________________
:: ૪૫૬ ::
૭. પુરોનિષદનઃ ગુરુની આગળ બેસવું ૮. પક્ષનિષદનઃ ગુરુની પડખે નજીકમાં બેસવું ૯. આસન્નનિષદન: ગુરુની પાછળ પરંતુ નજીકમાં બેસવું ૧૦. પૂર્વ આચમન ગુરુની સાથે ઉચ્ચારભૂમિએ (વડીનીતિ) ગયેલ શિષ્ય ગુરુની પહેલાં આચમન
(હાથપગની શુદ્ધિ) કરી (તેવું જ આહાર પછી મુખશુદ્ધિમાં) ૧૧. પૂર્વ આલોચન: બહારથી ગુરુની સાથે આવ્યા છતાં ગુરુની પહેલાં ગમનાગમન આલોવવું ૧૨. અપ્રતિશ્રવણ શિષ્ય જાગતો હોય છતાં સાંભળતો ન હોય તેમ જવાબ ન આપે ૧૩. પૂર્વાલાપન આગંતુકને ગુરુ બોલાવે તે પહેલાં પોતે બોલાવે ૧૪. પૂર્વાલોચનઃ ગોચરી લાવીને પહેલાં બીજા સાધુ પાસે આલોચે, પછ ગુરુ પાસે ૧૫. પૂર્વોપદર્શનઃ લાવેલી ગોચરી ગુરુ પહેલાં બીજા સાધુને દેખાડે ૧૬. પૂર્વનિમંત્રણઃ લાવેલા આહાર-પાણી વાપરવા પહેલાં બીજા સાધુને બોલાવે, પછી ગુરુને ૧૭. ખધાદન ખધ એટલે મિષ્ટ ભોજન. ગુરુને થોડું આપે ને પોતે વધુ લે ૧૮. ખધાદનઃ મિષ્ટ ભોજન ગુરુની આજ્ઞા વિના બીજાને આપે તે ૧૯. અપ્રતિશ્રવણઃ ગુરુ બોલાવે ત્યારે સાંભળ્યું ન હોય તેમ ન બોલવું ૨૦. ખધ (ભાષણ) : ખદ્ધ એટલે પ્રચુર, ઘણું. ગુરુ સામે કર્કશ ઘાંટા પાડીને બોલવું ૨૧. તત્રગત (ભાષણ) ગુરુ બોલાવે ત્યારે વિનયથી “જી” “પત્થણ વંદામિ' કહી ગુરુ પાસે જઈ
સાંભળવાને બદલે પોતાને આસનેથી જ જવાબ આપે ૨૨. કિમ્ (શું) ઃ (ભાષણ) શું છે? કેમ? શું કહો છો? ઇત્યાદિ બોલે તે ૨૩. તું (ભાષણ): ગુરુને ભગવંત, પૂજ્ય, આપ કહેવાના બદલે તું, તારા, તને, તોછડાઇયુક્ત બોલે ૨૪. તજ્જત (વચન): ગુરુ શિખામણ આપે તે જ વચન ગુરુને પાછું આપે, સામે જવાબ આપે ૨૫. નો સુમનઃ ગુરુના વ્યાખ્યાન-ઉપદેશ પ્રત્યે અહોભાવ, આનંદની બદલે ઇર્ષાથી દુભાતો હોય
તેમ સારાં મન વિનાનો વર્તે ર૬. નોસ્મરણઃ ગુરુ ધર્મકથા કહેતા હોય ત્યારે તમને આ યાદ નથી' તેમ કહે. ૨૭. કથાકેદ: ચાલુ ધર્મકથાએ હું પછી સારી રીતે સમજાવીશ અથવા કંઇક વિક્ષેપ-ભંગ કરે તે ૨૮. પરિષભેદઃ ચાલુ ધર્મસભામાં હવે ક્યાં સુધી લંબાવવું છે? “વાપરવાનો વખત થયો તેમ કહે ર૯. અનુત્થિત કથા : ધર્મસભા ઊઠી ન હોય તેટલામાં ગુરુએ કહેલી વાતનો વિસ્તાર કરવા લાગે ૩૦. સંથારપારઘટ્ટનઃ ગુરુની શય્યા, ઉપકરણને પગ લગાડે, આજ્ઞા વિના હાથ લગાડે, ખમાવે નહીં ૩૧. સંથારાવસ્થાનઃ ગુરુની શય્યા પર ઊભવું-બેસવું-સૂવું ૩૨. ઉચ્ચાસનઃ ગુરુ કરતાં ઉચ્ચ આસને બેસવું ૩૩. સમાસનઃ ગુરુથી અથવા ગુરુની આગળ સરખા આસને બેસે.
આ બધી આશાતના મુખ્યતાએ સાધુ માટે કહી છે તો પણ મુમુક્ષુએ ય ટાળવા યોગ્ય છે. ૧૨૪૮૮ નિંદવાનું નિંદા કરવાનું ૧૨૪૮૯ પરમાર્થ શ્રેષ્ઠ પ્રયોજન, સર્વોત્તમ ભાવાર્થ ૧૨૪૯૦ પ્રતીત વિશ્વાસ, ખાતરી, શ્રદ્ધા ૧૨૪૯૧ ચિંતના વિચારણા, ધ્યાન, તત્ત્વદર્શનનો પ્રયત્ન
તા.૨૯-૮-૧૮૯ ૧૨૪૯ર ભેળાં
ભેગાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org