________________
જોશી ભવાનીશંકર રવિશંકર – જોશી મહીપતરામ હીરજીભાઈ
પ્રીત થયા પહેલાં' (૧૯૮૧), 'ઝરમર શ્રાવણ' (૧૯૮૨), 'સૂરજ ઊગ્ય સમણાને દેશ' (૧૯૮૩), “સિંદૂરી સમણાંના લીલા ડંખ (૧૯૮૫), “સામે તીર સાજન વસે' (૧૯૮૮) વગેરે એમની નવલકથાઓ છે.
ચં... જોશી ભવાનીશંકર રવિશંકર: સાખી તથા દેહરાબજી ‘સુરતની આગને સપાટો'ના કર્તા.
૨.૨,દ. જોશી ભાનુશંકર: બાળવાર્તાઓના સંગ્રહો “પંચામૃત' (૧૯૪૨),
હીરાકણી' (૧૯૪૨), બાની વાતો' (૧૯૪૭), ‘ફૂલનગરની રાણી (૧૯૫૪), હલુની ભવાઈ' (૧૯૫૪), ‘માણસની કિંમત’ (૧૯૫૫) તથા ‘દાદીમાની વાતો' (૧૯૭૫)ના કર્તા.
જોશી ભીખારામ શવજી: કવિ. “વીજળી વિલાપ' (૧૮૯૯) એમની પ્રાસંગિક કાવ્યકૃતિ છે. આ ઉપરાંત કૃષ્ણવિલાસ ગાયન' (૧૮૮૬), રાસલીલા નાટક' (૧૮૮૮), પૃથ્વીરાજ ચૌહાણનું ગાયનરૂપી નાટક' (૧૮૮૯), ભાવનગરમાં એક ભયંકર આગરૂપી દેખાવ (૧૮૮૯) વગેરે પણ એમના પદ્યમાં લખાયેલાં પુસ્તકો છે.
નિ.. જોશી ભુરાભાઈ બહેચરદાસ: પદ્યકૃતિ “કપડવંજની રેલને રોળ” (૧૮૮૬)ના કર્તા.
જોશી મથુરેશ પીતાંબર : પદ્યકૃતિ “પેટપંચોરારી' (૧૮૮૬)ના કર્તા.
નિ.વે. જોશી મનસુખરામ ગરબડદાસ: “મનમને રંજક ગરબાવળી' (૧૮૮૬) -ના કર્તા.
નિ.. જોશી મનહર : જીવનચરિત્ર ‘ચાચા નહેરુ (અન્ય સાથે, ૧૯૬૪)ના કર્તા.
ર.ર.દ. જોશી મયારામ પ્રાણજીવન (૧૮૮૯, ૧૬-૯-૧૯૬૪): જન્મ કેરાળા (તા. બગસરા)માં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને આરંભ અનુક્રમે કેરાળા અને માંડવડમાં. અમરેલી અને ધારી તાલુકાઓનાં ગામડાંમાં શિક્ષક. ૧૯૧૦માં “ઉગાર’ માસિક શરૂ કર્યું. ૧૯૧૧ માં ‘હિંદ વિજય’ (વડોદરા)ના સહતંત્રી. એ પછી ‘બાલશિક્ષણ' માસિક, ‘કાઠિયાવાડ સમાચાર', 'પોલિટિકલ ભેમિયો વગેરેના તંત્રીવિભાગમાં કાર્ય. એમની પાસેથી નવલકથા કલિયુગના રાક્ષસ' (૧૯૨૦)મળી છે.
કૌ.બ્ર. જોશી મહાશંકર પીતાંબર: કવિ. “વરાળયંત્રની શોધ’ અને અન્ય
ઔદ્યોગિક શોધને લગતાં કાવ્યો સમાવતા કાવ્યસંગ્રહ 'દુનિયાની મોટી શોધ' (૧૮૭૨) આપ્યો છે. દાંપત્યપ્રેમનો મહિમા ગાતી લાંબી કવિતા તથા પ્રિયાપ્રેમદર્શક' નામક કૃતિ તેમ જ એશિયા ખંડની ભૂગોળની માહિતી આપતી પુસ્તિકા ભૂગેળવિદ્યા” (૧૮૭૭) જેવાં પુસ્તકો પણ એમના નામે છે.
નિ.. જોશી મહીપતરામ હિમતરામ (૨૧-૭-૧૯૦૯): ચરિત્રલેખક.
જન્મ વડાલી (જિ. સાબરકાંઠા)માં. ૧૯૨૯ માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિનીત. ૧૯૩૪ થી ૧૯૬૦ સુધી મુંબઈ સમાચારમાં સંવાદદાતા.
એમની પાસેથી કાવ્યસંગ્રહ “યશકલગી' તથા ચરિત્રલક્ષી પુસ્તકો ‘શ્રીદીક્ષિતજી ગોસ્વામી’ અને ‘શ્રીધરમશી ગોસ્વામી’ મળ્યાં છે.
નિ.. જોશી મહીપતરામ હીરજીભાઈ (૧૩-૩-૧૯૧૫): બાળસાહિત્યકાર, જન્મ વઢવાણમાં. એસ.એસ.સી. સુધીનો અભ્યાસ. પ્રાથમિક શાળામાં શિક્ષક. પછીથી કેળવણી નિરીક્ષક. ૧૯૭૩માં નિવૃત્ત.
એમની પાસેથી બાળકોને રસ પડે તેવાં ગીતોના સંગ્રહ ‘અલી વાદળી અને બીજાં બાળગીત' (૧૯૬૨), ઇન્દુ' (૧૯૭૧) અને ‘ગાજવીજ' (૧૯૮૭) મળ્યા છે. ‘ગરવી ગુજરાત' (૧૯૭૨) અને બીલીપત્ર' (૧૯૭૨) એમની બાળગ્ય નૃત્યનાટિકાઓ છે. ગૌતમની વાતો' (૧૯૬૪) અને ‘આતાની ૧૧ વ્રતવાતો' (૧૯૬૯) -માં સરળ અને રોચક શૈલીમાં લખાયેલી વાર્તાઓ તથા પ્રસંગકથાઓ છે. “અલખના આરાધક સંત દાદા બાપુ' (૧૯૮૦) એમનું ચરિત્રાત્મક પુસ્તક છે; તે ‘વ્રતકથામૃત' (૧૯૭૯), ‘આઈશ્રી
જોશી મગનલાલ નારાયણજી: ‘હસતાં ફૂલડાં' (૧૯૫૫) તથા ‘કમળાગૌરી અને પ્રફ્લાદ' (૧૮૯૧) ના કર્તા.
પા.માં. જોશી મણિશંકર ગોવિંદજી (૧૮૬૧, ૧૯૧૦): ગદ્યકાર. જન્મ જામનગરમાં. ગુજરાતી ભાષા ઉપરાંત અંગ્રેજીનું જ્ઞાન. વૈદકનો ધંધો. ૧૮૮૧માં જામનગરમાં તેમ જ મુંબઈ, કલકત્તા જેવાં શહેરોમાં આતંકનિગ્રહ ઔષધાલયની શાળાઓની સ્થાપના. ૧૮૮૬ માં “માનવધર્મ” ચોપાનિયું કાઢવું.
પાંડવ અને કૌરવ', 'પાંડવાશ્વમેધ’, ‘મુકતા’, ‘શ્રીકૃષ્ણચરિત્ર', ગુજરાતી ગ્રંથ અને ગ્રંથકારો', અલંકારમણિમાલા’, ‘મણિમનુસ્મૃતિ વગેરે એમના ગ્રંથે છે.
ચૂંટે.
જોશી મણિશંકર દલપતરામ: ચરિત્રકાર, અનુવાદક.
૧૮૬૯ થી ૧૯૨૦ સુધીની ગાંધીજીની જીવનરેખા નિરૂપતી મોહનદાસ કરમચંદ ગાંધી' (૧૯૨૧), ‘ગોવર્ધનરામની સાહિત્યસેવા' (૧૯૨૨), 'રવીન્દ્રનાથ અને તરુદત્તનાં જીવન અને કવનને પરિચય આપતી તરુ અને ટાગોર' (૧૯૨૧), 'ગુજરાતને રાજરંગ” (બા. પ્રા. ભટ્ટ સાથે, ૧૯૨૭) અને શ્રીકૃષ્ણ-અર્જુન ગીતપદેશ' (૧૯૨૨) જેવી પુસ્તિકાઓ ઉપરાંત એમણે કાર્બાઈલસ્કૃત હીરો એન્ડ હીરોવસિપીને અનુવાદ ‘વીર અને વીરપૂજા’ (૧૯૨૧-૨૨) નામે આપ્યો છે.
૨.ર.દ.
૧૪૮: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education Intematonal
For Personal & Private Use Only
www.jainelibrary.org