________________
ગ્રંથકીટ-ઘડિયાળી જીવણલાલ હરિલાલ
કેટલાક વિચારકોએ ગ્રામજીવનના સજીવ સ્પર્શની ઓછપ, પાત્રાનુરૂપ ભાષાને અભાવ, બીબાંઢાળ પાત્રો અને સંવેદનાત્મક ઊંડાણની ઓછપ જેવી ઊણપ જોઈ છે.
દી.મ. ગિયર્સન જર્જ અબ્રાહમ : ૧૮૯૪ માં બ્રિટિશ સરકાર દ્વારા
સ્થપાયેલી ભારતની ભાષા-સર્વેક્ષણ પરિયોજનાના પહેલા નિયામક. એમણે તેત્રીસ વર્ષ બાદ ૧૯૨૭માં પોતાનું સર્વેક્ષણ ૧૧ ગ્રંથોમાં રજૂ કરેલું. આ ગ્રંથે ભારતીય ભાષાશાસ્ત્ર અને સામાન્ય ભાષાશાસ્ત્રના મહત્ત્વના સંશોધનમાં આધારસામગ્રી બન્યા છે. એમના ‘લિંગ્વિસ્ટિક સરવે ઓવ ઇન્ડિયા- વોલ્યુમ ૯, ખંડ ૨’ ગુજરાતી ભાષા અંગેનો છે, જેને કે. કા. શાસ્ત્રીએ ભારતીય ભાષા સમીક્ષા - ગુજરાતી ભાષા : ગ્રંથ ૯ ભાગ ૨’ નામે ગુજરાતીમાં અનૂદિત કર્યો છે.
ચં.ટી. ગ્રીન એચ.: ‘શબ્દ-સમૂહ: અંગ્રેજી અને ગુજરાતી' (૧૮૫૧) તથા ‘કલેકશન ઑફ ઈંગ્લિશ ફૂ ઝીઝ વિથ ધંર ઇડિયોમેટિક ગુજરાતી ઇકિવલ' (૧૮૬૭)ના કર્તા.
કેશવલાલ કાશીરામ શાસ્ત્રી; ધીરુભાઈ ઠાકર તથા ઇન્દ્રવદન જે. દવે અને પીતામ્બર પટેલ તથા ચિમનલાલ ત્રિવેદી છે.
આ ગ્રંથશ્રેણીમાં હયાત તેમ જ વિદેહ એવા ૫૭૩ ગ્રંથકારોને. પરિચય મળે છે, જેની નામસૂચિ અગિયારમાં ખંડમાં મળે છે. પરિચયમાં ગ્રંથકારનું પૂરું નામ, એનાં જન્મસ્થળ અને સમય, માતા-પિતા, પત્ની, શૈક્ષણિક અને વ્યાવસાયિક કારકિર્દી, વિશેષ રસ-રુચિ, પ્રાપ્ત પુરસ્કારો, પ્રકાશિત ગ્રંથોની સાલવાર યાદી તેમ જ અવસાન-સ્થળસમય જેવી માહિતીને સમાવેશ થયો છે.
ગુજરાતી સાહિત્યની ગતિવિધિ અને પ્રવાહદર્શન નિમિત્ત જે તે સાલનાં પ્રકાશિત પુસ્તકોની વર્ગીકૃત સૂચિ તથા સમીક્ષા, સામયિક-લેખસૂચિ, વિશિષ્ટ અભ્યાસ અને સંશોધનલેખે ઉપરાંત પુસ્તકલેખન, હસ્તપ્રતલેખન, મુદ્રણકળા વગેરે વિષયોને નિરૂપતા લેખે પણ અહીં સંગ્રહિત છે.
ગુજરાતી ભાષા-સાહિત્યમાં પ્રવર્તતી સંદર્ભ સાહિત્યની લગભગ અભાવની સ્થિતિમાં અત્યંત ઉપયોગી નીવડતી આ સંદર્ભગ્રંથશ્રેણી તેની ચોકસાઈ અને વ્યાપકતાને લીધે નોંધપાત્ર બને છે.
૨.૨.દ. ગ્રંથકીટ જુઓ, પારેખ નગીનદાસ નારણદાસ. ગ્રામચિત્ર (૧૯૪૪): ઈશ્વર પેટલીકરને રેખાચિત્રોને સંગ્રહ.
અહીં રેખાંકિત થયેલાં પાત્રો ગ્રામસમાજનાં જાતિચિત્રો જેવાં છે. મુખી, ભૂવો, શિક્ષક, વાળંદ, દરજી, ભાંજગડિયા, શાહુકાર, તલાટી, વરતણિયો, ગામફોઈ, વાળંદણ, ભંગડી વગેરે લોકસમુદાયનાં પ્રતિનિધિઓની સારીનરસી બંને બાજુઓ લેખકે પૂરી સહાનુભૂતિથી બતાવી છે. સરકારની શેષણખેરી, એનું નઘરોળપાશું અને ગામડાંના આગેવાનોની સ્વાર્થલાલુપતા, સત્તાવૃત્તિ, લાલસા આદિનું પણ અહીં ચિત્રણ છે. લેખકની ભાષામાં ચિત્રાત્મકતા ઉપરાંત નર્મ-મર્મ રીતિ પણ છે. ગ્રામજીવનની આથમતી પરંપરાઓને જાણવા માટેના દસ્તાવેજી ગ્રંથરૂપે પણ આ રેખાચિત્રોનું મૂલ્ય છે.
મ.૫. ગ્રામમાતા : રાજાની લાલુપ દૃષ્ટિ ધરતીને રસકસ ઉડાડી દે છે, એનું સમર્થન કરતા પ્રસંગનું આલેખને આપનું કલાપીનું ખંડકાવ્ય.
એ.ટી. ગ્રામલામી-ભા. ૧-૨ (૧૯૩૩, ૧૯૩૪, ૧૯૩૫, ૧૯૩૭): રમણલાલ વ. દેસાઈની ૧,૨૩૩ પાનાંમાં વિસ્તરેલી આ આદર્શવાદી નવલકથા તત્કાલીન ભારતની દુર્દશા માટે પરાધીનતા ઉપરાંત ગામડાંની અવદશાને આગળ કરે છે અને ગ્રામોદ્ધારના અનેક કાર્યક્રમો કથાનાયક અશ્વિન દ્વારા અમલમાં મુકાતાં બદલાતા ગ્રામજીવનની ઝાંખી કરાવે છે. નેકરી મેળવવામાં નિષ્ફળતા મળતાં અશ્વિન તળાવમાં ડૂબીને આપઘાત કરવા પ્રયત્ન કરે છે, ત્યાં તેની સમક્ષ ગ્રામલામી પ્રગટ થઈને તેને ગામડાંની સેવા કરવાનો આદેશ આપે છે. ત્યાર પછી ગામડાંના ઉદ્ધાર માટે અશ્વિને એક પછી એક પ્રવૃત્તિઓ આરંભે છે અને તેમાં સફળતા મેળવે છે - એવું કથાનક છે. ગાંધીવિચારને ચરિતાર્થ કરવા તાકતી આ કથામાં
ઘડતર અને ચણતર–ભા. ૧, ૨ (૧૯૫૪, ૧૯૫૯): નાનાભાઈ
ભટ્ટની આત્મકથા. આ ‘એક કેળવણીકારની અનુભવકથામાં નિખાલસ, નિર્ભક અને પરલક્ષી આત્મમૂલ્યાંકન જોવા મળે છે. લેખકને પ્રધાન ઉદ્દે શ દક્ષિણામૂર્તિનું ચિત્ર સમાજ પાસે મૂકવાનો હોવા છતાં કૃતિ એમના જન્મઉછેરથી આરંભાઈ, ચરિત્રનાયક જેમ જેમ વ્યકિત મટી સંસ્થા બનતા ગયા તેમ તેમ સંસ્થાકથા પણ બની છે. અહીં રસિક અને પ્રેરક પ્રસંગે લેખકનું પારદર્શક વ્યકિતત્વ ખડું કરે છે. ત્રિકમબાપા, છોટાભટ્ટ, માતા આદિબાઈ, પત્ની શિવબાઈ વગેરેનાં નોંધપાત્ર રેખાચિત્રો અને જીવંત તળપદી કાઠિયાવાડી બોલીના પ્રયોગવાળું સરળ, સચોટ, લાઘવયુકત ગદ્ય આ કૃતિની સમૃદ્ધિ છે.
ભ.ભ. ઘડિયાળ: ઘડિયાળને આપણ નહિ, ઘડિયાળ આપણને ચલાવે છે
અને યંત્ર જેવા બનાવી દે છે-એવા વિચારબીજને વિવિધ સંદર્ભોથી વિકસાવતા જ્યોતીન્દ્ર હ. દવેને હાસ્યનિબંધ.
રાંટો. ઘડિયાળી કર્નલ દીનશાહ: નાટ્યકૃતિ 'મણિપદ્મ' (૧૯૩૯) ના કર્તા.
કૌ.બ્ર. ઘડિયાળી છગનલાલ મોતીરામઉપદેશપ્રધાન કાવ્યકૃતિ જીવનસંદેશ' (૧૯૫૮)ના કર્તા.
કૌ.બ્ર. ઘડિયાળી જીવણલાલ હરિલાલ : કથાત્મક કૃતિ ‘નિભંગી ગુલાબ અને નવી વાડીની નામીચી નંદુ' (૧૯૨૫)ના કર્તા.
કિ.બ્ર.
૧૧૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org