________________
૮૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
પોલિ (પુષ્કલિન્ તિત્શયર મહાવીરનો ઉપાસક (શ્રાવક) અને સંખ(૯)નો સાથી.
તે સાવથી નગરીનો હતો.૧
૧. ભગ.૪૩૭, સ્થાઅ.પૃ.૪૫૬.
૧. પોગલ (પુદ્ગલ) વિયાહપણત્તિના(૧) આઠમા શતકનો પહેલો ઉદ્દેશક,૧ (૨) બારમા શતકનો ચોથો ઉદ્દેશકર અને(૩) ચૌદમા શતકનો ચોથો ઉદ્દેશક.૩
૧. ભગ.૩૦૯.
૨. ભગ.૪૩૭.
૩. ભગ,૫૦,
૨. પોગલ આલભિયા નગરના શેઠ જે તિત્યયર મહાવીરના શિષ્ય બન્યા હતા.૧
૧. ભગ.૪૩૬.
પોટ્ટ આ અને પોટ્ટસાલ એક છે.૧
૧. આવચૂ.૧.પૃ.૪૨૪.
પોટ્ટસાલ (પોટ્ટશાલ) આખા જંબૂદીવમાં પોતાને અજેય વિદ્વાન મનાવવાનો ઢોંગ કરતો પરિવ્રાજક, પોતાના વિશાળ જ્ઞાનથી પોતાનું પેટ ફાટી જ્ઞાન બહાર નીકળી ન જાય એટલા ખાતર જ્ઞાનને સાચવી રાખવા તે પોતાના પેટ ફરતો લોઢાનો પટ્ટો બાંધતો હતો. રોહગુત્ત(૧)એ તેને પડકાર આપ્યો અને હરાવ્યો.
૧. આનિ.૨૯૫૨-૫૫, આવચૂ.૧.પૃ.૪૨૪, બૃસે.૨૩૫, નિશીભા.૫૬૦૨, સ્થાઅ. પૃ.૪૧૩, ઉત્તરાશા.પૃ.૧૬૮, કલ્પવિ.પૃ.૨૫૮, ઉત્તરાક.પૃ.૧૦૮.
૧. પોટ્ટિલ ભરહ(૨) ક્ષેત્રના નવમા ભાવી તિર્થંકર અને સુણંદ(૧)નો ભાવી જન્મ. ૧. તીર્થો.૧૧૧૨, સમ.૧૫૯.
૨. પોટ્ટિલ મહાવીરનો છઠ્ઠો પૂર્વભવ. તેણે એક કરોડ વર્ષનું શ્રામણ્ય પાળ્યું હતું.' તે અને પૂસમિત્ત(૩) એક જણાય છે.
૧. સમ ૧૩૪.
૩. પોટ્ટિલ તે દેવ જે તેના પૂર્વભવમાં મન્ત્રી તેયલિપુત્તની પત્ની પોટ્ટિલા હતો.૧
૧. શાતા.૧૦૨.
૧
૪.
પોટ્ટિલ એક શ્રમણ અને સયંપભ(૩)નો પૂર્વભવ. તે મહાવીરના તીર્થમાં હતા.
૧. સમ.૧૫૯, સ્થા.૬૯૧.
૫. પોટ્ટિલ જુઓ પુઢિલ(૨).૧
૧. સ્થા.૬૯૧.
પોટ્ટિલ અણગાર આ અને પોટ્ટિલ(૪) એક છે.
૧
૧. સમ.૧૫૯.
પોટ્ટિલા તેયલિપુરના સોની કલાદ અને તેની પત્ની ભદ્દા (૧૮)ની રૂપવતી પુત્રી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org