________________
સંખ્યાત્મક શબ્દકોશ
(૧૯) ગુરુભગવંત બોલાવે ત્યારે પોતાની જગ્યાએ બેઠા બેઠા જ
ઉત્તર આપે, (૨૦) ગુરુભગવંત બોલાવે ત્યારે સાંભળ્યું ન સાંભળ્યું કરી દે, (૨૧) ગુરુનો અનાદર કરી, “તું કારે બોલાવે, (૨૨) ગુરુને અનાદરથી “શું કહી રહ્યા છો?” – એમ કહે, (૨૩) ગુરુને કઠોર શબ્દોથી સંબોધિત-આમંત્રિત કરે અથવા ઊંચા
અવાજે બોલે, (૨૪) ગુરુનો કોઈ શબ્દ પકડી, તે શબ્દનો ઉપયોગ કરી અવજ્ઞા
કરે,
(૨૫) ગુરુ પ્રવચન આપતા હોય તે દરમિયાન
વચમાં બોલી ઊઠે કે “આ આમ નથી, આમ છે', (૨૬) ગુરુ પ્રવચન ફરમાવી રહ્યા હોય ત્યારે “તમે ભૂલી ગયા છો?
એમ બોલે, (૨૭) ગુરુ પ્રવચન ફરમાવી રહ્યા હોય ત્યારે
અન્યમનસ્ક રહે, (૨૮) ગુરુ વ્યાખ્યાન આપતા હોય ત્યારે અધવચ્ચે પરિષદને ભંગ
કરી દે, (૨૯) ગુરુ વ્યાખ્યાન આપતા હોય ત્યારે વચ્ચે તથા પ્રકારનું વર્તન
કરીને કથાનો વિચ્ચેદ કરે, (૩૦) ગુરુ વ્યાખ્યાન આપતા હોય ત્યારે વચ્ચે પોતે
વ્યાખ્યાન આપવાનો પ્રયત્ન કરે, (૩૧) ગુરુના ઉપકરણોને પગ લાગતા વિનયપૂર્વક
ક્ષમાયાચના ન કરે, (૩૨) ગુરુના પાથરણા પર ઊભા રહે, બેસે અથવા સૂવે, (૩૩) ગુરુથી ઊંચે અથવા બરાબરના આસન ઉપર
ઊભા રહે, બેસે અથવા સૂવે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org