________________
૪૨ ૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સિંધુસોવીર (સિન્થસૌવીર) એક આરિય (આર્ય) દેશ. તેની રાજધાની વીઈભય હતી. રાજા ઉદાયણ(૧) અહીં રાજ કરતો હતો. વધુ માહિતી માટે જુઓ સિંધુ(૩).
૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩, નિશીયૂ.૧.પૃ.૧૩૩.
૨. ભગ.૪૯૧, કલ્પવિ.પૃ.૨૯૮, સ્થાઅ.પૃ.૪૩૧, પ્રશ્નઅ.પૃ. ૮૯. સિંબદ્ધણ (શિમ્બવર્ધન) જયાં રાજા મુંડિવગ અથવા મુંડિંબગ રાજ કરતા હતા તે નગર. આચાર્ય પૂસભૂતિ અને તેમના શિષ્ય પૂસમિત્ત(૨) આ નગરમાં આવ્યા હતા.' જેને પુરાણોમાં શામ્બપુર કહેવામાં આવેલ છે તે મુલતાન (પંજાબમાં આવેલ નગર) સાથે તેની એકતા સ્થાપવામાં આવેલ છે. ૨
૧. આવનિ.૧૩૧૨, આવહ.પૂ૭૨૨. ૨. સ્ટજિઓ.પૃ.૪૪, જિઓડિ.પૃ.૧૭૬. સિંહલ સિંધુ(૧) નદીને પેલે પાર આવેલો એક અણારિય (અનાર્ય) દેશ અને તેના લોકો. બબ્બય, જવણ વગેરે જેવા બીજા દેશો સાથે આ દેશને પણ ચક્રવટ્ટિ ભરહ(૧)ના સેનાપતિ સુસણ(૧)એ જીત્યો હતો. સોલ્ટ રેંજની ઉત્તરની બાજુએ અને સિંધુ (Indus) નદીના પશ્ચિમ કાંઠા ઉપર આવેલા સિંહપુરના રાજ્ય સાથે આ સિંહલ દેશની એકતા સ્થાપવામાં આવી છે. ૧. પ્રજ્ઞા.૩૭, પ્રશ્ન.૪.
૨. જખૂ.૫૨,આવયૂ.૧,પૃ.૧૯૧,કલ્પવિ.પૃ. ૩૭. ૩. જિઓડિ.પૃ.૧૮૬, અજિઓ પૃ.૧૦૩. સિંહલદીવ (સિંહલદ્વીપ) દરિયાઈ સફરે નીકળેલા વેપારીઓ જયાં રોકાતા હતા તે દ્વિીપનું નામ. તેની એકતા સિલોન (વર્તમાન શ્રીલંકા) સાથે સ્થાપવામાં આવી છે. ૨ ૧. આચાયૂ.પૃ.૨૨૪.
૨. જિઓડિ.પૃ.૧૮૫. સિંહલી સિંહલથી લાવવામાં આવેલી દાસી.
૧. જ્ઞાતા.૧૭, જબૂ.૪૩, નિશીયૂ.૨.પૃ.૪૧૦, ભગ.૩૮૦, ઔપ.૩૩, સિર્જભવ (શધ્યમ્ભવ) જુઓ સેન્સંભવ.૧
૧. નન્દ.ગાથા ૨૩, કલ્પ(થરાવલી). ૫, આવ.પૃ. ૨૭, દશહ.પૃ.૨૮૪, નન્ટિમ.પૃ.૪૯. સિર્જસ (શ્રેયાંસ) જુઓ સેક્સંસ.
૧. ન૮િ.ગાથા.૧૮, કલ્પ.૨૧૬, આવ પૃ.૨૭, સમ.૧૫૭, આવનિ.૪૨૦, ૧૦૯૨. સિજ્જા (શધ્યા) આયારંગનું અગિયારમું અધ્યયન. તે બીજા શ્રુતસ્કન્ધની પહેલી ચૂલિકાનું ત્રીજું (બીજું?) અધ્યયન છે.
૧. આચાનિ.પૃ.૩૧૯. સિણપલ્લિ (સિનપલ્લિ) આ એક નાનું ગામ હતું જયાં કુંભારપષ્ણવ નામનું નગર વસાવવામાં આવ્યું હતું. તેની એકતા રાજસ્થાનના બિકાનેર વિભાગના ઉત્તર ભાગમાં આવેલા વર્તમાન અદનપુર (Adanapur) સાથે સ્થાપવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org