________________
..દવે પ્રભાશંકર ઓઘડલાલ-દવે ભેગીલાલ:
શરૂઆતમાં સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયમાં કામ કર્યા બાદ થોડા. વખત પત્રકારત્વ ક્ષેત્રે કામગીરી બજાવી. ‘નવજીવન’માં જોડાયા. ત્યાંથી ત્રણ દાયકે નિવૃત્ત થઈ હલ નવજીવન પ્રકાશિત ‘લકજીવન’નું સંપાદન કાર્ય કરે છે. ૧૯૪૯ માં કુમારચન્દ્રક.
બાળપણમાં માણેલાં પ્રકૃતિસૌંદર્ય, દાદીમાનાં પ્રભાતિયાં તેમ જ લગ્નગીતનું શ્રવણ તથા ચિંતનાત્મક અને પ્રેરક સાહિત્યનું વાચન - આ બધાંએ એમના કવિવ્યકિતત્વને ઘડવામાં મહત્ત્વને ફાળા આપ્યો છે, તે એમની કવિતાના ઘડતરમાં બુધસભાએ તેમ જ કવિ વેણીભાઈ પુરોહિતની મૈત્રીએ પણ ફાળે આપ્યો છે. એમના કાવ્યસંગ્રહ ‘પરિક્રમા'(૧૯૫૫)માં પ્રકૃતિ, પ્રાગય અને ભકિતનાં કાવ્ય-ગીતા છે. પદ્યરૂની જેમ એમાં કાવ્યસ્વરૂપનું પણ વૈવિધ્ય છે. શિષ્ટ પ્રાસાદિક વાણી અને સાચકલી ભાવનુભૂતિ એમની કવિતાને નિર્ચાજ મને હારિના અર્પે છે. સૌંદર્યલક્ષિતા અને સૌંદર્યબાધ એ કવિધર્મનું આ કવિએ યથાર્થ પરિપાલન કર્યું છે. ‘સહવાસ' (૧૯૭૬)માં એમનાં કાવ્યોનું વેણીભાઈ પુરોહિતનાં કાવ્યો સાથે સુરેશ દલાલે સંપાદન કર્યું છે. એમના બાળકાવ્યાના ત્રણ સંગ્રહ ‘સેનચંપ' (૧૯૫૯), ‘અલ્લક દલ્લક' (૧૯૬૫) અને ‘ઝરમરિયાં(૧૯૭૩) પ્રગટ થયા છે. આ ઉપરાંત એમણે પ્રોઢશિક્ષણ માટે ‘ઘટમાં ગંગા' (૧૯૬૬) નામ વ્યકિતચિત્રાની એક પુસ્તિકા લખી છે.
દરમિયાન વલ્લભવિદ્યાનગરની શાળામાં શિક્ષક. ૧૯૫૫ માં અલીગાની શાળામાં આચાર્ય. ૧૯૬૦-૬૨ દરમિયાન વોશિંગ્ટન યુનિવર્સિટીમાં રિસર્ચ આસ્ટિંટ. ૧૯૬૩માં અમેરિકાની સેન્ટ લૂઈસ મેન્ટલ હોસ્પિટલમાં રિસર્ચ ઍસેસિયેટ. ૧૯૬૪-૭૨ દરમિયાન ભારતની મૈસુર રિજિયોનલ કોલેજ ઓફ અંજયુકેશનમાં રીડર ને ૧૯૭૨-૭૪ દરમિયાન પ્રોફેસર. ૧૯૭૪-૭૭ દરમિયાન અમેર રિજિનલ કોલેજ ઑફ અંજjકેશનમાં કાર્યવાહક આચાર્ય. ૧૯૭૭ ૭૯ દરમિયાન એન. સી. ઈ.આર.ટી., દિલ્હીમાં અધ્યાપક.
આગંતુક' (૧૯૬૯), ‘તરંગિણીનું રવપ્ન' (૧૯૭૫) અને ‘તહામતદાર' (૧૯૮૦) સંગ્રહની વાર્તાઓએ એમને ગુજરાતીના ધ્યાનપાત્ર આધુનિક વાર્તાકારોમાં સ્થાન અપાવ્યું છે. એક જ ઘટનાને આય, ‘હું” પાત્રની રીતિથી વાર્તાકથન અને ચેટદાર વળાંકથી વાર્તાના અંત એ એમની વાર્તાઓની મુખ્ય લાક્ષણિકતાઓ છે. વિજાતીય આકર્ષણ અને કુટુંબજીવનની વ્યકિતઓ સાથેના સંબંધમાંથી જન્મતી વિભિન્ન પરિસ્થિતિ વિશેષત: એમની વાર્તાઓના વિષય બને છે. ‘એન્ટી’, ‘તમને તે ગમીને?', ‘તરંગિણીનું સ્વપ્ન ઇત્યાદિ એમની ધ્યાનપાત્ર વાર્તાઓ છે.
‘ઈસુને ચરણ : પ્રસી' (૧૯૭૦)માં પ્રણયજીવનની વિલક્ષણ પરિસ્થિતિઓને આલેખતી બે લઘુનવલ છે.
.ગા. દવે પ્રભાશંકર ઓઘડલાલ : પદ્યકૃતિ ‘ચંદ્રવસંત' (૧૯૦૮)ના કર્તા.
નિ.. દવે પ્રભાશંકર ગવરીશંકર : પ્રેમકુમાર નાટકનાં ગાયન (૧૯૯૪) -ના કર્તા.
નિ.વા. દવે બચુભાઈ : “અધિક માસની આનંદધારા' (૧૯૫૮) તથા ‘ઓખાહરણ' (૧૯૬૮)ના કર્તા.
નિ.વા. દવ બળવંત દલપતરામ (૮-૯-૧૯૨૫): નવલકથાકાર. વતન સંજળ. અભ્યાસ મૅટ્રિક સુધી. ૧૯૪૭ થી અમદાવાદમાં પ્રફરીડર. 'રંગરેખા માસિક તથા ‘આલબેલ' સાપ્તાહિકના સહસંપાદક. ૧૯૬૭માં ‘કાજલ’ સામયિક શરૂ કર્યું.
‘સમણાં સળગ્યાં રાખ ન થઈ' (૧૯૬૩) એ ટૂંકીવાર્તા તરીકે ચાલી શકે તેવા વસ્તુને અધારે લખાયેલી નવલકથા છે. વ્યકિત વ્યકિત વચ્ચેના આંતરસંઘર્ષને આલેખતી “અંતર ખાલી આંખડી છલકાય' (૧૯૬૪), વાસ્તવિક સંસારનું સાચું ચિત્ર ઉપસાવતી ‘વિરાટ પ્રશ્ન...શપ ઉત્તર' (૧૯૬૬), ‘ચુકાદો’ અને ‘સ્નેહ વલવીને મેલ કાઢવાં’ એમની સામાજિક નવલકથાઓ છે.
નિ.. દવે બાલમુકુન્દ મણિશંકર (૭-૩-૧૯૧૬): કવિ. જન્મ વડોદરા જિલ્લાના મસ્તુપુરામાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે મેપુરા-કુકરવાડાની ગુજરાતી સરકારી શાળામાં અને વડોદરાની શ્રીસયાજી હાઈસ્કૂલમાં. મૅટ્રિક થઈ ૧૯૩૮માં અમદાવાદ આવી
દવે બાલાજી ભગવાનજી: ઈશ્વરસ્તુતિવિષયક કાવ્ય-ભજનાનાં પુસ્તકો (કીર્તનાવલી' (૧૮૭૯), ‘અંબિન્દુ શેખચકાવ્ય' (૧૮૯૮), ‘ભજનાવલી’, ‘ડાકોરયાત્રા મહાભ્ય’, ‘હાટકેશ્વર પંચતીર્થ માહાત્મ’, ‘આણંદ મંગળ ઓછવ’(૧૮૯૨) તથા ‘રતનપોળના રોળ અથવા અગની માતાનો કોપ' (૧૮૮૪)ના કર્તા.
નિ.વા. દવે બી. કે. : “મદનના માર’ (૧૯૭૯)ના કર્તા.
નિ.વા. દવે ભાઈશંકર ધનજી: પદ્યકૃતિ ‘ઉલટી વાણીનું સ્પષ્ટીકરણ” (અંધારાના માણકલાલ નાનજી સાથે, ૧૯૮૮) તથા મહાયાગી. મિથુરામ રામ શ્રીમન્નથુરામ શર્મા - જીવનયાત અને ધર્મપ્રવાહ' (૧૯૩૬)ના કર્તા.
નિ.વા. દવે ભાનુ પ્ર.: કથાત્મક કૃતિ “સંસાર' (૧૯૩૩) અને 'પરણ્યા પછી'ના કર્તા.
નિ.વા. દવે ભૂખણજી જગન્નાથ : ઈશ્વરભકિતવિષયક કાવ્યાના સંગ્રહ ‘હરિરસ' (૧૮૭૭) ના કર્તા.
નિ.વા. દવે ભૂપતરામ વલ્લભરામ : બાધક થાકૃતિ ‘સાચી યાત્રા' (૧૯૪૨)
નિ.. દવે ભેગીલાલ : નવલકથા મતવાલી' (ત્રી. આ. ૧૯૭૨)ના કર્તા.
નિ..
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૨૨૫
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org