________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૩૧ સિરિમાલિ (શ્રીમાલિ) ઇંદપુરના રાજા ઈંદદત્ત(૯)નો સૌથી મોટો પુત્ર.'
૧. આવચૂ.૧.પૂ.૪૪૯, આવહ.પૃ.૭૦૩, ઉત્તરાશા પૃ.૧૪૯. સિરિયા (શ્રીયક) સગડાલનો પુત્ર અને સ્થૂલભદ્રનો ભાઈ. પિતાના કહેવાથી તેણે તેમને(સગડાલને) હણ્યા હતા. સગડાલના મૃત્યુ પછી રાજાએ સિરિયઅને મસ્ત્રી બનાવ્યો. અમુક સમય પછી તેણે સંસારનો ત્યાગ કરી સંભૂયવિજય(૪) પાસે દીક્ષા લીધી. જુઓ સગડાલ. ૧. આવયૂ.૨,પૃ.૧૮૩થી, આવહ પૃ.૨૯૩-૯૫, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૦૫,
આવનિ. ૧૨૭૯, આવ.પૃ. ૨૭. ૧. સિરિયા (શ્રીકા) જંબૂદાડિમ રાજાની પત્ની અને લખણા(૪)ની માતા.'
૧. મનિ.પૃ.૧૬૩. ૨. સિરિયા આ અને સિરી(૧) એક છે.'
૧. સમ.૧૫૭. ૧. સિરિવચ્છ (શ્રીવત્સ) આરણમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એકવીસ સાગરોપમ વર્ષનું છે.'
૧. સમ. ૨૧. ૨. સિરિવચ્છ માહિંદ સ્વર્ગનું મુસાફરી કરવા માટેનું વિમાન.”
૧. સ્થા.૬૪૪, આવમ.પૃ.૧૮૪. ૩. સિરિવચ્છ સિરિવચ્છ(૨) વિમાનનો વ્યવસ્થાપક દેવ.'
૧. જખૂ.૧૧૮, આવમ.પૃ. ૧૮૪. સિરિવચ્છા (શ્રીવત્સા) એક દેવી.
૧. આવ.પૃ. ૧૯. ૧. સિરિવણ (શ્રીવન) ભદ્દિલપુરની ઉત્તરપૂર્વમાં આવેલું ઉદ્યાન.'
૧. અત્ત.૪. ૨. સિરિવણ પોલાસપુર પાસે આવેલું ઉદ્યાન. તિત્થર મહાવીર અહીં આવ્યા હતા.'
૧. અન્ત.૧૫. સિરિસંભૂયા (શ્રીસંભૂતા) પખવાડિયાની છઠ્ઠની રાત્રિ
૧. જખૂ. ૧૫૨, સૂર્ય.૪૮. સિરિસોમ (શ્રીસોમ) ભરત(૨) ક્ષેત્રના સાતમા ભાવી ચક્કટ્ટિ.
૧. સમ. ૧૫૯, તીર્થો.૧૧૨૪. સિરિસોમણસ (શ્રીસૌમનસ) સિરિકંત જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org