________________
ત્રિવેદી ભૂપેન્દ્ર બાલકૃષણ-ત્રિવેદી મનુભાઈ ત્રિભુવનદાસ
ત્રિવેદી ભૂપેન્દ્ર બાલકૃષ્ણ (૯-૯-૧૯૧૩): વિવેચક, સંપાદક.
જન્મ સુરતમાં. ૧૯૩૦માં મૅટ્રિક. ૧૯૩૪માં સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૩૬ માં સંસ્કૃત-ગુજરાતી વિષયોમાં એમ.એ. ૧૯૩૭થી ૧૯૭૨ દરમ્યાન ઈસ્માઈલ કોલેજ, મુંબઈ, અંલિફન્સ્ટન કૅલેજ, મુંબઈ અને ગુજરાત કોલેજ, અમદાવાદમાં જુદે જુદે સમયે અધ્યાપન. થોડો વખત ‘શ્રી ફેસ ગુજરાતી સભા સૈમાસિકના સંપાદક.
પરિચયપુસ્તિકા “અખાની કવિતા' (૧૯૬૯) તેમ જ “અખા' (ગુજરાતી ગ્રંથકાર શ્રેણી, ૧૯૭૮) અને ‘અખે' (સાહિત્ય અકાદમી, ૧૯૮૨) એમનાં મુખ્ય પ્રદાન છે.
એમણે કરેલાં સંપાદનોમાં ‘અખેગીતા' (૧૯૫૮), 'લીલાવતી જીવનકલા' (૧૯૬૧), 'નંદશંકર જીવનચરિત્ર' (૧૯૬૧), 'મીરાંનાં પદો' (૧૯૬૨), ‘મીરાંબાઈનાં વધુ ગુજરાતી પદો અને જીવનકવન’ (૧૯૬૯), ‘શિવદાસકૃત કામાવતી' (૧૯૭૨), ‘અખા ભગતના છપ્પા' – દશ અંગ (૧૯૭૨) વગેરેનો સમાવેશ છે; તો સહસંપાદનોમાં ‘નરહરિકૃત જ્ઞાનગીતા' (૧૯૬૪), ‘અખાકૃત અનુભવબિન્દુ' (૧૯૬૪), 'પૃથ્વીચન્દ્રચરિત' (૧૯૬૬), માધવાનલ કામકંદલા પ્રબંધ’ –અંગ ૬ (૧૯૭૫), ‘અખા ભગતના છપ્પા' –ભા. ૧, ૨, ૩ (૧૯૭૭, ૧૯૮૦, ૧૯૮૨), ‘અખા ભગતનાં ગુજરાતી પદ' (૧૯૮૦) વગેરે ઉલ્લેખપાત્ર છે. એમણે 'પ્રાકૃત ભાષાઓ અને અપભ્રંશ' (૧૯૫૪), ભરતમુનિનાટયશાસ્ત્ર’ –અધ્યાય ૧ થી ૭ (૧૯૬૭) જેવા અનુવાદગ્રંથો પાણ આપ્યા છે.
એ.ટી. ત્રિવેદી ભૂપેન્દ્ર ભાળાનાથ (૨૨-૧૦-૧૯૩૬): નવલકથાકાર, વાર્તાકાર. જન્મ વડોદરામાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ, આકાશવાણી, રાજકોટમાં સહાયક નિર્માતા.
નિબંધ પુસ્તકો ‘અનુકંપા' (૧૯૬૮) અને ‘અનંતને શબ્દ (૧૯૮૪), વાર્તાસંગ્રહ “હું' (૧૯૬૮) તથા નવલકથા “અગ્નિ- પુરુષ' (૧૯૮૪) ઉપરાંત ‘ચિત્રપરી' (૧૯૬૭) જેવું બાલોપયોગી પુસ્તક એમના નામે છે.
ચં.ટો. ત્રિવેદી મગનલાલ ગણપતરામ: ‘જ્ઞાનધિ કે શ્રી કૃષણગાન’ (૧૯૧૩) ના કર્તા.
નવ ભાગમાં વહેંચાયેલ ‘ઉજેણી નગરી ને વિક્રમ રાજા' (૧૯૫૯) -માં કથાતત્વને દોર બરોબર જળવાઈ રહે છે.
શ.વિ. ત્રિવેદી મણિલાલ: નિબંધસંગ્રહ ‘અમૂલ્ય તક' (૧૯૩૪)ના કર્તા.
નિ.. ત્રિવેદી મણિલાલ જાદવરાય (૧૮૭૩, ~): અનુવાદક, નિબંધકાર. વેતન કપડવંજ.અંગ્રેજી છ રણ સુધીનો અભ્યાસ. યુડિશિયલ ખાતામાં નોકરી.
‘ગાયત્રી અર્થપ્રકાશ' (૧૯૧૪), ‘સામવેદનું પદ્ય તથા વિવરણ” (૧૯૨૫), 'તારા કવચ' (૧૯૨૭), ‘ગાયત્રી માહાત્મ' (૧૯૩૩) વગેરે એમના ગ્રંથા છે.
પ.માં. ત્રિવેદી મણિલાલ ત્રિભુવન, ‘પાગલ’ (૧૮૮૯, ૧૪-૧-૧૯૬૬): | નાટયકાર, વતન ત્રાપજ. શાળાના અભ્યાસ સ્વલ્પ. નિરીક્ષણ,
વાચન અને અનુભવના બળે નાટયલેખન. ૧૯૧૧થી નાટયલેખનનો આરંભ. આજીવિકા અર્થે મુંબઈ પ્રયાણ. મહારાષ્ટ્રમાં પણ એમના નાટકના પ્રયોગો થયેલા.
જૂની રંગભૂમિના સફળ ધંધાદારી નાટ્યલેખકો પૈકીના તેઓ એક છે. વિશેષત: ઐતિહાસિક તેમ જ સામાજિક વિષયવસ્તુવાળાં લગભગ ૧૨૫ જેટલાં નાટકો એમણે લખ્યાં છે. એમનાં ઐતિહાસિક નાટકો પૈકી “રા' માંડલિક' (ચા. આ. ૧૯૧૯), ‘સોરઠી સિહ’, ‘સમુદ્રગુપ્ત’, ‘અહલ્યાબાઈ તથા સામાજિક નાટકો પૈકી સંસારલીલા', 'વારસદાર’, ‘અધિકારી’ વગેરે અત્યંત લોકપ્રિય બનેલાં. નાટયલેખનમાં શૈલી તથા વિષયવસ્તુ સંદર્ભે ઉર્દૂ તથા મરાઠીની અસર એમણે ઝીલી હતી.
૫.ના.
નિ.વ.
ત્રિવેદી મણિલાલ મગનલાલ: પાંચ રત્નો' (૧૯૧૧) તથા મેવાડા મહોદધિમંથન અને કળિયુગના ચમત્કારો'(૧૯૦૯)ના કર્તા.
નિ.. ત્રિવેદી મનુભાઈ ત્રિભુવનદાસ, 'સરોદ', ‘ગાફિલ' (૨૬-૭-૧૯૧૪,
૯-૪-૧૯૭૨) : કવિ. જન્મ રાજકોટમાં. વતન માણાવદર. માધ્યમિક શિક્ષણ રાજકોટની આલ્ફ્રડ હાઈસ્કૂલમાં. જૂનાગઢની કોલેજમાં અભ્યાસ. એલએલ.બી. થઈને વકીલાત કર્યા બાદ ન્યાયખાતામાં ન્યાયાધીશપદે. સુરેન્દ્રનગર, નડિયાદ, ભાવનગર, જુનાગઢ, મોરબી, રાજકોટ, ગોંડલ વગેરે સ્થળે કામગીરી કર્યા બાદઅંતે સ્મોલ કૅઝ કૉર્ટ, અમદાવાદમાં ન્યાયાધીશપદે. અમદાવાદમાં હૃદયરોગથી અવસાન.
એમની કવિત્વશકિત મુખ્યત્વે ભજન-ગઝલમાં વ્યકત થઈ છે. ‘રામરસ' (૧૯૫૬) અને ‘સુરતા' (૧૯૭૦) એમના ભજનસંગ્રહો છે. આધ્યાત્મિક રહસ્યછાયાથી અંકિત એમની પદાવલીમાં સૌરાષ્ટ્રની ભજન-પરંપરાનો પાસ છે; તો એમના બંદગી' | (૧૯૭૩) ગઝલસંગ્રહમાં પરંપરાની સાદગીનું આકર્ષણ છે.
ચં.ટો.
ત્રિવેદી મગનલાલ શ્યામજી, ‘મયૂર’: વાર્તાકાર. ‘સોરઠી ગાથા' (૧૯૩૮) સોરઠની ધરતીની પ્રોત્સાહક કથાઓ રજૂ કરે છે, તો સ્વચ્છ વાર્તાશૈલી ધરાવતી ‘ચારાની વાતો' (૧૯૪૨) વાર્તાસંગ્રહનું કથાવસ્તુ સૌરાષ્ટ્રના મધ્યકાલીન લોકજીવનમાંથી વીણવામાં આવ્યું છે. ગરુડનો વૃત્તાંત રજૂ કરતી ‘સર્પયજ્ઞ' (૧૯૪૪) પૌરાણિક કથાવસ્તુ ધરાવતી વાર્તા છે. જંગલનો રાજા' (૧૯૪૬) લકકથાની પદ્ધતિ અપનાવતી હોવા છતાં સાહસ અને અદ્ભુત ચમત્કારોથી યુકત પરીકથા છે. લોકવાર્તા પર આધારિત, પગ બાળકો અને અલ્પશિક્ષિત પ્રૌઢો સમજી શકે તેવા હેતુથી લખાયેલ,
ગુજરાતી સાહિત્યકોશ- ૨ : ૨૦૧
Jain Education Intemalional
For Personal & Private Use Only
www.jainelibrary.org