________________
૬૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
સ્
૨. પુઢવી વિયાહપણત્તિના (૧) પહેલા શતકનો પાંચમો ઉદ્દેશક', (૨) છઠ્ઠા શતકનો આઠમો ઉદ્દેશક, (૩) બારમા શતકનો ત્રીજો ઉદ્દેશક, (૪)-(૫) તેરમા શતકનો પહેલો તેમજ ચોથો ઉદ્દેશક૪, (૬)-(૭) સત્તરમા શતકનો ઉદ્ઘો તેમજ સાતમો ઉદ્દેશક અને (૮) ઓગણીસમા શતકનો ત્રીજો ઉદ્દેશક.
૧.ભગ.૩.
૨. એજન.૨૨૯.
૩. એજન.૪૩૭.
૩. પુઢવી જુઓ પુહઈ.
૧. સ્થા.૬૪૩.
૪. એજન.૪૭૦.
૫. એજન.૫૯૦.
૬. એજન.૬૪૮.
પુઢવીવડેંસઅ (પૃથિવ્યવતંસક) રોહીડઅ નગરમાં આવેલું ઉદ્યાન. તેમાં જક્ષ ધરણ(૫)નું ચૈત્ય આવેલું હતું.
૧
૧. વિપા.૩૦.
પુઢવીસિરી (પૃથ્વીશ્રી) ઇંદપુરની ગણિકા. તે અંજૂસિરી(૪)નો પૂર્વભવ હતી. ૧. વિપા.૩૨, સ્થાઅ.પૃ.૫૦૮.
પુણણંદ (પૂર્ણનન્દ) આ અને પુણ્યણંદ એક છે.૧
૧. આનિ.૩૨૮.
૧. પુણવ્વસુ (પુનર્વસુ) અઠ્ઠાવીસ ણક્ષત્ત(૧)માંનું એક. તેનો અધિષ્ઠાતા દેવ અઇઇ છે. વાસિટ્ટ તેનું ગોત્રનામ છે.
૧. સ્થા.૨૦, જમ્મૂ.૧૫૫-૧૬૧, સૂર્ય.૩૯થી, ૫૦, સમ.૫.
૨. પુણવ્વસુ દસમા તિર્થંકર સીયલને પ્રથમ ભિક્ષા આપનારો રિટ્ટુપુર નગરનો ગૃહસ્થ.'
૧. સમ.૧૫૭, આનિ.૩૨૪, ૩૨૮, આવમ.પૃ.૨૨૭.
૩. પુણવ્વસુ આઠમા વાસુદેવ(૧) ણારાયણ (૧)નો પૂર્વભવ. તેના ગુરુ હતા આચાર્ય સમુદ(૨). તેણે મિહિલાપુરીમાં નિદાન (તીવ્ર ઇચ્છા, સંકલ્પ) કર્યું અને તેનું કારણ હતું બીજાઓની ચમત્કારી શક્તિ (૫૨ઇઢિ).૧
૧. સમ.૧૫૮, તીર્થો.૬૦૫.
૧. પુણ્ણ (પૂર્ણ) પુલ્ફિયાનું પાંચમું અધ્યયન.૧
૧. નિર.૩.૧.
૨. પુણ્ણ પખવાડિયાનો પાંચમો, દસમો તેમ જ પંદરમો દિવસ.૧ ૧. જમ્મૂ.૧૫૨, સૂર્ય ૪૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org