________________
કણ
આનંદ પામી કર્ણ રથારૂઢ થઈ યુદ્ધ કરવા લાગ્યો. એણે ઘણી સેનાને મારીને ત્રાસ પમાડ્યો. પણ અજુન દેખાતે રહેતે માટે વારંવાર પૂછતો હતો કે અર્જુન કયાં છે, અર્જુન કયાં છે. આ જોઈને શલ્ય એને કહ્યું કે કર્ણ ! અર્જુનને તું હવે સત્વર જોઈશ! પણ જે વેળા એ તારી દષ્ટિએ પડશે, ત્યારે તારું ધૈર્ય આટલું રહેશે કે નહિ એ શંકા છે. અરે, અર્જુન તે અર્જુન જ. એને બરોબરિયે એ પોતે જ, એ મનમાં સમજી રાખજે. મને કહે જોઈએ, પાંડવો વનવાસમાં હતા ત્યારે ગંધર્વોએ દુર્યોધનને બાંધ્યો હતો તે વખતે તું ત્યાં હોવા છતાં એને કેણે છોડાવ્યો હતો ? તે કે અર્જુને ? વળી વિરાટનગરીમાં ઉત્તર–ગગ્રહણ વખતે તું ત્યાં હાજર હતો કે નહિ? જો હતો તે ત્યાંથી કેમ નાસી આવ્યું ? અરે, મહાયે દ્દો અર્જુન ક્યાં, અને એક તુચ્છ મગતરા જેવો તું કયાં, એનો વિચાર કરીને બોલા વૃથા અર્જુન કયાં, અજુન કયાં, એમ શું બબડે છે ? એમાં શું તાત્પર્ય ?
શલ્યની આવી મર્મભેદક વાણી સાંભળી કણને ક્રોધ આવ્યું. પણ જે પોતે કાંઈ અધિક બેલશે તે શલ્ય સારથિપણું તજી દે, એ બીકે થોડીવાર સ્તબ્ધ થઈને ચૂપ રહ્યો. છતાં એનાથી બેલ્યા વગર રહેવાયું નહિ. એ શલ્ય પ્રતિ બે કે, શલ્ય, તે મને જે કાંઈ કહ્યું, તેમાં તારો દેષ નથી. પરંતુ જે મદ્રદેશનો તું રાજા હોઈ ત્યાંની પ્રજ પાસેથી પછાશ લઈ તે ઉપર ઉપજીવિકા કરે છે તેનો વાંક છે.
કર્ણ કહે હિમાલય ઉપગિરિ, ગંગા, સરસ્વતી, યમુના અને કુરુક્ષેત્ર એ પાંચની બહારના પ્રદેશને, તેમ જ શતદ્રુ, વિપાશા, ઈરાવતી, ચંદ્રભાગા, વિતસ્તા અને સિંધુ આ છ નદીઓની વચ્ચેના પ્રદેશને “વાહીક અટ્ટ” એ નામ કહેવાય છે. એવા પ્રદેશમાં આ લેકેએ બે દિવસ પણ રહેવું ન જોઈએ. પણ શલ્ય ! તું પ્રથમ વર્ગના પ્રદેશમાં રહેનાર છે. તારો દેશ બહિષ્કત ગણાયેલે
એટલે ત્યાજ્ય છે, એને માટે તે શું વધારે કહેવાની જરૂર ? (વાહીક શબ્દ જુઓ.) વળી તારા દેશના
કે પણ બહુધા સંસ્કાર રહિત, ગેળને દારૂ પિનારા, એમના આંગણામાં ડાબા જમણી સુરાપાત્ર અને ગોવધને સારુ નિર્માણ કરેલી જગાઓ હોય છે એવા હોય છે. વળી તારા દેશની સ્ત્રીઓ વસ્ત્રવિહીન નૃત્ય અને ગાન કરનારી અને બહાર ખુલ્લામાં આંગણે બેસી શરીરે પુષ્પાદિ ધારણ કરનારી બેશરમ હોય છે. વળી તારા દેશની સ્ત્રીઓ ઈચ્છામાં આવે તેની સાથે મિથુન કરનારી હોય છે. એટલું જ નહિ, પણ તારા દેશમાં ગધેડાં, ખરચર અને ઊંટ ઉપર સવારી કરવી; મેઢાં, ડુક્કર અને કુકડાનું માંસ અને શેકેલા સાથવા ખાવા, અને ગધેડી, મેઢી અને ઊંટડીનું દૂધ પીવું, આ બધું નિત્યની પેઠે જ ચાલુ. વળી તારા દેશના લેકની નફટાઈ કેટલી! એમ કહેવું કે અમે કરીએ છીએ એમ જેઓ કરતા નથી તેમના જન્મ વ્યર્થ છે. શલ્ય ! શું વધારે કહું ? પ્રસ્થળ, ગાંધાર, અર, ખશ, વસાતી, સિંધુ, સૌવીર, કારસ્કર, માહિષક, કલિંગ, કેરલ, કંટક, વીરક, જર્તિક એ બધા દેશની પેઠે તારે પિતાને મદ્રદેશ પણ કુત્સિત હોવાને લીધે તું મદ્રદેશાધપતિ એટલે તું એ કુત્સિત. અને માટે જ તું મારી સાથે કસિત ભાષણ કરે છે.
મદ્રદેશની સંગત કરવી એ અયોગ્ય છે માટે હે. વૃશ્ચિક, તારા કરડેલા મનુષ્યનું ઝેર ઊતરે, આવા અથર્વણમંત્ર વડે માંત્રિકે વિષ ઉતારે છે, તે એ શલ્ય, તારી વર્તણૂક ઉપરથી મને સત્ય જ જણાય છે. પિતાને નિરર્થક કહેલાં હલકાં વચનોથી ગુસ્સે થઈ કર્ણથી આટલું બોલ્યા વગર રહેવાયું નહિ. અમ બોલીને એ છાનો રહ્યો કે શલ્ય કહ્યું : તારા અંગદેશની વાત કેમ ભૂલી જાય છે ? તારા લેકે માંદા મણિસનો પરિત્યાગ કરે છે, અને પિતાની સ્ત્રીઓ અને બાળકને વેચે છે. આવાં હોણું કર્મો તારા દેશમાં થતાં હોવાથી જે તું પણ એવો નઠારો હોય, તે હું મારા દેશના વ્યવહાર વડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org