________________
દેશી શબ્દ સંગ્રહ
પ્રસ્તાવના મગલ
ઝાઝી વાતનાં ગાડાં ભરાય પણ મારે તો અહીં માત્ર થોડાક પાનાં ભરવાનાં છે. મારો એવો મનોરથ હતો કે ગુજરાતના તિર્ધર આચાર્ય શ્રીહેમચંદ્ર રચેલ સિદ્ધહેમલધુવૃત્તિના આઠે અધ્યાયોને તથા તેમણે જ રચેલ દેશીશબ્દસંગ્રહને ગુજરાતી અનુવાદ સવિવેચન તૈયાર કરી દઉં અને તે બને અનુવાદોને છાપીને પ્રકાશિત કરનારી કોઈ સંસ્થા મળી જાય તો મારા ઉપર માતા સરસ્વતીનું જે ભારે અણુ છે તે કાંઈક અદા કરી શકું. આવા મનોરથમાં રાચતે હતા એવામાં યુનિવર્સિટી ગ્રંથનિર્માણર્ડના અધ્યક્ષ માનનીય શ્રી ઈશ્વરભાઈ પટેલનો પત્ર મને મળ્યો કે “ગ્રંથનિર્માણ બોર્ડની પ્રવૃત્તિમાં તમે પણ રસ લઈ ફાળે આપો તો સારું આ તો ભાવતું હતું તે જ સામે આવ્યું જાણી આનંદ તો થયો પણ મારે જે કામ કરવાનું હતું તે નવું શુષ્ક એટલે વ્યાકરણનું અને દેશી પ્રાકૃતના શબ્દકેશનું. જો કે મારે મન તો આ પ્રવૃત્તિ રસથી ભરપૂર હતી પણ વ્યવહારના ક્ષેત્રમાં એટલે નાણબજારમાં કે વિદ્યાની બજારમાં આ કામનું શું મૂલ્ય ? એમાં ધારીને મેં ઉપરના બન્ને કામ કરી આપવાની મારી ઈચ્છાને વ્યક્ત કરતો શ્રીમાન, પટેલ મહાનુભાવને તરત જ અચકાતાં અચકાતાં ઉત્તર તો લખી દીધો પણ મનમાં એવો વસવસે તે ખરો કે આ કામનો બોર્ડ સ્વીકાર કરશે કે કેમ ? પણ તે પછી થોડા જ સમયમાં તે વખતના નિયામક અને અત્યારના અધ્યક્ષ શ્રીમાન જગદીશભાઈ સેંડિલ તરફથી મેં જણાવેલા અને કાર્યોની સ્વીકૃતિને પત્ર આવ્યો અને આ બંને કામો કેટલા વખતમાં કરી આપશે ? એમ પુછવામાં પણ આવ્યું. આ વાત તા. ૫–૮–૧૯૭૦ના અરસાની છે, પછી તો મેં કામ આરંભી દીધું અને આજ તો બે કામમાંથી એક કામ છપાઈને પુરું થઈ પ્રકાશમાં આવવા સારુ તૈયાર પણ થઈ ગયેલ છે એ મારે સારુ આનંદનો વિષય કહેવાય. આ અંગે બોર્ડનો તથા પૂર્વના અને આજના બને અધ્યક્ષનો પણ હું હાર્દિક આભાર માનું છું.
શ્રીમાન બી. કે. મજમુદાર સાહેબને હું સવિશેષ ઋણ થયો છું કેમકે એ સ્નેહી ભાઈએ મને આ પ્રવૃત્તિમાં ભારે પ્રેત્સાહન આપેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org