________________
ચંદ્રકાન્તને ભાંગી ભુક્કો કરીએ–ચાવડા કિશનસિંહ ગોવિંદસિંહ
ચંદ્રકાન્તને ભાંગી ભુક્કો કરીએ : આત્મનિર્ભત્સનાના સૂરમાં આત્મવિસર્જન પર પહોંચતી અને નવસર્જન વ્યંજિત કરતી ચંદ્રકાન્ત શેઠની જાણીતી કાવ્યરચના.
- ચંટો. ચંદ્રમણિ : જુઓ, રાજ પર્વતસિહ હમીરસિહ. ચંદ્રવદન ચી. મહેતા : વિનોદ ભટ્ટને વ્યંગપૂર્ણ ચરિત્રનિબંધ, નાટક, લગ્ન, વિદેશપ્રવાસ તેમ જ વિલક્ષણ વાણીવ્યવહાર જેવા જીવનઘટકોને લક્ષ્ય કરી ચંદ્રવદન મહેતાનું અહીં માર્મિક વ્યકિતત્વ આલેખાયું છે.
ચંટો. ચંદ્રશંકર: બેધક હાસ્યકથાઓ ‘બાઘાના બખેડા' (૧૯૨૮), “રામ” (૧૯૨૮), ‘બાલમિત્રની વાર્તા” - ભા. ૧, ૨ (૧૯૨૮) અને ‘રાજાજીની વાતો' (૧૯૨૮) તેમ જ “સતી જસમા ઓડગ : સિદ્ધરાજ અને સતી સાવિત્રીને ગરબો' (૧૯૨૮) ના કર્તા.
૨.ર.દ. ચંદ્રહાસ શેલત: જુઓ, સેલારકા ચંદુલાલ ભગવાનજી. ચંદ્રાવલીમૈયા: ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની પ્રશિષ્ટ નવલકથા ‘સરસ્વતીચંદ્રમાં નદીમાં પડી તણાઈ જતી નાયિકા કુમુદને બચાવતું અને સરસ્વતીચંદ્ર-કુમુદસુંદરીના મિલન માટે મથતું વાત્સલ્યપૂર્ણ સાધ્વીનું પાત્ર.
ચં.ટી. ચંપકભાઈ, ‘પરમાનંદ': ભકિત અને સમર્પણને મહિમા કરતા બધપ્રધાન પત્રોનો સંગ્રહ ‘પરમાનંદપત્રો’ના કર્તા.
કૌ.બ્ર. ચંપૂ વ્યાસ: જુઓ, વ્યાસ ચંદ્રકાન્ત પૂજાલાલ. ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ (૧૯૭૦): જયોતિષ જનીની નવલકથા. હાસ્યરસને અવલંબીને ચીલેચલું વિષયવસ્તુમાંથી કલાત્મક આકૃતિ ઉપસાવતી આ કથા છે. એમાં, એક બાજુ માતુશ્રી ચંચળબા, પત્ની શારદા અને ત્રણ દીકરીઓ વચ્ચે જીવતા બૅન્ક ઍકાઉન્ટન્ટ હસમુખલાલનું ઠઠ્ઠાચિત્ર છે, તે બીજી બાજુ પિતા દ્વારા થયેલી માતૃહત્યાની પીડામાંથી મુકત થવા માગતા આધુનિક વિચારધારા પ્રગટાવતા બૌદ્ધિક અજય શાહનું કરુણચિત્ર છે. આ બંનેની રોજિંદી વાસ્તવિકતાઓનાં સંયોજનોથી કથામાં વેગ આવ્યો છે. મધ્યમવર્ગીય હસમુખલાલના હાથમાં અજય શાહરૂ. ૨૫,૦૦૦નો ચેક સરકાવે છે અને પારકા રૂપિયા હસમુખલાલ સ્વીકારે છે કે સ્વીકારતા નથી એવી સંદિગ્ધ ક્ષણોમાં કથાનું સમાપન થાય છે. હસમુખલાલના વ્યકિતચિત્રને કેન્દ્રમાં રાખતી અને ભાષા તેમ જ નિરૂપણના કૌશલ સાથે આનુક્રમિકતાની નીરસતાને તેડતી આ નવલકથા પ્રયોગ લેખે સફળ છે.
એ.ટી. ચાગલાણી સ્નેહકુમાર : પ્રચલિત ગીત-ઢાળમાં રચેલાં ‘અંબાજીનાં
છંદ-કાવ્યો' (૧૯૫૪)ના કર્તા.
ચારણિયા હાસમ હીરજી : જીવનચરિત્ર “જોન ઑફ આર્ક (૧૯૧૪). -ના કર્તા.
૨.૨.૮. ચારુદત્ત: જુઓ, મૈયા હરજીવનદાસ. ચાવડા કિશનસિહ ગોવિંદસિહ, ‘જિપ્સી' (૧૭-૧૧-૧૯૦૪, ૧-૧૨-૧૯૭૯): નિબંધકાર, નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક, અનુવાદક. જન્મ વડોદરામાં. મૂળ વતન સુરત જિલ્લામાં સચીન પાસેનું ભાંજ. વડોદરા, ગૂજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતનમાં શિક્ષણ. થોડો સમય ફેલોશિપ હાઈસ્કૂલ, મુંબઈમાં શિક્ષક. ૧૯૨૭-૨૮ માં પાંડિચેરી આશ્રમમાં. ૧૯૪૮ માં અમેરિકામાં પિટર્સબર્ગ કાર્નેગી ઇન્સ્ટિટ્યુટ ઑવ ટેકનોલોજીમાં છે મહિના માટે પ્રિન્ટિગ પ્લાન્ટ મેનેજમેન્ટ કોર્સ. વડોદરામાં ‘સાધના મુદ્રણાલયની સ્થાપના. ક્ષત્રિય'ના તંત્રી. ‘નવગુજરાતના સહતંત્રી. નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત. ૧૯૬૦થી અલમેડા પાસે મીરોલા આશ્રમમાં નિવાસ.
જીવનશ્રદ્ધા અને જીવનમાંગલ્યની ભૂમિકા પરથી રંગદર્શી મનતંત્રની અનેક મુદ્રાઓ પ્રગટાવતું ચિત્રાત્મક શૈલીનું આ લેખકનું ગદ્ય ગુજરાતી ગદ્યનું એક વિશેષ વૈયકિતક પરિમાણ છે. એમાં અધ્યાત્મ અને રહસ્યનું ભારઝલ્ સર્વ ભળેલ હોવા છતાં એકંદરે ઇન્દ્રિયાગી મૂર્તતા, રમણીયતા તરફ ખેંચી જાય છે. આવા ગદ્યનું ઉત્તમ પ્રતિનિધિત્વ કરતું એમનું પુસ્તક ‘અમાસના તાર' (૧૯૫૩) પ્રસિદ્ધ છે. એમાં રેખાચિત્ર, સંસ્મરણ અને આત્મકથાના ત્રિવિધ સ્તરને સ્પર્શતા પ્રસંગમાં જીવનના અનુભવનું વિધાયક બળ છે. પ્રવાસી અને સાહિત્ય-સંગીત-ચિત્રપ્રેમીને એમાં પરિચય થાય છે. સિીની આંખે' (૧૯૬૨)માં થોડાં વધુ સંસ્મરણો છે. હિમાલયની પત્રયાત્રા' (૧૯૬૪) હિમાલય પરના પ્રેમને સંતર્પક આવિષ્કાર બતાવે છે; તારામૈત્રક' (૧૯૬૮) જુદી જુદી પાંત્રીસ અંગત ચરિત્રરેખાઓ આપે છે; તે “સમુદ્રના દ્વીપ' (૧૯૬૮)માં જીવનમર્મને સ્પર્શતા ચોવીસ જેટલા લેખ સંગ્રહાયેલા છે. ‘અમાસથી પૂનમ ભણી' (૧૯૭૭) એમની અધ્યાત્મ-જિજ્ઞાસાની આંતરયાત્રા છે અને એમાં સત્યપ્રેમની શોધ કેન્દ્રસ્થાને છે. આ ઉપરાંત એમણે ધરતીની પુત્રી' (૧૯૫૫) નવલકથા તેમ જ ‘કુમકુમ' (૧૯૪૨) અને શર્વરી' (૧૯૫૬) વાર્તાસંગ્રહો પણ આપ્યાં છે.
હિંદી ભાષાની ઉત્પત્તિથી માંડી વર્તમાન યુગ સુધીની સામગ્રી આપતે ‘હિન્દી સાહિત્યને ઇતિહાસ' (૧૯૩૦) અને કબીરની વિચારધારા તેમ જ ગુજરાતી સાહિત્યના સંદર્ભે એના પ્રચાર, પ્રસાર અને પ્રભાવને વર્ણવતા કબીર સંપ્રદાય' (૧૯૩૭) એ એમના અભ્યાસગ્રંથો છે. ‘પંચોતેરમે' (૧૯૪૬), 'પ્રે. બ. ક. ઠાકોર અધ્યયનગ્રંથ' (અન્ય સાથે, ૧૯૬૯), ‘શ્રી ૨. વ. દેસાઈ અભિનંદનગ્રંથ', 'પ્રેમાનંદ સાહિત્યસભા રજતમહોત્સવે ગ્રંથ', અરવિંદ ઘોષના પત્રો' ઇત્યાદિ એમનાં સંપાદનો છે.
એમના અનુવાદગ્રંથમાં ઘોંડો કેશવ કર્વેનું આત્મચરિત્ર' (૧૯૨૭), “ગરીબની હાય' (૧૯૩૦), ‘જીવનનાં દર્દ' (૧૯૩૮),
૧૧૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org