________________
४०६
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ઉપા. ૩૯. ૭. સહસંબવણ કંપિલ્લપુરમાં આવેલું ઉદ્યાન. મહાવીર અહીં આવ્યા હતા.'
૧. ઉપા.૩૫. ૮. સહસંબવણ પંડુમહુરામાં આવેલું ઉદ્યાન.'
૧. જ્ઞાતા.૧30. ૯. સહસંબવણ ણાગપુરની નજીક આવેલું ઉઘાન. આ અને સહસંબવણ(૧) એક
૧. જ્ઞાતા.૧૫૩. સહસુદ્દાહઆમલય (સહસ્રોદાહઆમ્રક) કમ્મવિવાગદતાનું નવમું અધ્યયન.' વર્તમાનમાં તે દેવદત્તા(૧)ના રૂપમાં મળે છે. ૨ ૧. સ્થા.૭૫૫.
૨. સ્થાઅ.પૃ.૫૦૮. સહસંબવણ (સહસ્રામ્રવન) જુઓ સહસંબવણ.૧
૧. જ્ઞાતા.૭૭, ૧૩૦,ભગ.૬૧૭, અન્ત.૯, ઉપા. ૩૫, ૩૯, કલ્પવિ.પૃ.૨૧૭. સહસ્સકખ (સહસ્રાક્ષ) જુઓ સક્ક(૩).૧
૧. પ્રજ્ઞા.૫૨, ભગ.પ૬૭. સહસ્સાણીય (સહસ્રાનીક) કોસંબીના રાજા સયાણીયના પિતા. રાજકુમારી જયંતી(૧) તેની દીકરી હતી. ૨ ૧. ભગ.૪૪૧.
૨. એજન. ૧. સહસ્સાર (સહસ્ત્રાર) સહસ્સારકલ્પ સ્વર્ગના ઇન્દ્ર. તે છ હજાર સ્વર્ગીય વાસસ્થાનોનો, ત્રીસ હજાર સામાણિય દેવો, વગેરેનો પ્રભુ છે. તેના વિમાનનો વ્યવસ્થાપક દેવ મહોરમ(૩) છે. તેના પાયદળનો સેનાપતિ બહુપરક્કમ છે. તેના ઘંટનું નામ મહાઘોસા છે.
૧. જખૂ. ૧૧૮, સમ. ૩૦. ૨. સહસ્સાર એક દેવલોક જે સહસ્સારકપ્પથી અભિન્ન છે.
૧. સમ ૧૮. સહસ્સારકપ્પ (સહસ્રરકલ્પ) આઠમો દેવલોક(સ્વર્ગ) જેમાં છ હજાર સ્વર્ગીય વાસસ્થાનો (ભવનો) છે. તે વાસસ્થાનોની ઊંચાઈ આઠ સો યોજન છે. આ આઠમા સ્વર્ગમાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સગોરપમ વર્ષનું છે અને જઘન્ય આયુષ્ય સત્તર સાગરોપમ વર્ષનું છે. ૧.સમ.૧૧૯.
| 3. સમ, ૧૮. : પમ. ૧૧૧ .
સમ, ૧૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org