________________
૪૫૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પૂર્વભવ.'
૧. સમ.૧પ૯. ૨. સુણંદ મહાપુરનો રહેવાસી. તિર્થીયર વાસુપુજ્જને સૌપ્રથમ ભિક્ષા આપનાર તે હતો. ૧. આવનિ.૩૨૪.
૨. સમ. ૧૫૭, આવનિ.૩૨૮, આવમ.પૃ.૨૨૭. ૩. સુણંદ હત્થિણાઉરના રાજા
૧. વિપા. ૧૦. ૪. સુણંદ તિર્થીયર પાસ(૧)નો મુખ્ય ઉપાસક(શ્રાવક).૧
૧. આવયૂ.૧.પૃ.૧પર, આવમ.પૃ. ૨૦૯. ૫. સુણંદ જેના ઘરે તિત્થર મહાવીરે પોતાના ત્રીજા માસખમણના (મહિનાના સળંગ ઉપવાસના) પારણાં કર્યાં હતાં તે રાયગિહ નગરનો રહેવાસી.'આ અને સુદંસણ(૩) એક છે. ૨ ૧. ભગ.૫૪૧, આવનિ.૪૭૪, વિશેષા. ૧૯૨૮, આવમ.પૃ.૨૭૬, કલ્પધ.પૃ. ૧૦૫,
કલ્પવિ.પૃ.૧૬૪. ૨. આવચૂ. ૧.પૃ.૨૮૨. ૬. સુણંદ ચંપા નગરનો શ્રાવક જેનો પુનર્જન્મ કોસંબીના સમૃદ્ધ શેઠ તરીકે થયો હતો અને જેણે શ્રમણ્ય સ્વીકાર્યું હતું.'
૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૨૩, ઉત્તરાયૂ.પૃ.૮૦, ઉત્તરાક.પૃ.૭૨. ૭. સુણંદ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.'
૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. ૮. સુણંદ મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પંદર સાગરોપમ વર્ષ છે.
૧. સમ.૧૫. ૧. સુણંદા (સુનન્દા) આચાર્ય વઈર(૨)ની માતા. તેના પતિ ધણગિરિ(૨)એ તેને એકલી છોડી દઈ શ્રમણ્ય સ્વીકારી લીધું હતું. તે વખતે તે ગર્ભવતી હતી.' ૧. આવયૂ. ૧.પૃ. ૩૯૦, આવહ.પૃ. ૨૮-૨૯૦, કલ્પવિ.પૂ. ૨૬, કલ્પ.પૂ. ૧૭૦,
ઉત્તરાશા પૃ.૩૩૩. ૨. સુણંદા ઉસભ(૧)ની બે પત્નીઓમાંની એક. તે ગંદા(૭) નામે પણ જાણીતી છે. બાળપણમાં જ તેના પહેલા પતિનું મૃત્યુ થવાથી તેને રાજા ણાભિએ ઉછેરી હતી અને ઉસભ સાથે પરણાવી હતી. તેણે બાહુબલિ અને સુંદરી(૧)ને જન્મ આપ્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org