________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
પંચેન્દ્રિય જીવ : પાંચેપાંચ પૂરેપૂરી ઇન્દ્રિયોવાળો જીવ.
પંથ : માર્ગ, રસ્તો, ચાલવા યોગ્ય રસ્તો.
પકવાન્ન : રાંધેલું, તૈયાર ભોજન, પકાવેલું.
પુખ્ખી પ્રતિક્રમણ : પંદર દિવસે કરાતું મોટું પ્રતિક્રમણ.
પાણ : કોઈપણ વસ્તુનો નિયમ લેવા માટે બોલાતું સૂત્ર. નવકારસી-પોરિસી આદિ માટેનાં સૂત્રો.
પચ્ચક્ખાણ ભાષ્ય : શ્રી દેવેન્દ્રસૂરિજી રચિત ભાષ્યત્રયમાંનું ત્રીજું ભાષ્ય, (પહેલું ચૈત્યવંદન ભાષ્ય અને બીજું ગુરુવંદન ભાષ્ય).
પશુસણ : ધર્મની પુષ્ટિ-વૃદ્ધિ કરનારા પર્વના દિવસો.
પટુતા ઃ હોશિયારી, ચાલાકી, ચતુરાઈ.
પડિમા : શ્રાવક-શ્રાવિકાની ધર્મમય
વિશિષ્ટ અવસ્થા, શ્રાવકની અગ્યાર પડિમાઓ, સાધુના જીવનમાં પણ ડિમા હોય છે. પડિમાધારી ઃ પ્રતિમાને ધારણ કરનારા આત્માઓ.
પડિલેહણ : વસ્ત્રો અને પાત્રો વગેરે ઉપધિને સવાર સાંજ બરાબર
Jain Education International
૭
પંચેન્દ્રિય જીવ પશ્ચાસપદ
જોવી. પુંજવી અને પ્રમાર્જવી
તે.
પતિતપાવન : પડેલા આત્માઓને પવિત્ર કરનાર.
પથદર્શક : માર્ગ બતાવનાર, રસ્તો ચીંધનાર.
પથિક (પાન્થ) : મુસાફર, માર્ગે
ચાલનાર.
પથ્થ : હિતકારક, લાભદાયી, ફાયદો કરનાર, કલ્યાણ
કરનાર.
પદપંકજ : ચરણરૂપી કમળ, પ્રભુજીના પગ જાણે કમળ હોય તેવા. પદસ્થાવસ્થા : તીર્થંકર ભગવાનની
કેવલજ્ઞાનવાળી અવસ્થા. પદાતીત : કોઈપણ પ્રકારના પદથી રહિત.
પદાનુસારિણી લબ્ધિ ઃ કોઈપણ
શાસ્ત્રનું એક પદ માત્ર ભણવાથી આખું શાસ્ત્ર આવડી જાય તેવી અપૂર્વ જ્ઞાનની લબ્ધિ.
પદ્મપ્રભપ્રભુ ઃ ભરતક્ષેત્રમાં થયેલી
ચોવીશીમાં છઠ્ઠા ભગવાન. પદ્માસન : કમળના જેવું શરીરનું
એક વિશિષ્ટ આસન. પથ્યાસપદ : સાધુ-મહાત્માને ભગવતી આદિ સૂત્રોના યોગવહનની ક્રિયા કરાવ્યા
For Private & Personal Use Only
www.jainelibrary.org