________________
અરિષ્ટ
૩૦
થકે પિતાના પિતા પાસે જઈને કુમારે બનેલી હકીકત કહી. રાજા, કુમાર વગેરે મરેલા મુનિ પાસે જતાં તેને પડયો હતો તે જગાએ ન દીઠો. શકાગ્રચિરો એની શોધ કરતાં કરતાં આના આશ્રમે આવી ચઢયા. અર્ધપાઘ આપવા માંડયું એટલે મુનિને કહ્યું કે અમે ભૂલમાં બ્રહ્મહત્યા કરી છે. સબબ તમારા આતિથ્યને યોગ્ય નથી. મુનિએ પછી પિતાના મૂએલા પણ સજીવન કરેલા પુત્રને બતાવ્યો, અને કહ્યું કે અમને મૃત્યુનો ડર નથી. તમે ભૂલમાં થયેલા કૃત્યને પશ્ચાત્તાપ વડે ધોઈ નાંખ્યું છે. ' ભાર૦ વ૦ ૧-૮૪. અરિષ્ટનેમિ કશ્યપ ઋષિનું બીજું નામ છે ભાર૦ શાંતિ અ૦ ૨૦૮, શ્લ૦ ૮. અરિષ્ટનેમિ (૨) કશ્યપ વડે વિનતાને પેટે થયેલ પુત્ર. એનું બીજુ નામ તાર્ય. મુખ્યત્વે કરીને ગરુડનું આ નામ છે. અરિષ્ટનેમિ (૩) પોષ મહિનામાં વાર છે ગંધર્વ (સહસ્ય શબ્દ જુઓ) અરિષ્ટનેમિ (૪) પ્રાચેતસ દક્ષની ચાર કન્યાઓને - પતિ. અરિષ્ટનેમિ (૫) વિદેહવંશના પુરુજિત જનકને પુત્ર. એના પુત્ર તે છતાયુજનક. અરિષ્ટનેમિ (૬) મિત્ર નામના આદિત્યને પુત્ર. | ભાગ ૬–૧૮-૬. અરિષ્ટનેમિ (૭) યમની સભામાં એક ક્ષત્રિયવિશેષ. | ભાર૦ ૦ ૮–૨૨. અરિષ્ટનેમ (૮) એક બ્રાહ્મણ. એને સગરની સાથે મેક્ષસાધન વિષયે સંવાદ થયે હતો ! ભાર૦ શ૦ ૨૯૪–૨. અરિષ્ટનેમિ () ગુપ્તવાસ વખતે પાંડવમાંના સહદેવે ધારણ કરેલું નામ. નકુલે તંતિપાળ નામ રાખ્યું હતું. તે ભાર૦ વિરા૦ અ૦ ૧૦. અરિસેન મહાભારતના યુદ્ધમાં દુર્યોધન પક્ષને એ નામને એક રાજા | ભાર૦ શ૧૦ અ૦ ૬ અરિા કે ઈ ગ્રંથમાં મળી આવતું કશ્યપ ઋષિની સ્ત્રીનું નામ. ભારતમાં જે તે સ્ત્રીઓનાં નામ
અરુણ આપ્યાં છે તેમાં કોઈનું એ નિશ્ચયપૂર્વક કહેવાતું નથી. અરિષ્ટા હાહા, હુહુ આદિ ગંધર્વોની અને અલં. બુષાદિ અપ્સરાઓની માતા, કશ્યપની સ્ત્રી / ભાર અ૦ ૬૬-૪૯. અહિ સમવંશીય અપરાચીનને પુત્ર વૈદર્ભ મર્યાદા એની મા, આડગી એની સ્ત્રી અને મહાભૌમ એને પુત્ર થાય. | ભાર આ૦ ૭-૬૧૩. અ૨જ રાવણ પક્ષને એ નામને એક રાક્ષસ. અરુણ પાંચમા રેવત મનુના દશ પુત્રોમા એક. અરુણ (૨) કશ્યપ ઋષિથી વિનતાને પેટે અવતરેલે પુત્ર. ગરુડને મોટા ભાઈ. વિનતાએ એનું ઇડું પરિપકવ થવાના સમય પહેલાં ઉતાવળ કરીને ફોડવાથી એ પાંગળે જન્મ્યા હતા. અનર અને વિપાદ એવાં એનાં બીજાં નામે છે. એણે પિતાની માને શાપ દીધું હતું કે તેમને અપૂર્ણ – સર્વાગ ઉત્પન્ન થાય તે પૂર્વે– જન્મ આપ્યું માટે તારે શોક્યનું દાસીપણું કરવું પડશે. માની પ્રાર્થના ઉપરથી એણે ઉશાપ આપ્યો હતો કે તારે બીજે પુત્ર થશે તે તારું દાસત્વ ફેડશે. પ્રસ્તુત કાળમાં એ સૂર્યને રથ હાંકે છે, સૂર્યને સારથિ છે, ભાર૦ આદિ અ૦ ૨૪૦ એની સ્ત્રીનું નામ એની; એને સંપાતિ અને જટાયુ નામના બે પુત્ર હતા. અરુણ (૩) ગૌતમ ગોત્રોત્પન્ન એક ઋષિ. કઈ કેઈ ગ્રંથમાં એને અરુણિ પણ કહ્યો છે. એને આરુણિ નામને પુત્ર તે જ ઉદ્દાલક ઋષિને નામે પ્રસિદ્ધ છે. અરુણ (૪) સૂર્યવંશી ઇક્ષવાકુ કુળના પહેલા અનરણ્યના નામના રાજાના હયે નામના પુત્રથી દષતી નામની સ્ત્રીને પેટે જન્મેલો પુત્ર. એને નિબંધન અગર ત્રિબંધન નામને પુત્ર હતા. અરુણ (૫) વિકચિત્ત નામના દાનવવંશમાં જન્મેલે એક દાનવ. એણે ત્રીસ વર્ષ સુધી ગાયત્રી પુરશ્ચરણ કરીને ઉગ્ર તપ કરીને બ્રહ્મદેવને આરાધ્યા હતા. બ્રહ્મદેવે પ્રત્યક્ષ થઈને વર માગવાનું કહેતાં એણે હું અમર થાઉં એવું માગ્યું હતું. પરંતુ બ્રહ્મદેવ એમ થવું અપ્રાપ્ત છે કહેતાં એણે ફરી માગ્યું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org