________________
:: ૬૪૨ ::
આગ્રા. દિલ્હી ૨૦૪ કિ.મી., યમુનાને કાંઠે આવેલું શહેર. તાજમહાલથી વિશ્વવિખ્યાત શહેરમાં
ચિંતામણિ પાર્શ્વનાથનાં ભવ્ય મંદિર ઉપરાંત ૮-૧૦ જિન મંદિરો. અકબર બાદશાહે “અમારિ
પડ’ વગડાવી એનો તામ્રપત્રનો લેખ શ્રી હીરવિજયસૂરિજીને આ શહેરમાં અર્પણ કરેલો. ઋજુવાલિકા બિહારમાં ગીરડીથી મધુવન (સમેતશિખર તળેટી) જતાં ૧૨ કિ.મી. ના અંતરે બરાકર
(8જુવાલ) નદીના કિનારે આવેલું સ્થળ. શ્રી મહાવીર સ્વામીને વૈશાખ સુદ ૧૦ એ ભક ગામે, જુવાલિકા નદીના તટે, શ્યામક ખેડૂતના ખેતરે, શાલ વૃક્ષ નીચે કેવળજ્ઞાનની
પ્રાપ્તિથી પવિત્રતમ ભૂમિ. કચ્છ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રની ઉત્તરે કચ્છના અખાત ઉપરનો દ્વિપકલ્પ. ભદ્રેશ્વર તીર્થ ઉપરાંત
નાની-મોટી પંચતીર્થી. પાકિસ્તાનથી ઘણું નજીક. શ્રી વવાણિયા તીર્થથી ૫૦ કિ.મી. જતાં કચ્છ
શરૂ. ભુજથી ૮ કિ.મી. દૂર કુકમા ગામે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, જિનમંદિર. કાશી
ઉત્તર પ્રદેશમાં ગંગા નદીના કાંઠા પરની અતિ પ્રાચીન કાળથી પ્રખ્યાત નગરી. વારણા અને અસિ નદીના સંગમ પર આવેલું બનારસ-વારાણસી. યાત્રાનું સુપ્રસિધ્ધ ધામ અને વિદ્યાનું
વિશ્વવિખ્યાત સ્થળ. ૭મા અને ૨૩મા તીર્થંકરની જન્મભૂમિ. દિલ્હીથી ૩૬૫ કિ.મી. પુંડરિકિણી પુંડરિક અને કુંડરિક બે ભાઇઓ - રાજાઓનું નગર પૂના
મહારાષ્ટ્રનું મોટું નગર, મુંબઇથી ૨૦ કિ.મી., ભાંડારકર રીસર્ચ સંસ્થા છે. મુંબઇ મSખ્યાવી. મહારાષ્ટ્રની રાજધાની, મોહમયી નગરી રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર, શ્રી વવાણિયા તીર્થથી ૧૦ કિ.મી. જીવનના છેલ્લા ૪૫ દિવસ કૃપાળુદેવની
સ્થિરતાથી પરમ પુનિત ભૂમિ અને નિવણસ્થળી. ગાંધીજીનું બાળપણ અને શાળા આ શહેરમાં. રાજુ સંધિનો નેસ હતો જ્યાં ઇ.સ. ૧૨૫૯ ના દુષ્કાળ વખતે જગડુ શાહે લોકોને અનાજ
આપવાનો ભંડાર રાખેલો જ્યાં ઠાકોર વિભાજીએ ઇ.સ. ૧૬૨૬ માં રાજકોટ વસાવ્યું. રાધનપુર
ઉત્તર ગુજરાતમાં પાટણથી નજીક, કચ્છનાં નાનાં રણથી નજીકનું ગામ વડોદરા વટપદ્રા ગુજરાતમાં સુરત-અમદાવાદ પછી મોટું શહેર, વિદ્યાની નગરી. અમદાવાદ ૧૧૦ કિ.મી.,
મુંબઈ ૪૦૦ કિ.મી., દર્ભાવતી (ડભોઈ) તીર્થ ૩૨ કિ.મી. અને પાવાગઢ તીર્થ ૫૦ કિ.મી. વિદેહ
મગધના ઇશાન ખૂણે આવેલો દેશ. પહેલાં નેપાળનો ભાગ, તિરહુત જિલ્લાનો ઉત્તર ભાગ તથા
ચંપારણ્યનો ઉત્તર પશ્ચિમ ભાગ પણ તેમાં ગણાતો. મહાવીર સ્વામીના સમયે વજજીઓનો દેશ. શ્રાવસ્તી અયોધ્યાની ઉત્તરે કોસલ દેશની રાજધાની, શરાવતી-ધર્મપુરી-સાહત માહત - કુણાલનગરી -
ચંદ્રિકાપુરી નામે ઓળખાતી છેક ઋષભ પ્રભુના સમયની પ્રાચીન નગરી, ૩ જા સંભવનાથ તીર્થંકરનાં ૪-૪ કલ્યાણકથી પવિત્ર ભૂમિ, કેશી સ્વામી અને ગૌતમ સ્વામીના પ્રથમ મેળાપની
ભૂમિ, જમાલિજીની દીક્ષાભૂમિ. અયોધ્યાથી ૧૨૦ અને લખનૌથી ૨૦૦ કિ.મી. સુગ્રીવનગર મૃગાપુત્રના પિતા બલભદ્રરાજાનું નગર પૂંજાભાઇ સોમેશ્વર ભટ્ટ ગુજરાતમાં ખેડાના વિદ્વાન વકીલ, વેદાંતજ્ઞ, “પંચદશી'ના લેખક વિફટોરિયા ઇંગ્લેન્ડનાં એ નામનાં મહારાણી
જય શ્રી સશુરુવંદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org