________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૬૭
મહાવીરના જીવનકાળ દરમ્યાન તીર્થંકરનામકર્મ બાંધ્યું હતું. ટીકાકાર અભયદેવસૂરિ તેને સંખ(૯) સાથે એક સમજે છે. પણ તે ઐક્ય ખોટું છે.
૩
૧. સમ.૧૫૯.
૨. સ્થા.૬૯૧.
૩. સ્થાય.પૃ.૪૫૬.
૧૧. સંખ રાજા સિદ્ધત્થ(૧)નો મિત્ર. તે વેસાલીનો મિત્ર રાજા હતો.૧ એક વાર તેણે મહાવીરની પૂજા કરી હતી.
૧
૧. આવચૂ.૧.પૃ.૨૯૯, આવનિ.૪૯૫, વિશેષા.૧૯૪૯-૫૯, આવમ.પૃ.૨૮૭. ૧૨. સંખ (સાક્રૃખ્ય) પરિવ્રાજકોનો એક વર્ગ. તેઓ સાંખ્યદર્શનના અનુયાયીઓ છે.
૧. ઔપ.૩૮.
૨. સૂત્રશી.પૃ.૧૪, ૨૩, ૨૮, ૧૯૩, ૨૨૮, ૩૬૧, ૩૭૬, ઉત્તરાયૂ.પૃ.૧૦૦, ઉત્તરાશા.પૃ.૨૨૭, નન્દ્રિમ.પૃ.૪૦, આચાશી.પૃ.૨૨,૨૨૮,૨૬૬.
૧૩. સંખ (શખ્) વેલંધરણાગરાય દેવોના આશ્રયસ્થાનરૂપ પર્વત. તે જંબુદ્દીવથી બેતાલીસ હજા૨ યોજનના અંતરે પશ્ચિમ લવણ સમુદ્રમાં આવેલો છે. સંખ(૧૪) દેવ અહીં વસે છે.૧
૧. સ્થા.૩૦૫, સમ.પ.
૧૪. સંખ સંખ(૧૩) પર્વત ઉપર વસતા ચાર વેલંધરણાગરાય દેવોમાંનો એક.૧
૧. સ્થા.૩૦૫.
૧૫. સંખ મહાવિદેહમાં આવેલો એક વિજય(૨૩) અર્થાત્ પ્રદેશ. તેનું પાટનગર અવરાઇઆ(૨) છે. આસીવિસ પર્વત તેને એક બાજુથી સીમાબદ્ધ કરે છે.
૧. જમ્મૂ.૧૦૨.
૧૬. સંખ આસીવિસ(૨) વક્ખાર પર્વતનું શિખર.૧
૧. જમ્મૂ.૧૦૨.
સંખડ એક ગામ.૧
૧. મિન.પૃ.૧૬૬.
સંખણાભ (શşખનાભ) અઠ્યાસી ગહમાંનો એક. આ અને સંખવણ્ય એક છે.
૧
૧. સૂર્ય.૧૦૭, સ્થા.૯૦, જમ્મૂ.૧૭૦, જમ્બુશા.પૃ.૫૩૪-૩૫, સ્થાઅ.પૃ.૭૮-૭૯, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬.
સંખધમગ અથવા સંખધમય (શખધમક) વાનપ્રસ્થ તાપસોનો એક વર્ગ.૧ આ તાપસો ભોજન કરતા પહેલાં લોકોને દૂર રાખવા શંખ ફૂંકતા હતા.૨
૧. ભગ.૪૧૭, ઔપ.૩૮, નિર.૩.૩.
૨. ભગત.પૃ.૫૧૯.
સંખવણ (શ′ખવન) આભિયા નગરની બહાર આવેલું વન. આ વનમાં મહાવીર
આવ્યા હતા.૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org