________________
જોશી રમણલાલ જેઠાલાલ – જોશી રેવાશંકર દયાળજી
જુદા જુદા અભ્યાસીઓ દ્વારા લખાયેલા ૪૦ જેટલા ગ્રંથ પ્રકાશન પામ્યા છે.
બ.જા. જોશી રમેશ: ઐતિહાસિક નવલકથાઓ ‘સત્તાવનના સાથી” (૧૯૬૧), 'બ્રહ્મશિલા’ (૧૯૬૪), ‘રાય બનીરાય' (૧૯૬૫), (૧૯૬૧), ભરવા . ' ‘દીવાન ધનેશ્વર' (૧૯૭૬) અને 'ભગવો અંચળોના કર્તા.
કૌ.બ્ર. જોશી રવિશંકર મહાશંકર, પ્રતાપ ભટ્ટ (૧-૯-૧૮૮૭, ૧૯૭૩): વિવેચક. જન્મસ્થળ રાજુલા. વતન બોટાદ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજુલા અને શિહોરમાં. ૧૯૨૪ માં શામળદાસ કૉલેજ, ભાવનગરમાંથી ગુજરાતી વિષય સાથે એમ.એ. પછી એ જ કોલેજમાં અધ્યાપક.
પંદર વર્ષની વયે કવિતા, નવલિકા તથા લેખ રૂપે આરંભાયેલું એમનું લેખનકાર્ય પછીથી પ્રસ્તાવનાઓ, ગ્રંથ સમીક્ષાઓ અને ધર્મતત્ત્વચર્ચાના લેખે રૂપે ચાલતું રહ્યું હતું. ૧૯૪૦માં પ્રગટ થયેલાં પુસ્તકોની, ગુજરાતી સાહિત્ય સભા માટે કરી આપેલી નીડર અને સમભાવપૂર્ણ સમીક્ષા (૧૯૪૧) ઉપરાંત અખાકૃત ‘અનુભવબિંદુ'નું સંપાદન (૧૯૪૬) તથા ધર્મ, ચિંતન અને
ગવિષયક લેખોને મરણોત્તર સંગ્રહ ‘રવિદ્ય તિ' (૧૯૮૦) જેવા ગ્રંથો એમની પાસેથી મળ્યા છે.
જોશી રસિક: પ્રસંગકથાઓને સંગ્રહ'વતનની વાતો' (૧૯૩૨)ના
૧૯૭૬ માં પીએચ.ડી. હાલ ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં અધ્યાપક.
એમણે હિન્દી, ઉર્દૂ તથા ગુજરાતી સાહિત્ય વિશેના લેખને સંગ્રહ ‘વિદિત' (૧૯૮૧), પરિચયાત્મક પુસ્તિકા “હિન્દી કવિ ધૂમિલ' (૧૯૮૨), ચરિત્રકૃતિ “વત્સલ માં કસ્તૂરબા' (૧૯૮૩), કેળવણી, રાજકારણ વગેરે વિશેના નિબંધોનો સંગ્રહ ‘અવકને’ (૧૯૮૩), 'તામિલ કવિ સુબ્રહ્મણ્યમ ભારતી' (૧૯૮૫) વગેરે પુસ્તકો લખ્યાં છે.
પા.માં. જોશી રમણલાલ જેઠાલાલ (૨૨-૫-૧૯૨૬): વિવેચક, સંપાદક. જન્મ વિજાપુર તાલુકાના હિરપુરા ગામે. પ્રાથમિક શિક્ષણ વડનગરમાં. માધ્યમિક શિક્ષણ પિલવાઈમાં. ૧૯૫૦માં બી.એ. ૧૯૫૪માં એમ.એ. ૧૯૬૨ માં પીએચ.ડી. ૧૯૫૫૪ થી ૧૯૫૯ સુધી ભાષાભવન, ગુજરાત યુનિવર્સિટીમાં રિસર્ચ ફેલો. ૧૯૫૯ થી ૧૯૬૨ સુધી અમદાવાદની સર એચ. એ. આર્ટ્સ કોલેજમાં અધ્યાપક. ૧૯૬૨ થી ૧૯૬૮ સુધી ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં અધ્યાપક, ૧૯૭૯માં રીડર, પછી ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક અને છેલ્લે ભાષાભવનના અધ્યક્ષપદેથી ૧૯૮૬ માં નિવૃત્ત. તે પછી કૉલેજ ડેવલપમેન્ટ કાઉન્સિલ ગુજરાત યુનિવસિટીમાં ડાયરેકટર તથા ૧૯૮૮ માં યુ.જી. સી તરફથી એમિરિટસ પ્રોફેસર, ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ. ૧૯૮૪નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક.
ગવર્ધનરામ એક અધ્યયન' (૧૯૬૩), ‘અભીપ્સા' (૧૯૬૮), ‘પરિમાણ' (૧૯૭૯), ‘શબ્દસેતુ' (૧૯૭૦), 'પ્રત્યય' (૧૯૭૮), ‘ભારતીય નવલકથા'-૧ (૧૯૭૪), “સમાન્તર' (૧૯૭૬), ‘વિનિ
ગ' (૧૯૭૭), ‘ગુજરાત સાહિત્ય સભાની કાર્યવાહી - ૧૯૬૩નું ગ્રંથસ્થ વાડ મય' (૧૯૭૭), ગોવર્ધનરામ’ (અંગ્રેજીમાં) (૧૯૭૯), વિવેચનની પ્રક્રિયા' (૧૯૮૧), 'પ્રજ્ઞામૂર્તિ ગોવર્ધનરામ' (૧૯૮૬), નિષ્પત્તિ' (૧૯૮૮)‘પરિવેશ' (૧૯૮૮)–વિવેચનની આબોહવા (૧૯૮૯) એમના વિવેચનસંગ્રહો છે. એમના પાશ્ચાત્ય કાવ્યતત્ત્વવિચારકો વિષયક સિદ્ધાંત અને ચોક્કસ અભિગમથી કૃતિની આલોચના કરતા વિવેચનલેખમાં તુલનાત્મક દૃષ્ટિકોણ જોવાય છે. પિતાને અભિમત વિચારને તેઓ પશ્ચિમના વિવેચકોનાં વિધાનથી સમર્થિત કરે છે.
સ્વ. સાક્ષર નવલરામ લક્ષ્મીરામનું જીવનવૃત્તાંત અને કવિ- જીવન' (૧૯૬૬) તથા “શબ્દલોકના યાત્રીઓ’– ૧-૨ (૧૯૮૩) એ એમના ચરિત્રાત્મક ગ્રંથ છે.
‘અખેગીતા' (અન્ય સાથે, ૧૯૬૭) સંશોધન-સંપાદનમાં એમના મધ્યકાલીન સાહિત્યના સ્વાધ્યાયનો પરિચય મળી રહે છે. ‘અખાની કવિતા' (૧૯૮૫) એ એમનું અખાની કાવ્યતત્ત્વની દૃષ્ટિએ બળુકી ૨ચનાઓનું સંપાદન છે. એ ઉપરાંત 'કાવ્યસંચય' (અન્ય સાથે, - ૧૯૮૧), ‘ઉત્તમલાલની ગદ્યસિદ્ધિ' (અન્ય સાથે, ૧૯૭૨), ગવર્ધન પ્રતિભા(અન્ય સાથે, ૧૯૮૩) સંપાદને પણ એમણે આપ્યાં છે. ૧૯૭૬ થી ગુજરાતી સર્જકોને લઘુપરિચય આપતી ગ્રંથશ્રેણીનું તેઓ સંપાદન કરે છે; તદનુસાર આજ સુધીમાં
કર્તા.
નિ.વો. જોશી રસિકલાલ જમનાદાસ: વાર્તાકાર, નવલકથાકાર.
એમણે રશિમ' (૧૯૩૯), ‘અધિકારીજી' (૧૯૪૬), “કરછનો કુળદીપક' (૧૯૪૮), ‘ઝારાને સંગ્રામ' (૧૯૫૮), “અગનકિનારા (૧૯૬૬) વગેરે વાસ્તવદર્શી નવલકથાઓ આપી છે. “નંદવાયેલાં હૈયાં' (૧૯૭૧) એમને વાર્તાસંગ્રહ છે. આ ઉપરાંત પ્રસંગનિરૂપણની કૃતિ 'ગરવી ગુજરાત'- ભા. ૧-૨-૩ (૧૯૩૯) પણ એમણે આપી છે.
પા.માં. જોશી રાઘવજી તુલસીરામ: ભકિતનાં પદો ‘મોપદેશ' (૧૮૯૫)ના તા.
કૌ.બ્ર. જોશી રામચન્દ્ર જયરામ: સત્યઘટના પર આધારિત પદ્યકથા ‘ભયંક્ર સમાજ અને ભેળે શિકાર' (૧૯૪૨)ના કર્તા.
કૌ.બ. જોશી રામશંકર સાંકળેશ્વર: કથાત્મક ગદ્યકૃતિ 'મનહર કાન્તા'ભા. ૧ ના કર્તા.
કૌ.. શી રેવાશંકર દયાળજી : કરુણપ્રશસ્તિ પ્રકારની પદ્યકૃતિ 'કલાશેઠ વિરહ' (૧૮૯૨)ના કર્તા.
ક.બ્ર.
૧૫૦: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org