________________
દેવી
૨૭૧
વી
કે અનાર્ય – મૂળ વતનીઓમાંથી મહિષ-પાડાની પૂજાને જુદે જુદે કાળે અને સ્થળે વંશ કરીને તેને સ્થાને શક્તિપૂજાને પ્રચાર થયો હેય? મૂળવતનીઓમાં અમુક જનાવર અગર એવી જ સૃષ્ટવસ્તુની પૂજા થતી અને થાય છે, એ જાણીતી વાત છે. વર્તમાન સમયમાં પણ પંચમહાલના ભીલેમાં સર્વોપરી દેવ તે ઘડાદેવ છે. ગામેગામ પ્રહરમાં ઝાડ તળે ઘોડાની મૂર્તિઓ મોજુદ હોય છે. વીજળી એ આ ઘડાદેવીની બહેન મનાય છે. ઈ.સ. ૧૮૭૮માં પડેલા ખરડીઆ વખતે વરસાદ ન આવવાનાં કારણમાં સબળ કારણ એ હતું કે વીજળી પોતાને પિયેર એટલે ઘેહાદેવને ઘેર ગઈ હતી ! એને પૃથ્વી પર મોકલવાને ભીલેએ ઘડાદેવને કાંઈ કાંઈ ક્રિયાઓ કરીને વીનવ્ય હતે.
વિષ્ણુધર્મોત્તરમાં લખ્યું છે કે ભારદ્વાજની રતિને પરિણમે નન્દાદેવીના જન્મ થયો હતો. પરંતુ વરાહપુરાણમાં આ દેવીના જન્મને અંગે જુદી જ હકીક્ત આપી છે. કેઈ સિંધુદીપ નામને રાજા પિતાને એક પૂર્વ જન્મમાં ત્વષ્ટાને પુત્ર હતો. એ જન્મે એને ઈદ્ર મારી નાખ્યો હતો. પૂર્વજન્મના સ્મરણને લીધે આ રાજા ઈંદ્રને મારે એવા પુત્રની પ્રાપ્તિ સારુ તપ કરતે હતે. વેત્રવતી નદી જાતે સુંદર તરુણીનું રૂપ ધારણ કરીને આ તપમન રાજા પાસે આવી અને એમના સંગથી ત્રાસુર નામને પુત્ર થયે. આ પુત્ર કાળે કરીને પ્રાતિષને રાજા થયું. એણે બધા પ્રતિસ્પર્ધી રાજાઓને જીતી લીધા અને દેવ અને ઇંદ્રને કષ્ટ આપવા લાગ્યા. ઇંદ્રને મોખરે કરીને શિવ સહવર્તમાન સઘળા દેવ બ્રહ્માની આગળ રાવે ગયા. એમની ફરિયાદ સાંભળીને બ્રહ્માના મનમાં શંકા ઉત્પન્ન થઈ કે વિષ્ણુની માયા વડે આ દુઃખ ઉદ્દભવ્યું છે. તરત જ એક વેતવસ્ત્રધારી - અષ્ટભુજા– કુમારિકા ઉત્પન્ન થઈ અને એણે આ અસુરને મારવાનું માથે લીધું. અસુર જોડે યુદ્ધ કરીને આ દેવીએ એને નાશ કર્યો. બ્રહ્માદિ દેવોએ દેવીની ઉપકારપૂર્વક સ્તુતિ કરી અને ભવિષ્યમાં થનારા મહિષાસુરને મારવામાં તમારી
“ ઉ ન મારવામાં તમારી
મદદ જોઈશે એમ કહ્યું. દેવેએ હિમાલય ઉપર જઈને આ દેવીની સ્થાપના કરીને પૂજા ચાલુ કરી દેવોને આ કૃત્યથી આનંદ ઉત્પન્ન થયે માટે આ દેવીનું નામ નંદા પાડવું.
ઘણુ વખત દુર્ગા નવરૂપના સમૂહમાં પૂજાય છે. એક રૂ૫ વચમાં અને આઠે દિશાએ એકેક એમ. એમની સ્થાપના થાય છે. યંત્રમાં એમની મૂર્તિઓને બદલે તેમની જગાએ તેમને બીજાક્ષર માત્ર લખવામાં આવે છે. આ દેવી સર્વશક્તિપ્રદાયિની છે.
ભદ્રકાળી નામની દેવી સુંદર મુખારવિંદ, ત્રિનેત્ર અને અષ્ટદશ ભુજાવાળી હોય છે. મહાકાળી દેવી દીર્ધનયના અને ક્ષીણુકટીવાળી ગણાય છે. એ દેવી અષ્ટભુજા હેઈને ગળામાં પાલમાળા ધારણ કરે છે. અંબાની મૂર્તિ કમલરંગો અને ચતુર્ભ જા હોય છે, પ્રખ્યાત આરાસુરવાસિની અંબાની મૂર્તિ જ નથી.
ત્યાં ગોખમાં ખીંટીઓ ઉપર વસ્ત્રો એવી રીતે શેઠવાય છે કે દૂરથી જોનારની નજર આગળ શક્તિની મૂર્તિ ખડી થાય છે. અંબિકાદેવી સિંહારૂઢ અને ત્રિનેત્રવાળી છે. મંગળાદેવીનું મુખારવિંદ સુંદર હસિત હેઈ, એ સુંદર સ્તનવાળી છે. સર્વમંગળા દેવી સિંહ ઉપર બેઠેલી અને ચાર હાથવાળી ગણાય છે. કાલરાત્રિ દેવી એ સંહારક રૂપ છે. એ એકવેણી અને નગ્ન છે. આ દેવી શરીરે તેલનું મર્દન કરે છે અને પગમાં લેઢાનાં કડાં પહેરે છે. લલિતા દેવી પિતાના હસ્તમાં દર્પણ અને અંજનની પેટી ધારણ કરે છે. ગૌરી કુમારિકારૂપે હોય છે. ઉમા એ એનું જ રૂપ છે. એનું બીજુ રૂપ તે પાર્વતી છે. એના ચાર હાથમાંના બેમાંથી એકમાં શિવની અને બીજામાં દેવગણના પતિ ગણેશની મૂર્તિ હોય છે. દુર્ગાનું બીજુ એ એક રૂપ છે જે મગરની પીઠ પર ઊભેલું ગણાય છે. બંગાળા તરફ આ રૂપે પૂજાય છે. તેાતળા અને ત્રિપુરા ગૌરીનાં બીજા સ્વરૂપ છે. રંભા દેવી ભક્તજનોની સઘળી મનઃકામના પૂરી પાડે છે. ભૂતમાતા, યોગનિદ્રા, વામા એ જુદાંજુદાં ફળ આપનારી દેવીઓ છે. શત્રુને સંહારનારી અને ભક્તોને અતુલ સુખ આપનારી જેષ્ઠા દેવી એ એક ભયંકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org