________________
૩૦૪
સ્ત્રીને કહ્યું કે, “બીશ નહિ. તારે બીવાનું કારણ નથી.” એટલામાં તે તેણે કેશીદૈત્યને એ કન્યાની આગળ ઊભેલો જોયે. એણે મુકુટ પહેર્યો હતા અને હાથમાં ગદા લઈને પર્વતની પેઠે અડગ ઊભે હતો. ઈન્ડે કહ્યું : “હે નીચ! તું આ કન્યાનું હરણ કરવાની ઈચ્છા કરે છે કે, જાણું કે વજધારી ઈન્દ્ર માટે તું એને પીડા કરવાનું છોડી દે.'
કેશીએ કહ્યું કે, આ કન્યા મેળવવાની મેં ઈચ્છા કરી છે, માટે તું જ એને છોડી દે. તેમ કરવાથી જ તું તારા નગરમાં જીવતો જઈ શકીશ.” પછી ઇન્દ્ર ઉપર એણે પર્વતનું શિખર ફેંકયું, જે ઇન્દ્ર પિતાના વજથી વિદાયું, એટલે બીને કેશી ત્યાંથી નાસી છૂટ્યો. પછી ઈન્ડે એ કન્યાને એને ઈતિહાસ પૂછો.
કન્યાએ કહ્યું કે, હું દેવસેના નામની પ્રજા- પતિની કન્યા છે. હું અને મારી બહેન દૈત્યસેના – જેને પૂર્વ કેશીદૈત્ય હરી ગયા હતા તેઅમે બને સખીઓ સાથે માનસ પર્વત ઉપર પ્રજાપતિની આજ્ઞા લઈને નિત્ય રમવા આવીએ છીએ. રોજ આ દૈત્ય અમને અમારું હરણ કરવાની ઈરછા દર્શાવે છે. મારી બહેન એને ચહાય છે. એને આ કેસી હરી ગયો અને મને હરી જવાનું ધારે છે. પણ હું એને ઈચછતી નથી. હું તમારા સામર્થ્ય વડે આનાથી છૂટી તમારા દેખાડેલા દુર્જય પતિની ઈચ્છા રાખું છું.'
ઇન્ડે કહ્યું કે, “અદિતિ મારી માતા હોવાથી તું મારી માસીની પુત્રી છે. હવે તારું પોતાનું બળ કેટલું છે તે કહે'
કન્યાએ કહ્યું કે, “હે મહાબાહુ! હું પોતે તે અબળા છું, પણ મારા પિતાના વરદાનથી મને બળવાન પતિ મળશે અને દેવો અને દેને તે નમશે.' પછી ઈન આ કન્યાને લઈને બ્રહ્મદેવ પાસે ગ. એને બળવાન પતિ મળશે એવું બ્રહ્મદેવથી નર્ણને પાછાં આવતાં ઇન્દ્રને મહાર સંગ્રામ થતે જોવામાં આવ્યો અને દુચિહ્ન દેખાયાં. એ ઉદયકાળના સર્યને અને સૂર્યમાં પ્રવેશતા
ચંદ્રને જોયા. સુર્ય ચન્દ્ર બન્ને વર્ષની છેલ્લી અમાવાસ્યામાં હોવાથી પાપસ્થાનમાં હતા, એટલામાં અગ્નિને સૂર્યમાં પ્રવેશતે જે. બ્રહ્મદેવની પાસેથી પછી ઇન્દ્ર એ કન્યાને લઈને જ્યાં વસિષ્ઠ વગેરે સમર્થ ઋષિએ બેઠા હતા ત્યાં ગયે. મહાત્મા ઋષિઓએ ઈષ્ટિ કરીને હુતદ્રવ્ય લેવા અગ્નિનું આવાહન કર્યું. એટલે અગ્નિ ત્યાં વિધિપૂર્વક આવ્યો અને આવાહનીય અગ્નિમાં પ્રવેશ કરી એ હુતદ્રવ્ય લઈને દેવતાઓને અર્પણ કર્યું. પછી ત્યાંથી જતી વખતે એવું મહાત્મા ઋષિઓની પનીઓને પોતપોતાના આસન પર બેસી સુખરૂપ ઊંઘતી દીઠી. તેઓ સુવર્ણની વેદી જેવી નિર્મળ, અગ્નિની જ્વાળા જેવી તેજસ્વી અને તારાના જેવી ચમકતી હતી. આવી ઋષિપત્નીઓને જોઈને અગ્નિ તેમનામાં આસક્ત થઈ ગ; અને એની ઇન્દ્રિ
વ્યાકુળ થઈ ગઈ. તે કામને વશ થઈ ગયે, પણ વિચારવા લાગ્યું કે હું આ પ્રમાણે ક્ષોભ પામ્યો તે યોગ્ય નથી. આ ડિજેન્દ્રોની પત્નીઓ સદાચરણી અને કામના વિનાની છે. હું કાંઈ નિમિત્ત વગર તેઓને જેવાને અને સ્પર્શવાને પણ સમર્થ નથી. તેથી હું ગાર્ડ પત્ય અગ્નિમાં પ્રવેશ કરું અને એમને વારંવાર જોઉં.
પછી ગાહ પત્ય અગ્નિમાં પ્રવેશેલો અગ્નિ પિતાની જવાળાઓથી ઋષિપત્નીઓને સ્પર્શ કરતા અને જોઈને આનંદ પામતે ઘણા કાળ પર્યત ત્યાં રહ્યો. આમ આ સ્ત્રીઓમાં મન જોડીને ઘણું કાળ સુધી રહ્યા છતાં, એને આ બ્રાહ્મણની સ્ત્રીઓને લાભ થયો નહિ. ત્યારે કામ વડે સંતાપ પામેલ તે દેહત્યાગને નિશ્ચય કરી ત્યાંથી વનમાં ચાલી ગયે. - દક્ષપુત્રી સ્વાહા પ્રથમથી જ આ અનિની કામના કર્યા કરતી હતી. આ પ્રેમાળ સ્ત્રીને પણ સમયથી અગ્નિને મળવાને સંધિ મળતા ન હતા. વાહાએ જ્યારે જાણ્યું કે કામથી સંતાપ પામી અગ્નિ શા કારણે વનમાં ચાલી ની છે, ત્યારે આ સુંદરીએ વિચાર કર્યો કે, હું સપ્તર્ષિઓની