________________
આગમગત પ્રાકત વિશેષનામોનો કોશ
૧૮૯ મહાવીરના જન્મ આદિ પ્રસંગોએ કર્યું હતું તેમ. મહાવીરે અદ્ધમાગતા ભાષામાં સૌ પ્રથમ દેવોને ધર્મોપદેશ આપ્યો અને પછી મનુષ્યોને આપ્યો." તેમણે પંચ વ્રત વગેરેની શિક્ષા આપી.*
કેવળજ્ઞાન થયા પછી તરત જ પછીના દિવસની સવારમાં એક જ રાતમાં બાર યોજનનું અંતર કાપીને મહાવીર મજૂઝિમા નગરે પહોંચી ગયા અને ત્યાં મહસેણવણ ઉદ્યાનમાં રહ્યા. ત્યાં ઈંદભૂખ, અગ્નિભૂદ વગેરે અગિયાર જણને, તેમના શિષ્યો સાથે, દીક્ષા આપી તથા તે અગિયારને પોતાના ગણધર બનાવ્યા અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી.99
તિર્થંકર તરીકેની ત્રીસ વર્ષની કારકિર્દીમાં મહાવીરે નીચે જણાવેલાં અગત્યનાં સ્થળોની મુલાકાત લીધી હતી. રાયગિહ, માયણકુંડગામ, કણગપુર, વીરપુર, વેસાલી, ચંપા, વતિભય, આમલકપ્પા, સોરિયપુર(૧), વદ્ધમાણપુર, હત્યિસીસ, વાણિયગ્ગામ, વાણારસી, આલભિયા, કંપિલ્લપુર, ઉસભપુર(ર), કોસંબી, પોલાસપુર, ઉલુગતર, વિજયપુર, સોગંધિયા, મહાપુર, સુઘોસ(૫), કયંગલા, સાવOી, મિથિલા, સાગેય, મિયગામ, પુરિમતાલ, મહુરા(૧), મેંઢિયગામ, હત્થિણાપુર, કાગંડી અને મઝિમાપાવા.... આ સમયગાળામાં તેમણે ઘણી વ્યક્તિઓને દીક્ષા આપી. તેમાંની કેટલીક નીચે જણાવ્યા મુજબ છે – વીરંગય(૧), વીરજસ, સંજય(૪), એણિજ્જયા(૨), સેય(૧), સંખ(૧), મેઘકુમાર(૨), ઉસભદત્ત(૧), દેવાણંદા(૨), રોહ(૧), કાલાસવેસિયપુર, અઈમુત્ત(૧), જમાલિ(૧), પિયદંસણા, ઉદાયણ (૧), સિકંઠીપુત્ત, રાજયપુર, સાહસ્થિ(૨), અદ્દા (૨), મિયાવતી (૧), અંગારવતી, સુદંસણ (૧૩), પોગલ(૨), માગુંદિયપુત્ત, જયંતી(૧), ખંદા(૨), સિવ(૭), સોમિલ (૩), વગેરે. તેમના કેટલાક શ્રાવકો અને કેટલીક શ્રાવિકાઓ નીચે પ્રમાણે છે– સંખ(૯), ઇસિદ્ધપુત્ત, ચલણીપિયા(૨), સામા(૪), સુરાદેવ(૧), મદુઆ, આણંદ(૧૧), સિવાણંદા, ધણા, સદ્દાલપુત્ત(૧), અગ્નિમિત્તા, ચુલસયા(૨), કામદેવ(૨), બહુલા, મંદિણિપિયા(૧), અસિણી (૨), ફગુણી, સાલિદીપિયા(૨), વરુણ(૮). તેમના પ્રથમ શિષ્ય હતા ઇંદભૂઇ અને તેમની પ્રથમ શિષ્યા હતી ચંદણા(૧).૧
જયારે મહાવીર રાયગિહમાં હતા ત્યારે સેણિ(૧) રાજાના તેવીસ પુત્રો અને તેર રાણીઓએ તેમ જ બીજી ઘણી વ્યક્તિઓએ તેમની પાસે દીક્ષા લીધી. જ્યારે મહાવીર કોસંબીમાં હતા ત્યારે તેમણે રાજા પોયની અગિયાર રાણીઓને દીક્ષા આપી, તેમને શ્રમણીસંઘમાં દાખલ કરી. જયારે મહાવીર પોલાસપુરમાં હતા ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org