________________
અપરિણત/અપુનરાવૃત્તિ
૧૦ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
અજાણ વ્યક્તિ. અપરિણત ઃ જેનામાં ધર્મના સંસ્કારો
પરિણામ પામ્યા નથી તે. અપરિણામી : પરિવર્તન વિનાનું,
જેમાં પરિવર્તન ન થાય તે. જેમાં નિશ્ચયદૃષ્ટિ બિલકુલ નથી, કેવળ વ્યવહારમાં જ
પ્રવર્તે છે તે. અપરિપૂર્ણ ઃ અધૂરું, પૂર્ણ નહીં તે,
અસમાપ્ત. અપર્યવસિતઃ છેડા વિનાનું, અનંત,
શ્રુતજ્ઞાનના ૧૪ ભેદોમાંનો એક ભેદ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ
ભાવથી અંત વિનાનું. અપર્યાપ્તઃ જેઓ પોતાની પર્યાદ્ધિઓ
પૂર્ણ કર્યા પહેલાં જ મૃત્યુ પામવાના છે તે (લબ્ધિને આશ્રયી) અને જેઓએ પોતાની પર્યાતિઓ હજુ પૂર્ણ કરી નથી તે (કરણને
આશ્રયી). અપલાપ છુપાવવું, સંતાડવું, સત્ય
જાહેર ન કરવું તે. અપવર્તન : ઘટાડો કરવો, મોટું
હોય તેને તોડીને નાનું કરવું
અપવાદ : કેડીમાર્ગ, છૂટછાટવાળો રસ્તો, મૂળમાર્ગે જે સ્થાને જવાતું હોય તે જ સ્થાને જવા માટે તકલીફવાળો પણ નાનો રસ્તો, અથવા નિંદા, દોષો,
અપયશ. અપાદાન: વસ્તુ જ્યાંથી છૂટી પડતી
હોય તે, પંચમી વિભક્તિનું
સ્થાન. અપાનવાયું ઃ શરીરના નીચેના
ભાગથી નીકળતો વાયુ.
(વાછૂટ થવી તે). અપાયઃ નિર્ણય, નિશ્ચય, મતિજ્ઞાન
નો એક ભેદવિશેષ. અપાયરિચયઃ “સંસાર દુઃખોથી જ
ભરપૂર છે. દુઃખરૂપ છે'' આવું વિચારવું તે; ધર્મધ્યાનનો એક
ભેદ. અપાયાપગમાતિશય ઃ ભગવાનના
ચાર અતિશયોમાંનો એક અતિશય, ભગવાન જ્યાં વિચરે ત્યાં લોકોનાં બાહ્યઅત્યંતર અપાયોનો દુઃખો
નો) અપગમ (નાશ) થાય તે. અપાર સંસાર ઃ જેનો છેડો નથી,
અંત નથી એવો આ સંસાર. અપુનરાવૃત્તિ ઃ જ્યાંથી ફરી પાછા
આવવાનું નથી, ફરી જન્મ કરવાનો નથી તે.
અપવર્તનીય : બાંધેલાં કર્મોને !
નિમિત્તોથી નાનાં કરવાં, હળવાં કરવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org