરિતાઓ' (૧૯૭૯), “સરોવર પરમહંસેનું' (૧૯૮૧), ‘આમ બાંધ્યાં તેરાણ' (૧૯૮૧), ‘પદ્મ કેરી પાંખડીઓ' (૧૯૮૧), 'કટારે ભર્યા ચંદન” (૧૯૮૧), ‘સૌનાં બા' (૧૯૮૨) વગેરે એમનાં પ્રકીર્ણ પુસ્તકો છે. એમણે અંગ્રેજીમાં પણ કેટલાંક પુસ્તકો લખ્યાં છે.
પ.માં. દવે નારાયણ ઝવેરલાલ : ભજનસંગ્રહ ‘નારાયણતરંગ અમરવેલીના કર્તા.
નિ.વા. દવે પિનાકિન નટવરલાલ (૧૦૬-૧૯૩૫): નવલકથાકાર, વાર્તાકાર. જન્મ ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે. ૧૯૫૧ માં મૅટ્રિક. ૧૯૫૭માં સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૫૯ માં સંસ્કૃત અને પ્રાકૃત વિષયોમાં એમ.એ. ૧૯૬૦માં એલએલ.બી. ૧૯૬૩માં મુંબઈ યુનિવર્સિટીમાંથી જૈન કવિ અને દાર્શનિક આચાર્ય સિદ્ધસેન દિવાકર પર પીએચ.ડી. ૧૯૬૩-૬૮ દરમિયાન ઈઝીકિવ૫ પ્રા. લિ. (બરશન વિભાગ)માં મૅનેજર. ૧૯૬૮ થી આજ સુધી વિવેકાનંદ આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં સંસ્કૃતના પ્રાધ્યાપક. ‘આનંદ’ સામયિકના એક સમયે સંપાદક,
સ્વસ્થ શૈલીમાં રુચિપૂર્ણ રીતે નવલકથાસ્વરૂપને ગંભીરતાથી પ્રયોજતા આ લેખકની કેટલીક કૃતિઓ નોંધપાત્ર છે. ‘વિશ્વજિત (૧૯૬૫)માં હહયો અને ભૃગુઓના દીર્ઘકાલીન સંઘર્ષની અને આર્યાવર્ત જીતીને વિશ્વજિત યજ્ઞની મહત્ત્વાકાંક્ષા પૂરી કરતા પરશુરામની પૌરાણિક કથા રસપ્રદ રીતે આલેખાયેલી છે. “વિવર્તી (૧૯૬૮) કોઢના રોગીની મને વૈજ્ઞાનિક લઘુનવલ છે. ‘આધાર’ (૧૯૬૪)માં નર્સની કથા છે. 'ઊર્ધ્વબાહુ' (૧૯૭૫)ના કેન્દ્રમાં મુંબઈ મહાનગરની એક ચાલ છે; તો ‘અનિકેત' (૧૯૭૬)માં ઘર ત્યજવા છતાં ભૂતકાળને વળગી રહેલા નાયકની કથા છે. આ ઉપરાંત એમણે “અનુબંધ' (૧૯૬૭), 'છાયા' (૧૯૭૨), ‘ત્રીજા સૂર’(૧૯૭૭), ‘અધિપુરુષ' (૧૯૭૮), 'પ્રલંબ પથ' (૧૯૭૯), ‘આંખ વિનાનું આકાશ' (૧૯૮૧), “મેહનિશા' (૧૯૮૧), ‘સાત લોકનું અંતર' (૧૯૮૨), ‘આ તીર પેલે તીર' (૧૯૮૩), ‘કાળવન' (૧૯૮૪) વગેરે નવલકથાઓ આપી છે. ‘તૃપ્તિ' (૧૯૬૯) અને ‘ડૂબતા અવાજો' (૧૯૭૭) એમના વાર્તાસંગ્રહો છે.
‘પૂર્વપક્ષ' (૧૯૭૮)માં સંસ્કૃત વિષયના લેખને સંગ્રહ છે, જેમાં અધ્યાપનનિમિત્તે બંધાયેલી ધારણાઓની અભિવ્યકિત છે. ‘નંદશંકર' (૧૯૭૯) ગુજરાતી ગ્રંથકાર શ્રેણીને અભ્યાસનિષ્ઠ મણકો છે. એમની કેટલીક નવલકથાઓના હિંદી અને તમિળ ભાષામાં અનુવાદ થયેલા છે.
ચં.ટો. દવે પ્રકલ નંદશંકર, ‘ઈવા ડેવ' (૫-૩-૧૯૩૧): વાર્તાકાર, નવલકથાકાર. જન્મસ્થળ વડોદર. વતન નડિયાદ (જિ. ખેડા). પ્રાથમિક-માધ્યમિક કેળવણી નડિયાદમાં. ૧૯૪૯માં મૅટ્રિક. ૧૯૫૩ માં બી.એ. ૧૯૫૫માં એમ.એ. ૧૯૫૭માં અમેરિકા જઈ વૉશિંગ્ટન યુનિવર્સિટીમાંથી એમ.એ. ઇન એજયુકેશન. ૧૯૬૩માં એ જ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૫૨-૫૬
૨૨૪: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education International
For Personal & Private Use Only
www.alinelibrary.org