________________
૪૩૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સિવભૂઇ (શિવભૂતિ) આચાર્ય કહ(૨)ના શિષ્ય. તેમનું બીજું નામ સાહસ્લિમલ્લ(૨) હતું. તે રહવીરપુરના વતની હતા. તે તીક્ષ્ણ બુદ્ધિવાળા અને ખૂબ હિંમતબાજ હતા. તે નગરના રાજાએ તેમના સામર્થ્યની પરીક્ષા કરી હતી. સિવભૂઇને રાત્રે મોડા ઘરે આવવાની ટેવ હતી. એક દિવસ તેમની માતાએ બારણાં ખોલી તેમને ઘરે આવવા ન દીધા અને જ્યાં પણ બારણાં ખુલ્લાં હોય ત્યાં જવા કહ્યું. તે આચાર્ય કર્ણી જે મકાનમાં હતા ત્યાં ગયા અને તેમણે શ્રામણ્ય અંગીકાર કર્યું. એક વાર રાજા તરફથી તેમને કીમતી કામળો મળ્યો. ગુરુએ તેના ટુકડા કરી પોતાના બધા શિષ્યો વચ્ચે વહેંચી દીધા. આ તેમનાથી સહન ન થયું, તેથી તેમણે વિરોધ દર્શાવવા બધાં જ વસ્ત્રોનો ત્યાગ કરી નગ્નતા ધારણ કરી. આ એક મત છે. બીજા મત અનુસાર જિનકલ્પનું નિરૂપણ કરતી શાસ્ત્રની કંડિકાઓથી તે એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે તેમણે જિનકલ્પ સ્વીકારી લીધો અને વસ્ત્રોનો ત્યાગ કર્યો. તેમની બેન ઉત્તરાએ (જે શ્રમણી હતી તેણે) પણ વસ્ત્રોનો ત્યાગ કર્યો. પરંતુ એક ગણિકાએ તેને પાછી વસ્ત્રથી ઢાંકી દીધી. બીજા મત અનુસાર નગ્ન શ્રમણીને ગૃહિણીએ વસ્ત્રથી ઢાંકી હતી. સિવભૂઇને બે શિષ્યો હતા – કોડિણ(૨) અને કોટ્ટવીર.૧ જુઓ બોડિય.
૧. વચ્.
૧.પૃ.૪૨૭-૨૮, આવભા.૧૪૬, વિશેષા.૩૦૫૨-૩૦૫૫, નિશીભા. ૫૬૦૯-૧૦, આચાચૂ.પૃ.૧૩૯, ઉત્તરાશા.પૃ.૧૭૮થી, સ્થાઅ.પૃ.૩૯૦, ૪૭૪. ૨. સિવભૂઇ આચાર્ય ધણગિરિ(૧)ના શિષ્ય. આર્ય ભદ્દ(૪) તેમના શિષ્ય હતા. તે કોચ્છ ગોત્રના હતા.
૧. કલ્પ(થેરાવલી).૭.
સિવમહ (શિવમહ) સિવ(૧)ના માનમાં ઉજવાતો ઉત્સવ.૧
૧. જ્ઞાતા.૨૧, રાજ.૧૪૮, રાજમ.પૃ.૨૮૪.
સિવરાયરિસિ (શિવરાજર્ષિ) જુઓ સિવ(૭).૧
૧. ભગ.૪૧૭,
સિવલિંગ (શિવલિગ) જુઓ સિવ(૧).૧ ૧. ઉત્તરાચૂ.પૃ.૧૨૧.
સિવસેણ (શિવસેન) જંબૂદીવના એરવય(૧) ક્ષેત્રના દસમા તિર્થંકર.1 સિવસેણના બદલે સચ્ચઇ(૨) અને સત્યસેનના ઉલ્લેખો પણ આવે છે.
૧. સમ,૧૫૯.
૨. તીર્થો.૩૨૩. ૩. સમઅ.પૃ.૧૫૯.
૧. સિવા (શિવા) ઉજ્જૈણીના રાજા પજ્જયની પટરાણી. તે ચેડયની પુત્રી હતી. તેણે અંગારવઈ સાથે સંસારનો ત્યાગ કર્યો હતો અને તે તિત્શયર મહાવીરની શિષ્યા બની હતી.૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org