________________
દેશીશબ્દસંગ્રહના પૂરક ટિપ્પણ
અનુવાદ– પૃષ્ઠ-૧ પંક્તિ ૬
મિન્]–જે હકીકત [ ] આવા ચોરસ કૌંસમાં બનાવેલ છે તે અનુવાદક તરફથી સમજવાની છે. પૃષ્ઠ-૧ પંક્તિ -૧૨
છ ભાષાઓને-સંસ્કૃત, પ્રાકૃત, શૌરસેની, માગધી, પિશાચી (ચૂલિકાપૈશાચી) અને છઠ્ઠી અપભ્રંશ ભાષા–આમ “સિદ્ધહેમચંદ્ર’ નામના વ્યાકરણમાં પહેલા સાત અધ્યાયમાં પ્રધાનપણે સંસ્કૃત ભાષાનું વ્યાકરણ બતાવેલ છે અને છેલ્લા આઠમાં અધ્યાયમાં પ્રાકૃત, શૌરસેનીથી માંડીને અપભ્રંશ ભાષાનું અર્થાત પાંચ ભાષાઓનું વ્યાકરણ સમજાવેલ છે. પ્રાકૃત, વ્યાકરણ માટે આઠમા અધ્યાયના ત્રણ પાદ પૂરા રેકાયેલા છે અને ચોથા પાદનાં ૨૫૯ સૂત્ર સુધી પ્રાકત ભાષાને વિચાર કરે છે. ચોથા પાદના ૨૬ મા સૂત્રથી ૨૮૬મા સૂત્ર સુધી શૌરસેની, ૨૮૭થી ૩૦૨ સૂત્ર સુધી માગધી, ૩૦૩ થી ૩૨૮મા સૂત્ર સુધી પિશાચી અને ચૂલિકાપૈશાચી તથા ૩૨૯મા સૂત્રથી ૪૪૮ સૂત્ર સુધી અપભ્રંશ ભાષાના વ્યાકરણને વિચાર કરે છે. પ્રસ્તુત અપભ્રંશ કે અપભ્રષ્ટ શબ્દના સંબંધ વિશેષ રૂપે અપભ્રંશ ભાષા સાથે છે. ઘણા લેકે અપભ્રંશ એટલે બગડી ગયેલ અથવા ભ્રષ્ટ એવા અર્થ સાથે અપભ્રંશને જોડીને અપભ્રંશ ભાષાને બગડી ગયેલી અથવા ભ્રષ્ટ ભાષા સમજે છે પણ તેઓની આ સમજ બરાબર નથી, જો કે અપભ્રંશ શબ્દને અર્થ બગડી જવું” કે “ભ્રષ્ટ થવું” થાય છે પણ જ્યારે અપભ્રંશ શબ્દ એક ખાસ વિશેષ ભાષાને સુચક હોય છે ત્યારે તેને અર્થ બગડી જવું' સમજવાને નથી. દરેક ભાષાના શબ્દોના ઉચ્ચારણો જુદાં જુદાં હે છે. અને એ જુદાં જુદાં ઉચ્ચારણે જ તે તે ભાષાની વિશેષતા છે. એ ઉચ્ચારણમાં અમુક પ્રકારનું જ ઉચ્ચારણ શુદ્ધ અને બીજાં બાકીનાં ઉચ્ચારણો અશહ એ માન્યતા ભૂલભરેલી છે, જેમકે, કેટલાક લેકે, “ગયો હતો એમ બેલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org