________________
ઘડિયાળી દીનશાહ પેસ્તનજી ફરામજી–ઘેલાભાઈ લીલાધર
બ્રહ્મદેશ' (૧૯૪૨) જેવાં પુસ્તકો ઉપરાંત ‘વેદાંત સંજ્ઞાર્થ સંગ્રહ’ (૧૯૫૨), ‘સાધનાઝાંખી' (૧૯૫૨) અને ‘તરણ'(૧૯૪૩) જેવાં પુસ્તકો પણ આપ્યાં છે. એમણે ડાંગેના પ્રસિદ્ધ પુસ્તક ‘ગાંધી, અને લેનિનને તેમ જ ‘શિવમહિમ્નસ્તેત્રને ગુજરાતી અનુવાદ પણ આપે છે.
ઘડિયાળી દીનશાહ પેસ્તનજી ફરામજી, “નારદ મુનિ': પારસી ધર્મની સાંપ્રદાયિક કૃતિ “ધર્મને મર્મ અને પારસીની આરસી તથા પરમેશ્વરનું પંપાલન' (૧૯૦૩) તેમ જ ચરિત્રાત્મક કૃતિ ‘હિમાલયી મહાત્મા સક્રમ ગોગો' (૧૯૨૬)ના કર્તા.
કૌ.બ્ર. ઘડિયાળી મેહેરવાનજી બેજનજી (૧૮૭૨,-): નવલકથાકાર. ગુજરાતી અંગ્રેજી કેળવણી. ચોવીસ વર્ષની ઉંમરે ગ્રંથકર્તા. મેસર્સ ક્રાફર્ડ બ્રાઉન-વકીલની ઑફિસમાં કલાર્ક.
રશિયાના યહુદીઓ પરના અત્યાચાર વિશેનું ‘સિતમે સાઈબીરિયા' અને અમેરિકાના ગુલામના વેપાર વિશેનું ‘ગુલામી બાઝાર” જેવાં અંગ્રેજી આધારિત નવલકથાનાં પુસ્તકો એમના નામે છે.
ચં.ટો. ઘડિયાળી હરકિશનદાસ હરગોવનદાસ, દેવદાસ (-,૧૪-૧૦-૧૯૨૧): પદ્યકૃતિ “રસિક ઉપદેશમાળા' (૧૯૦૨) તેમ જ “સીતાહરણ તથા શિવદક્ષનો વિરોધ' (૧૯૦૨)ના કર્તા.
નિ.વ. ઘણ ઉઠાવ: સુન્દરમ ની કાવ્યરચના. અહીં નવા ઘાટ માટે વિસર્જન ઇચછના કવિને પ્રકોપ બળુકી બાનીમાં વ્યકત થયો છે.
" એ.ટી. ઘણ રે બોલે ને: ઝવેરચંદ મેઘાણીની પ્રસિદ્ધ કાવ્યરચના. અહીં ઘણ અને એરણના સંવાદ દ્વારા સંહારકને સ્થાને રચનાત્મક સમાજકાર્ય તરફની પ્રગતિલક્ષી વિચારાણા પ્રગટ થઈ છે.
ચં.ટા. ઘનશ્યામ : જુઓ, મુનશી કયાલાલ માણેકલાલ. ઘનશ્યામલાલ: ભકિતરસની પદ્યરચનાઓનો સંગ્રહ “રસિક અનન્યમાળા' (૧૯૩૬)ના કર્તા.
કૌ.બ્ર. ઘર : સાહિત્યના અને અંગત જીવનના અધ્યાસેથી ઘરના સૂક્ષ્મ અર્થ ભણી સરતા દિગીશ મહેતાનો લલિતનિબંધ.
ચંટો. ઘારેખાન મનહરનાથ માણેકનાથ : સ્વરચિત નવલકથા “ન્યાયને નાથ’-આધારિત નાટરૂપાંતર ‘ન્યાયને નાથ' (૧૯૩૦)ના કર્તા.
ઘારેખાન રંગનાથ શંભુનાથ (૧૮૬૫): કવિ, ગદ્યલેખક. પાટણના વતની. ૧૮૮૭માં બી.એ. વડોદરા રાજ્યના નાયબસૂબા.
એમનાં કાવ્યપુસ્તકો ‘શ્રીકૃષ્ણલીલામૃત બિમાળા' (૧૯૨૭) અને ‘શ્રીરંગમાળા તથા શ્રીકૃષ્ણ-કીર્તનાંજલિ' (૧૯૨૩)નાં ગીત-ભજનમાં એમને ભકિતભાવ હૃદયસ્પર્શી રીતે વ્યકત થયો છે. ‘શ્રીકૃષ્ણનું બાલદર્શન' (૧૯૪૬)માં વ્રજના બાલકિશોર શ્રીકૃષ્ણની લોકોત્તર વ્રજલીલાઓનું સુંદર કવિત્વભર્યા વર્ણનમાં તાદૃશ નિરૂપણ કર્યું છે. તે સાથે દરેક લીલાનું રહસ્યદર્શન કરાવતી તાત્ત્વિક ચર્ચા પણ પ્રેરક છતાં રસભરી શૈલીમાં કરી છે. ‘હારા ધર્મવિચાર' (૧૯૨૩) માં ચાર્વાકદર્શન, ન્યાય, સાંખ્ય, વૈશેષિક, શાંકરવેદાંત અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનની તુલનાત્મક, સદૃષ્ટાંત, વિદ્વત્તાપૂર્ણ ચર્ચા દ્વારા નીતિ અને સદાચારનું મહત્ત્વ સ્થાપવાને પ્રયત્ન કર્યો છે. 'શ્રીહાટકેશ્વર મહાદેવના વરઘોડાનાં ગીત' (૧૯૨૯) અને દુનિયાના ધર્મો' (૧૯૩૧) પણ એમની કૃતિઓ છે.
| નિવે. ઘાસ અને હું: ઘાસ સાથે તદપતાની સંવેદના પર પહાંચનું પ્રહલાદ પારેખનું કલ્પનભાગ્ય કાવ્ય.
ઘૂઘવતાં પૂર (૧૯૪૫) : ચુનીલાલ મડિયાની સત્તાવીસ વાર્તાઓને સંગ્રહ. ઘટનાપ્રધાન આ વાર્તાઓનું કલેવર. વસ્તુસંકલન, પત્રનિરૂપણ અને ભાષાભિવ્યકિતની રીતે નાનું છે. આ વાર્તાઓમાં રંગદર્શિતા અને લાગણીથી બંધાતું વાતાવરણ વાર્તાકારની સ્વસ્થતાથી પ્રમાણમાં નિયંત્રિત છે. લોકવૃત્તનું રૂપાંતર વ્યંજિત કક્ષાએ કરવામાં વાર્તાકાર જયાં સફળ રહ્યા છે તેવી વાર્તાઓમાં ‘કમાઉ દીકરે’ અને ‘વાની મારી કોયલ’ અત્યંત સ્થાયી રૂપ ધારણ કરી શકી છે. કયારેક તાલમેલિયું સંયોજન, ઘેરા રંગનું આલેખન અને અપ્રતીતિકર આગક ત વાર્તારૂપને હાનિ પહોંચાડે છે, છતાં આ વાર્તાઓ પ્રતિભાશાળી વાર્તાકારનો સંપર્શ પામી છે.
ચંટો. ઘીયા રાજેન્દ્ર (૧૮-૧૧-૧૯૩૦): ચરિત્રલેખક. જન્મ પાદરા (જિ. વડોદરા)માં. શિક્ષણ અમદાવાદમાં. રાજયશાસ્ત્ર વિષયમાં પ્રથમ વર્ગ સાથે એમ.એ. – હાઈસ્કૂલ, અમદાવાદમાં અને પછી ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યાભવનમાં શિક્ષણ અને સંશાધનકાર્ય. પછીથી મેઇઝ પ્રોડકટ્સ લિ.માં મૅનેજર.
એમણે યૂરોપને કૌટિલ્ય મેથાલી' (૧૯૬૧) નામની પરિચયપુસ્તિકા લખી છે.
ઘારેખાન રમેશ રંગનાથ, ‘ગૌતમ', ‘મનોરમ', ‘રમાપતિ': વાર્તાકાર. પ્રવાસકથાલેખક. જન્મ દ્વારકામાં. શિક્ષણ વડોદરામાં. ૧૯૧૫માં મૅટ્રિક. ઐરિછક વિષય સાહિત્યમાં નર્સ સહિત ૧૯૧૯માં બી.એ. દૈનિકપત્રો ‘હિંદુસ્તાન’, ‘રંગૂન-મેલ' તથા સાપ્તાહિક “બ્રહ્મદેશ'ના ઉપતંત્રી તથા તંત્રી. પછીથી વડોદરા રાજયના ભાષાંતર વિભાગમાં. જીવનના ઉત્તરાર્ધમાં સ્વામી પ્રણયતીર્થ નામે સંન્યસ્ત.
એમણે ઝમકદાર શૈલીમાં પત્રકારત્વની દિશા અને દશાનું નિરૂપણ કરતું “વૃત્તવિવેચન' (૧૯૪૬); હિંદ અને બ્રહ્મદેશની યાત્રાઓનું રોચક વર્ણન કરતાં ભ્રમણ' (૧૯૪૮) તથા ‘ઉત્તરાપથ (બી. આ. ૧૯૫૮); બ્રહ્મદેશવિષયક ‘સ્વર્ણભૂમિ' (૧૯૩૮) તથા
ઘેલાભાઈ લીલાધર: ‘ગરબાસંગ્રહ' (૧૮૮૮) અને જૈન કથાસંગ્રહ' (૧૮૯૦)ના કર્તા.
ગુજરાતી સાહિત્યકોશ- ૨ : ૧૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org