________________
જોશી રેવાશંકર લાધારામ- જોશી શિવકુમાર ગિરિજાશંકર
જોશી રેવાશંકર લાધારામ: ભકિતતત્ત્વવિષયક સમજણ રજૂ કરતું પુસ્તક ‘શતમુખ રાંહાર અને ઈશ્વરભકિત' (૧૯૧૫)ના કર્તા.
જોશી લમીશંકર જયશંકર (૨૧-૫-૧૯૩૩) : નાટકકાર. જન્મ
મોરબીમાં. ૧૯૫૦માં એસ.એસ.સી. ૧૯૫૭ માં અર્થશાસ્ત્રરાજયશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૬૨ માં ગુજરાતી, અંગ્રેજી વિષયોમાં એમ.એ. શિક્ષણ ખાતામાં પહેલાં કલાર્ક પછી હેડકલાર્ક અને સુપરિન્ટેન્ડન્ટ. ૧૯૭૯થી જિલ્લા શિક્ષણાધિકારી.
નાટક ‘કચ્છડા તારા સંત ભકત ને ઢોલી' (૧૯૭૩) અને નાટકસંગ્રહ ‘તું કોણ છે? જે તું નથી' (૧૯૭૪) એમણે આપ્યાં છે.
કૌ.બ્ર. જોશી લજજારામ કેશવરામ : પદ્યકૃતિ “શ્રી વેદમાતા ગાયત્રી, રતુન્યામૃત(૧૯૦૪) ના કર્તા.
જોશી લાલજી નાનજી (૧૮૮૨, ૧૯૨૩) : જન્મ કરાંચીમાં. વ્યવસાયે પ્રારંભ શિક્ષક, થોડા વખત પછી વકીલાત. પદ્યકૃતિ ‘કરછ જો કુરત્ર', “અમર ગીતાંજલિ' તેમ જ અન્ય કૃતિ ' વિશ્વશાંતિનો સંદેશ’ એમના નામે છે.
કૌ.બ્ર. જોશી વજુભાઈ સવજી : વાર્તાસંગ્રહ ‘અધૂરી પ્રીત' (૧૯૬૫) ના કિ .
જોશી શાંતિલાલ, ‘રાણબંકા': નાટયકૃતિ ‘આકામને આંગણે' (૧૯૬૯) ના કર્તા.
ક.છ. જોશી શિવકુમાર ગિરિજાશંકર (૧૬-૧૧-૧૯૧૬, ૪-૭-૧૯૮૮) : નાટયકાર, નવલકથાકાર, વાર્તાકાર, અનુવાદક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. ૧૯૩૩માં મૅટ્રિક. ૧૯૩૭ માં ગુજરાત કોલેજ, અમદાવાદમાંથી સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૩૭થી ૧૯૫૮ સુધી મુંબઈ–અમદાવાદમાં ભાગીદારીથી કાપડને વ્યવસાય. ૧૯૫૮ થી કલકત્તામાં કાપડને સ્વતંત્ર વ્યવસાય. સાથોસાથ ત્યાંની સાહિત્યિક, સાંસ્કૃતિક, રંગમંચ સંબંધી પ્રવૃત્તિઓમાં સક્રિય. ૧૯૫૨માં કુમારચંદ્રક. ૧૯૫૯માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૭૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ‘પાંખ વિનાનાં પારેવાં અને બીજું નાટકો' (૧૯૫૨) થી એકાંકી-નાટક ક્ષેત્રે એમણ પદાર્પણ કર્યું. તે પછી અનંત સાધના' (૧૯૫૫), ‘સોનાની હાંસડી રૂપાની હાંસડી' (૧૯૫૯) 1 તથા ‘નીલાંચલ' (૧૯૬૨), “નીરદ છાયા' (૧૯૬૬), 'ગંગા વહે છે આપની' (૧૯૭૭) વગેરે એકાંકીસંગ્રહો એમણે આપ્યા છે. તેઓ મુખ્યત્વે શહેરી જીવનમાંથી વસ્તુ પસંદ કરે છે. શિષ્ટતા તરફ એમનું વલણ વિશેષ હોવાથી એમનું કલાક અંતર્મુખ વિશેષ છે. એમનાં નાટકોનો સંઘર્ષ મુખ્યત્વે પાત્રલક્ષી હોય છે. એમનાં મોટા ભાગનાં નાટકો સામાજિક છે. એમની રંગવિતરણ દૃષ્ટિ રંગભૂમિયોગ્ય છે. એમણે - “બ તતા” જેવા પ્રયોગો કર્યા છે તથા રેડિયો નાટક પણ મોટી સંખ્યામાં લખ્યાં છે. “અંધારા ઉલેચો' (૧૯૫૫), 'અંગારભસ્મ” (૧૯૫૦), સાંધ્યદીપિકા' (૧૯૫૭), 'દુર્વાકુર' (૧૯૫૭), ‘ધટા ઘીરી ઘીરી આઈ' (૧૯૫૯), ‘એકને ટકોર' (૧૯૬૦), 'સુવર્ણરેખા' (૧૯૬૧), 'શતરંજ' (૧૯૬૨), 'કૃતિવાસ' (૧૯૬૫), ‘સાપઉતારા” (૧૯૬૬), 'સંધિકાળ' (૧૯૬૭), બીજલ' (૧૯૬૯), “અજરામર' (૧૯૭૦), 'કહત કબીરા' (૧૯૭૧), ‘કાકા સાગરિકા' (૧૯૭૩), ‘બાણશય્યા', 'નકુલા’ અને ‘ત્રિપર્ણ' (૧૯૭૩), ‘લક્ષ્મણરેખા', 'નીલ આકાશ, 'લીલી ધરા'-'દ્રિપર્ણ' (૧૯૭૬), ‘અમર-અમર મર' (૧૯૮૨), 'માશંકરની ઐસી તૈસી' (૧૯૮૨) વગેરે એમનાં દીદ નાટકો છે. એમની પાસે દીર્ઘ નાટકો માટે યોગ્ય સંકુલ સંઘર્ષયુકત સામાજિક વન્યુ, સ્વતંત્ર વ્યકિતત્વવાળા પા, પાત્રાનુરૂપ રંગમંચક્ષમ ભાષાશૈલી તથા તખ્તાલાયકી છે. આ ઉપરાંત એમણે શરદબાબુની પ્રસિદ્ધ નવલકથાઓ વિરાજવહુ' (૧૯૫૨) તથા દેવદાસ' (૧૯૫૯) નાં સફળતાપૂર્વક નાટયરૂપાંતર કર્યા છે.
એમણે પચીસેક નવલકથાઓ લખી છે. એમની રીલી પ્રવાહી અને પ્રાસાદિક છે. પ્રસ્તારી આલેખન એમની ખાસિયત છે. મોટા ભાગની નવલેમાં તેઓ વર્તમાનમાંથી અને નજીકના ભૂતકાળમાંથી મહત્ત્વનાં સામાજિક-રાજકીય પરિબળોને પશ્ચાદ્ભૂમાં રાખી પ્રણયકથાની ગૂંથણી કરે છે. એમની નવલોના નાયકો ભાવનાશાળી યુવાન છે. ખુમારીભર્યા સ્ત્રી
જોશી વલ્લભરામે રેવાશંકર : પદ્યકૃતિ ‘કી કુપગવલ્લભ કીનાવલિ તથા શ્રી ધના ભગતનું આખ્યાન' (૧૯૫૯) તેમ જ સંવાદ- ' વરૂપે લખાયેલી ગૌરાવિષયક ગદ્યકૃતિ ‘ગપાળ અથવા ગુપ્ત ખજાના' (૧૯૨૨)ના કર્તા.
ક.. જાશી વસનજી રા. : ‘યશવંત જીવનચરિત્ર' (૧૮૯૬) ના કર્તા.
પા.માં. જશી વાસુદેવ મહાશંકર : બાળપયોગી પુસ્તકો ‘ર બાધક કથાવાર્તાઓ' (૧૯૫૫), ‘બાધક કથાઓ' (૧૯૫૬) અને મહાત્મા દાદુ દયાળ” તેમ જ અનૂદિત ગ્રંથો ‘કઠોપનિષદ' (૧૯૪૧), ‘છાંદોગ્ય ઉપનિષદ' (૧૯૫૫), યુકિતપ્રકાશ' (૧૯૫૫), દૃષ્ટાંતશતક' (૧૯૫૫), ‘હઠયોગ-પ્રદીપિકા' (૧૯૫૮), ‘વેતાશ્વતર ઉપનિષદ' (૧૯૬૪) વગેરેના કર્તા.
નિ.વા. જોશી વિઠ્ઠલજી જેરામ: પદ્યકૃતિ “રમતગમત યાને મોજમજાહ' (૧૯૧૬) ના કર્તા.
ક.છ. જોશી શકર નરહર : બાળસાહિત્યકૃતિઓ ‘ઈસપ નીતિ' (બે ભાગ) અને નાની નાની વાતો” (છ ભાગ)ના કર્તા.
કૌ.બ્ર.
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૧૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org