________________
જોશી મહેન્દ્ર નટવરલાલ– જોશો રજનીકાંત પ્રહલાદજી
જોશી માધવ જેઠાનંદ, ‘અશ્ક' (૧૦-૭-૧૯૨૯): કવિ. જન્મ કરાંચીમાં. ગુજરાતી પાંચ ધોરણ સુધી અભ્યાસ. હાલ કચ્છમાં ખેતીવાડી. ‘ફૂલડાં' (૧૯૫૭)માં એમની કાવ્યરચનાઓ સંગ્રહાયેલી છે.
ચંટો. જેશી માવજી માધવજી : ત્રિઅંકી પેરા ‘વિધવા વૈભવ અથવા કળિયુગની કહાણી' (૧૮૯૭)ના કર્તા.
ખોડિયાર ચાલીસા' (૧૯૭૯) અને ‘દેવીસ્તવન' (૧૯૭૯) ધર્મ. ભકિતપોષક કૃતિઓ છે.
નિ.. જોશી મહેન્દ્ર નટવરલાલ (૧૫-૧૦-૧૯૨૩): કવિ. જન્મ સીલજ (જિ. અમદાવાદ)માં. વતન અમદાવાદ. ૧૯૪૩માં ધિ ફેલોશિપ હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. ૧૯૫૫ માં એલ. ડી. આર્ટ્સ કોલેજમાંથી ગુજરાતી અને ઇતિહાસ વિષયો સાથે બી.એ. અમદાવાદની ઍડવાન્સ મિલ્સમાં કલાર્ક.
એમણે ભકિતભાવનાં કહાનગોપીનાં જૂની ઢબનાં ગીતાના સંગ્રહ “ઊર્મિકા' (૧૯૫૯) આપ્યો છે. ‘ભાવવંદના' (૧૯૬૯) અને ‘શકિતવંદના' (૧૯૬૯) એમના અન્ય કાવ્યસંગ્રહો છે.
પા.માં. જોશી મહેન્દ્રકુમાર જીવનલાલ, મહેન્દ્ર “સમીર” (૧૪-૮-૧૯૩૧, ૧૧-૫-૧૯૮૨): વતન જલાલપુર. એમ.એ. ભૂજમાં દેના બૅન્કના બ્રાંચ મેનેજર.
‘ફૂલ અને ફોરમ' (૧૯૬૨) એમનો પરંપરાનુસારી ગઝલનો સંગ્રહ છે.
ચંટો. જોશી મહેન્દ્રકુમાર બી. : બાળકો માટેની પદ્યરચનાઓના સંગ્રહ ‘ટહુકાર' (૧૯૬૧), ‘સરગમ' (૧૯૬૩), “ગીત આલાપ' અને ‘વનફૂલ'ના કર્તા.
ક.બ. જોશી મહેશ છોટાલાલ, “કર્કોટક' (૨૬-૭-૧૯૩૩): કવિ. જન્મ ભાવનગરમાં. ૧૯૫૪માં મૅટ્રિક. ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે ૧૯૫૯ માં બી.એ., ૧૯૬૭માં એમ.એ. હાલ વી. એમ. ઘેલાણી સરકારી હાઈસ્કૂલ, ભાણવડમાં આચાર્ય.
પ્રણય અને પ્રકૃતિને વિષય બનાવતી છાંદસ-અછાંદસ, ગીત અને ગઝલ સ્વરૂપની એમની કાવ્યરચનાઓના સંગ્રહ યતિભંગ’ (૧૯૭૫)માં પરંપરા સાથે અનુસંધાન જાળવીને સમકાલીન કાવ્યાભિવ્યકિતને સિદ્ધ કરવાને યત્ન જોવાય છે.'
કૌ.બ્ર. જોશી માણેકલાલ ગોવિદલાલ, નાજુમી' (૯-૩-૧૯૦૬): જન્મ મોસાળ દદુકા (તા. સાણંદ)માં. વતન ધોળકા. અંગ્રેજી સાત ધોરણ સુધીને પ્રાથમિક અભ્યાસ જુદે જુદે સ્થળે કર્યા બાદ ચાર વર્ષ ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યયન. વ્યવસાય મુખ્યત્વે ફિલ્મજગતમાં કથા-પટકથાલેખન, સંપાદન, દિગ્દર્શન. કેટલીક વખત અંગ્રેજી ફિલ્મ-માસિક મૂવિંગ પિકચર મન્થલી'નું સંપાદન.
‘ઝૂરતું હૃદય' (૧૯૩૨), 'પ્રેમળજ્યોતિ' (૧૯૩૩), ‘દિલારામ” (૧૯૩૩) અને 'માલવિકા” જેવી કથાત્મક ગદ્યકૃતિઓ; 'લર પેકેટ ઇંગ્લિશ-ગુજરાતી ડિકશનરી' (ત્રી. આ. ૧૯૫૩) ઉપરાંત કેટલીક અનૂદિત ગદ્યકૃતિઓ “યામાં’, ‘મા’, ‘વંચિતા, ‘શયતાન', શા માટે બંધન?” વગેરે પુસ્તકો એમની પાસેથી મળ્યાં છે.
કૌ.બ્ર.
જેશી માહીદાસ અંબાદાસ: ઉપદેશાત્મક ગદ્યપુસ્તિકા “સંસારરૂપી ભેજનથાળ યાને ખુદાઈ તવક્કલ' (૧૯૨૩) ના કર્તા.
કૌ.બ. જોશી મુકુન્દરાય કાંતિલાલ, ‘મમી', 'મુકન્દ જોશી' (૮-૨-૧૯૩૫): કવિ. જન્મ રાજકોટ જિલ્લાના ગોમટામાં. ૧૯૬૨ માં અર્થશાસ્ત્રરાજયશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૬૬ માં એલએલ.બી. ૧૯૬૭માં ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષયોમાં એમ.એ. પ્રારંભમાં કલાર્ક, પછી શિક્ષક. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ.
‘લીનતલ્લીન' (૧૯૮૦) અને ‘તરબતર' (૧૯૮૧) એમના કાવ્યસંગ્રહો છે. ‘માઈક્રોવેવ' (૧૯૮૨) એમનું ગઝલનું સંપાદન છે.
ચંટો. જોશી મૂળજી મંછુરામ: જૈન ધર્મના અનુયાયીઓ માટે લયબદ્ધ ઢાળમાં રચાયેલાં “શ્લોકો અને ઢાળિયાં' (૧૯૨૬)ના કર્તા.
નિ.વો. જેથી મતીરામ ગિરજાશંકર : નાટકૃતિ 'કુસુમાવલી સતીચરિત્ર'ના કર્તા.
જોશી મોતીલાલ દોલતરામ :ધાર્મિક પદ્યકૃતિ ‘રસિકાંકરને વહેવાના કર્તા.
કૌ.બ્ર. જોશી મેરારજી કરસનજી : સ્મૃતિરૂપે લખાયેલી ગદ્ય-પદ્યમિશ્રિત પુસ્તિકા ‘લાલ મહાયજ્ઞ સમૃતિ' (૧૯૫૫) ના કર્તા.
કિ.બ્ર. જોશી મેહનલાલ આણંદજી: ધર્મવીર ગોડબંગાળાધિપતિ ગોપીચંદ ચરિત્રનાં ગાયન' (૧૮૮૮) ના કર્તા.
નિ.. જોશી મેહનલાલ ડી.: ‘મહનમાળા'ના કર્તા.
ક..
જોશી મેહનલાલ પ્રભાશંકર: બોધક અને ઈશ્વરસ્તુતિ-વિષયક ભજનોનો સંગ્રહ ‘મેહનભજનમાળા'-૧ (૧૯૫૪) ના કર્તા.
નિ.. જોશી રજનીકાંત પ્રહલાદજી (૧૬-૧૨-૧૯૩૮): ચરિત્રકાર, જન્મ વડનગરમાં. ૧૯૫૭માં મૅટ્રિક. ૧૯૬૩ માં એમ.એ.
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૧૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org