________________
પૌષધોપવાસ,પ્રતિભેદી
પૌષધોપવાસ : ઉપવાસપૂર્વક કરાયેલો પૂર્વોક્ત પૌષધ. પ્રકૃતિબંધ : પ્રતિસમયે બંધાતાં કર્મોમાં જુદા જુદા સ્વભાવો નક્કી કરવા તે, જ્ઞાનાવરકત્વ આદિનો બંધ કરવો તે.
પ્રચલા : ઊભા ઊભા, અને બેઠાં બેઠાં ઊંઘ આવે તે, વ્યાખ્યાનમાં, ધાર્મિકાદિ વર્ગોમાં, પ્રતિક્રમણાદિમાં જે ઊંઘ આવે
તે.
પ્રચલાપ્રચલા : ચાલતાં ચાલતાં જે ઊંઘ આવે તે.
પ્રજનનેન્દ્રિય : પુરુષચિહ્ન, ગર્ભજ જીવને ઉત્પન્ન કરનાર ઇન્દ્રિય. પ્રજનનશક્તિ : પદાર્થ ઉત્પન્ન કરવાની શક્તિ, વીર્યમાં, બીજમાં જે ઉત્પાદક શક્તિ છે તે.
પ્રણિપાત ઃ નમસ્કાર, પ્રણામ કરવો તે, પગે પડવું તે.
પ્રણીત તત્ત્વ : કહેલ તત્ત્વ, ગીતાર્થો
વડે કહેવાયેલ-રચાયેલ તત્ત્વ. પ્રતર ઃ નારકી અને દેવોને રહેવા માટેના આવાસોના મજલા. (માળ).
પ્રતરલોક : સાત રાજ લંબાઈ અને પહોળાઈવાળો લોક.
પ્રતિક્રમણ : કરેલાં પાપોની
Jain Education International
૮૮
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
આલોચના કરવી, મિચ્છામિ દુક્કડં માગવું. પ્રતિક્રમણાવશ્યક : સવાર સાંજે
નિયત કરવા લાયક, તથા પંદર દિવસે, ચાર મહિને અને બાર મહિને વિશેષપણે કરવા
લાયક.
પ્રતિદિન દરરોજ, રોજેરોજ, હંમેશાં, સદા.
પ્રતિપક્ષી : સામો પક્ષ, વિરોધ પક્ષ, આપણાથી વિરુદ્ધ માન્યતાવાળો પક્ષ.
પ્રતિબંધક : કાર્યને રોકનાર, કાર્ય ન થવા દેનાર, કાર્યનાં ઉત્પાદક કારણો હાજર હોવા છતાં કાર્ય ન થવા દે તે, જેમકે બીજાએ વાવ્યું હોય, ખાતર-પાણી આપ્યાં હોય, છતાં ખારો પડે તો અનાજ પાકે નહીં તેથી ખારો અથવા ઉખર ભૂમિ એ પ્રતિબંધક કહેવાય છે.
પ્રતિભાસંપન્ન : તેજસ્વી માણસ,
ઓજસ્વી, જે સત્ય રજૂ કરી શકે, કોઈનાથી ખોટી રીતે ડરે નહીં, વિરોધીઓ પણ દબાઈ જાય તે.
પ્રતિભેદી : પ્રતિભેદ કરનાર, જેનો પડઘો પડે તે, ઉત્તરભેદવાળી
વસ્તુ.
For Private & Personal Use Only
www.jainelibrary.org