________________
પ્રકાર કેટલા બધા પ્રાચીનકાળથી ચાલતે આવેલ છે અને ક્ષીરસ્વામી જેવા મહાન વૈયાકરણ પંડિતે તેને અમરકેશની પોતે કરેલી વૃત્તિમાં વારંવાર ઉલ્લેખ કરીને દેશને વિશેષ પ્રતિષ્ઠા આપેલ છે. સંપાદકે કરેલી વ્યુત્પત્તિની નોંધમાં ક્ષીરસ્વામીના દેશપ્રાકૃત અંગેના બીજા આવા અનેક ઉલ્લેખોને નોંધેલા છે. ક્ષીરસ્વામી જેમ આચાર્ય હેમચંદ્ર પણ પિતાના અભિધાનચિન્તામણિ કેશની વૃત્તિમાં રેફયા એમ જણાવીને દેશપ્રાકૃતના ઉલ્લેખ યથાસ્થાને કરેલા છે. આચાર્ય હેમચંદ્ર તો પ્રાકૃતના પુરસ્કર્તા છે એટલે તેઓ તો દેશી પ્રાકૃતને પ્રતિષ્ઠા આપે જ પણ ક્ષીરસ્વામી જેવા દિગ્ગજ વૈયાકરણે પણ દેશી પ્રાકૃતિને સારી એવી પ્રતિછી આપેલ છે જે એમણે કરેલા દેશના ઉલેખો ઉપરથી સમજી શકાય એમ છે શીક્ષીરસ્વામી બૌદ્ધ છે કે વૈદિક છે એ વિશે સંપાદક ચોક્કસ કાંઈ જાણતા નથી તેમ છતાં શ્રીકુમારિભદ્ર વગેરે જેવા બ્રાહ્મગુપંડિતેની પેઠે ક્ષીરસ્વામીએ પ્રાકૃત તરફ સુગાળવી વૃત્તિ નથી બતાવી તથા વાફ્રપતિ અને રાજશેખર જેવા વૈદિક પંડિતોએ પણ પ્રાકૃતભાષાને ગૌરવ કરીને તથા તેમાં રચનાઓ કરીને પ્રાકૃતભાષાને સારી એવી પ્રતિક આપેલ છે એ હકીકત વિશેષ શ્લાઘનીય છે. ૪. જુદા જુદા દેશીશબ્દસંગ્રહકારને નામનિદેશ–
- સાહિત્યજગતમાં સંસ્કૃત સાહિત્યની પેઠે પ્રાકૃતસાહિત્યની પણ પ્રતિષ્ઠા જામેલી છે જ. એક કાળે દેશપ્રાકૃતસાહિત્ય પણ પ્રતિષ્ઠાને પામેલું. વિશેષાવશ્યકભાષ્યકાર જિનભદ્ર ગણિક્ષમાશ્રમણ નામના મહાન જૈન આચાર્યે પોતાના ભાષ્યમાં જે ગ્રંથના નામનો ઉલ્લેખ કરેલ છે તે તરંગવતી નામનો આખ્યાયિકાગ્રંથ આચાર્ય પાદલિપ્તસૂરિએ રચેલ છે. એ આખો ય ગ્રંથ દેશપ્રાકૃતમાં રચેલ હતો એમ કહેવાય છે. આ સિવાય દેશપ્રાકૃતમાં બીજું સાહિત્ય પણ હશે જ પણ તે ઉપલબ્ધ હોય તેમ જણાતું નથી. તરંગવતી કથા પણ ઉપલબ્ધ નથી. જેનપરંપરાના છેદત્રો, તે ઉપરના ભાગે અને ચૂર્ણિપ્રથામાં દેશીશબ્દોને ઉપગ થયેલો છે અને એને લીધે જ તે ગ્રંથ સમજવા કઠણ પડે છે. દેશપ્રાકૃતનું સાહિત્ય વિપુલ પ્રમાણમાં હોવું જોઈએ, એમ હોવાથી જ અનેક વિદ્વાનોએ દેશી શબ્દસંગ્રહને બનાવેલા છે. સંગ્રહકારે પોતાના સંગ્રહની વૃત્તિમાં કેટલાક જુદા જુદા દેશીસંગ્રહકારનાં જે નામે લખેલાં છે આ નીચે આપેલ છે. અનુવાદ પૃ. ૧૯ ૧ દ્રોણ
પૃ. ૫૯ ૨ અવંતીસુંદરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org