________________
:: ૬૪૧ ::
વચનામૃત વચનામૃત કોશ પૃ. ૧૯૧
શ્રીમદ્ ભાગવતમાં કથા છે; મીરાંબાઈ રચિત પદ છે – હાંરે કોઈ માધવ લ્યો, માધવ લ્યો, વેચતી વ્રજનારીરે. માધવને મટુકીમાં ઘાલી ગોપી લટકે લટકે ચાલી રે. હાંરે ગોપી ઘેલું શું બોલતી જાય, મટુકીમાં ન સમાય રે.
નવ માનો તો જુઓ ઉતારી, માંહી જુવે તો કુંજબિહારીરે. પૃ. ૨૭૪ પત્રાંક ૨૧૯ શ્રી સોભાગ્યભાઇ લલ્લુભાઇને
તા. ૨૬-૩-૧૮૯૧ ૫૫૯૫A એક દેખિયે જાનિયે, રમી રહિયે ઇક ઠૌર; કોશ પૃ. ૧૯૯ સમલ વિમલ ન વિચારિયે, યહ સિધ્ધિ નહિ ઔર.
આત્માને એક રૂ૫ શ્રધ્ધવો, જાણવો તથા એકમાં જ વિશ્રામ લેવો. મળસહિત કે મળરહિત - નિર્મળનો વિકલ્પ ન કરવો, એમાં જ સિધ્ધિ છે,
બીજે નહીં. પૃ.૪૫૯ પત્રાંક પ૮૫ શ્રી સૌભાગ્યભાઇ તથા ડુંગશીભાઈને તા. ૧૯-૪-૧૮૫ ૮૬૦૮ A સુધારસ દેહમાં અમુક પ્રક્રિયા થતાં તાળવામાંથી ઝરતો રસ જેનાથી ત્યારે અત્યંત કોશ પૃ. ૩૦૬
એકાગ્રતા-સ્થિરતા થાય છે. સુધારસના જાણકાર અને આત્મઅનુભવી
સદ્ગુરુના આશ્રયે શિષ્યને સુધારસ ઝરે તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ. ૫.૬૩૫ પત્રાંક ૮૭૬ મુનિશ્રી લલ્લુજીને ૧૧૩૮૧A મનોહર સ્વામી ઈ. સ. ૧૭૮૮-૧૮૪૫, જ્ઞાનમાર્ગી કવિ, સંન્યાસ પછીનું નામ સચ્ચિદાનંદ કોશ પૃ૪૦૯
૨૨૫ જેટલાં ગુજરાતી-હિન્દી પદોના કર્તા. મૂર્તિપૂજા, કર્મકાંડ વગેરે દ્વારા
થતી લૌકિક ભક્તિ પર ચાબખા લગાવતી જ્ઞાનવૈરાગ્યની કવિતા આપનાર પૃ.૧૪ પત્રાંક ૯૧૨ મુનિશ્રી લલ્લુજીને
તા. ૧૫-૪-૧૯૦૦ ૧૧૫૨૨A ધન્ય તે મુનિવરા રે, જે ચાલે સમભાવે. કોશ પૂ.૪૧૫ જ્ઞાનવંત જ્ઞાનીશું મળતાં, તન મન વચને સાચા, દ્રવ્યભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચારે. ધન્ય તે મુનિવરા.........
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી રચિત ૩૫૦ ગાથાનું સીમંધર જિનસ્તવન, ઢાળ ૧૫, ગાથા ૩. તે મુનિવરો ધન્ય છે, તે મુનિ શ્રેષ્ઠ છે કે જે સમભાવે વર્તે છે, ચાલે છે. જ્ઞાની જે મન-વચન-કાયાથી સાચા છે તે દ્રવ્યથી અને ભાવથી જે કંઇ કહે છે તે અમૃત છે, જિનની સાચી વાણી છે તે મુનિવરો
ધન્ય છે. અમદાવાદ મૂળે આશાવલ અને કર્ણાવતી નગરી. ઇ.સ. ૧૪૧૧ માં અહમદશાહે વસાવેલું શહેર, ગુજરાતનું
મુખ્ય નગર. સાબરમતી નદીને કાંઠે. વિખ્યાત હઠીસીંગનાં દહેરાં ઉપરાંત ૨૫૦ જેટલાં જિન મંદિરો. કૃપાળુદેવે “મોક્ષમાળા' છપાવી. વિ.સં. ૧૯૪૪-૪૫-૫૫-૫૬-૫૭ માં પરમકૃપાળુદેવ પધારેલા તેથી પવિત્ર ભૂમિ, પૂ. જૂઠાભાઇ, ઊગરીબહેન, કુંવરજીભાઇ, જેસંગભાઇ શેઠ જેવા પુનિત આત્માઓનું નિવાસસ્થાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org