________________
અપવાદ ૨ જો મને વ્યવહારપૂરતા જ લાગે છે. ખરી રીતે ઉપાંત્ય શ્રુતિ (syllable) ઉપર ભાર ઉચ્ચારણુમાં નથી; અપવાદ ૨ જા જેવી જ એની સ્થિતિ છે. ‘મધુરું' અને ‘અધૂ રું’ ના ઉચ્ચારણમાં ફેર હાય તે આમાં હાઈ શકે.
[કહેવાતા ચાર અને તેથી વધુ શ્રુતિવાળા કહેવાતા શબ્દોમાં ઇ-ઉ]
૨૩. ચાર અથવા
કે ઉલૂમ કિલ-કિલાટ,
ટિચકારી.
તેથી વધારે અક્ષરના શબ્દમાં આદિ છ લખવાં. ઉદા મિજલસ, હિલચાલ, ખિસકોલી, ટિપાંણયા, ટિટિયારે,
વિકલ્પ—ગુજરાત-ગુજરાત.
નોંધ ૧--આ અતના શબ્દ સમાસ હોય તે સમાસના અંગભૂત શબ્દોની જોડણી કાયમ રાખવી, ઉદા॰ ભૂલથાપ; ખીજવર; હીણમા; પ્રાણીવિદ્યા, સ્વામીદ્રોહ, મીઠાખેલું,
નાંધ ર—કૂદાકદ, મામ, ભુલભુલામણી, એવા દ્વિર્ભાવથી થતા શબ્દોમાં દ્વિર્ભાવ પામતા પઢની જોડણી જ કાયમ રાખવી.
દૃષ્ટિએ
‘ઇ–ઉ’ ને લગતા નિયમેામાં સ્વાભાવિકતાની નજીકનાં નજીક આવતા જો કાઈ નિયમ હોય તે આ છે. લાંબા શબ્દોમાં સ્વરિત કે અસ્વરિત –ઉ દીર્ધ ઉચ્ચારી શકાતા નથી; અને તેથી જ યુત્પત્તિથી એક મતે આવતા ગુજરાત” શબ્દ વિકલ્પે સ્વીકારાયેા છે. મને લાગે છે કે ઉચ્ચા રણની દૃષ્ટિએ અને એ રાખ્તની ઐતિહાસિક સંસ્કૃતેતર મૂળ ‘ગુજાત’ઉપરથી “ગુજરાત” એવી વ્યુત્પત્તિ વધુ સ્વાભાવિક હોવાથી એ શબ્દ અત્યારે ઉચ્ચારણમાં છે તેવી જ રીતે ગુજરાત તરીકે જ માત્ર સ્વીકારાય એ વધુ વાજબી છે; એટલે ‘ગૂજરાત' એ વિકલ્પ છેાડી દેવા જોઇયે. નોંધ ૧ લી સમાસાંત શબ્દને માટે છે; વિશે કાંઈ વિશેષ સ્પષ્ટતા અપેક્ષિત નથી. માત્ર તત્સમ હાઈ ‘પ્રાણિવિદ્યા’ ‘સ્વામિદ્રોહ' જોઇયે, અને ગુજરાતી સમાસ તરીકે કહેવા હોય તે વચ્ચે મધ્યરેખા કરવી જોઇયે : ‘પ્રાણી-વિદ્યા’ ‘સ્વામી-દ્રોહ.'
નોંધ ૨ ૭ માત્ર વ્યવહારપૂરતી છે. ઉચ્ચારણુથી આદિ શ્રુતિ( syllable )માં દીર્ધતાની કાઈ સંભવિતતા નથી.
[સાધિત શબ્દોમાં ઇ-ઉ]
૨૪. પ્રાથમિક શબ્દો પરથી ઘડાતા શબ્દોમાં તથ ધાતુનાં પ્રેરક અને કર્મણિ પ્રયોગનાં રૂપમાં પ્રાથમિક શબ્દ
१७
Jain Education International_2010_04
અથવા ધાતુની મૂળ જોડણી કાયમ ન રાખતાં ઉપર કલમ ૨૦, ૨૧, ૨૨, ૨૩, પ્રમાણે જોડણી કરવી. ઉદા॰ ભુલભુલામણી; શીખ—શિખાઉં, શિખામણ; નીકળ—નિકાલ; ઊઠઉઠાવું, ઉઠાડ, ઉઠાવ, ઉઠમણું; સૂક-કાણ, મુકાવ્યું, મુકાવવું, ચૂંથવું, ચૂંથાતું, ગ્રંથાવલું; કિંગલાણ, કિંગલાવું, કિંગલાવવું.
નોંધ-ધાતુના અક્ષરા ગણવામાં તેના સામાન્ય કૃદંતનું રૂપ નહિ, પણ મૂળ રૂપ લેવું. જેમ કે, ઊથલ(વું); લવ(વું); ઉથલાવ(વું(, તડક(વું), તડુકાવ(લું), તડુકા(લું).
અપવાદ ૧-કર્મણિ રૂપાને નિયમ ૨૧માં અપવાદ ગણી હૂવ કરવાં. જેમકે, મિચા(કું), મુકા(વું), ભુલા(કું).
અપવાદ ૨—ક્રિયાપદનાં કૃદંત રૂપામાં મૂળ નેડણી જ કાયમ રાખવી, જેમકે, ભૂલનાર, ભલેલું, ભુલાવનાર, ભુલાયેલું, મૂકેલું, મુકાયેલું, મુકાવનાર, મુકાવડાવેલું,
આ નિયમને! મુદ્દો બહુ સ્વાભાવિક છે. સ્વરભાર( stress )ના નિયમ પ્રમાણે સ્વાભાવિક ઇ—ઉની હસ્વતા આમાં અભિપ્રેત છે, એટલે જ ધાતુની મૂળ જોડણી કાયમ ન રાખતાં” એ શબ્દો નિયમમાં અપાયા છે. આ નિયમેામાં ૧૯ મી કલમ અનુનાસિક ‘ઇ-’તે દીર્ઘ રાખનારી જણાવવામાં આવી નથી, એટલે નિયમથી તેા એવા ‘—ઉ’ની હતા આવી જાય છે; પણ જ્યારે ઉદાહરણા જોઇયે પેિ ત્યારે જ માલૂમ પડે છે કે ધાતુની મૂળ જોડણી કાયમ ન રાખતાં” ને બદલે “કાયમ રાખતાં” એવા વિકલ્પ પણ્ ટ રહ્યો છે. વગેરેમાં ‘ઊં’અવિકૃત ‘ચૂંથવું-ચૂંથાવું-ચૂંથાવવું’ રાખ્યા છે તે ૧૯મા નિયમ પ્રમાણે.`
૧. વસ્તુસ્થિતિએ અનુનાસિક હોય કે અનનુનાસિક હાય, ઇ–'ની એક જ દશા છે, એવું અગાઉ બતાવાયું છે. અનનુનાસિકમાં ફેર થાય અને અનુનાસિકમાં ફેર ન થાય, એ અસ્વાભાવિક હાવાથી સ્વ. નરસિંહરાવભાઈ એ અનનુનાસિક કે અનુનાસિક કાઈ પણ દીર્ઘ ‘ઈ–S’ સાધિત શબ્દમાં ન જ ફેરવવા મત આપેલેા, ગુજરાતી સાહિત્યપરિષદ ભંડોળ કમિટીની જેડણીમાં પણ આ જ સ્થિતિ હતી, જ્યારે ગુજ૦ વર્ષાં સેાસાવટીના ખાચા ખરડામાં આવા બધા સંયેાગોમાં વિકલ્પ સૂચવવામાં આગ્ન્યા હતા. સરલતા ન કેરવવામાં છે. ફેરવવા હોય તા ઉચ્ચારણ પ્રમાણે એ બધા અસ્વરિત હોવાથી કોઈ પણ ભારવાળી શ્રુતિ પહેલાંની શ્રુતિમાંના ઈ-ઊ' હ્રસ્વ જ સ્વીકારાવા ોઇયે. તત્સમ શબ્દો ઉપરથી થતા ગુજરાતી સાધિત શબ્દોમાં પણ આ જ નિયમ સ્વીકારવેશ જોઇયે.
For Private & Personal Use Only
www.jainelibrary.org