________________
૧૮૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
તેજોલેશ્યાની દિવ્ય શક્તિ પ્રાપ્ત કરવા શક્તિમાન બનાવ્યો.
મહાવીર સિદ્ધત્થપુરથી વેસાલી ગયા અને ત્યાંથી પછી નાવ દ્વારા ગંડઇઆ નદી પાર કરી તે વાણિયગામ ગયા. પછી તે સાવથી ગયા અને ત્યાં તેમણે પોતાનો દસમો વર્ષાવાસ પસાર કર્યો.૭
FF
સાવથીથી મહાવીર દઢભૂમિમાં આવેલા સાણુલિક અને પેઢાલગામ ગયા. પછી તે ક્રમશઃ વાલુયા(૧), સુભોમ(૧), સુચ્છિત્તા, મલય(૩), હન્થેિસીસ, તોસલિ(૧) અને મોસલિ ગયા. પછી મોસલિથી પાછા તે તોસલિ ગયા અને ત્યાંથી તે ક્રમશઃ સિદ્ધત્વપુર, વયગ્ગામ, આલભિયા અને સેયવિયા ગયા. સેયવિયાથી પાછા તે સાવથી ગયા. પછી તે કોસંબી, વાણારસી, રાયગિહ, મિથિલા અને ત્યાર પછી વેસાલી ગયા જયાં તેમણે અગિયારમું ચોમાસું ગાળ્યું.
E
પછી વંદનીય શ્રમણ મહાવી૨ સુંસુમારપુર ગયા. ત્યાં ચમર(૧) તેમનાં દર્શન કરવા નીચે ઊતરી આવ્યો.' પછી તે ક્રમશઃ ભોગપુરી, ણંદીગામ(૧) અને
' ''
મેઢિયગામ ગયા. જ્યારે તે મેઢિયગામથી કોસંબી ગયા ત્યારે ભિક્ષા ગ્રહણ કરવાની બાબતમાં આકરો અભિગ્રહ તેમણે લીધો. તે અભિગ્રહ છ મહિનામાં પાંચ દિવસ ખૂટતા હતા ત્યારે ચંદણા(૧)ના હાથે પૂર્ણ થયો. કોસંબીથી મહાવીર ક્રમશઃ સુમંગલા(૩), સુચ્છિત્તા અને પાલગ(૬) ગયા અને પછી ચંપા ગયા જયાં તેમણે તેમનો બારમો વર્ષાવાસ પસાર કર્યો.૭૧
પછી મહાવીર જંભિયગામ ગયા. ત્યાંથી તે ક્રમશઃ મેઢિયગામ, છમ્માણિ, મઝિમાપાવા અને વળી પાછા જંભિયગામ ગયા. છમ્માણિમાં એક ગોવાળે તેમના કાનમાં લાકડાના ખીલા ઠોકી તેમને ત્રાસ આપ્યો હતો.૨
૭૩
આમ વંદનીય મહાવીરે પોતાના શ્રમણજીવનનાં બાર વર્ષ સમતાથી પસાર કર્યાં. તે દરમ્યાન તેમણે ઉગ્ર અને દીર્ઘ તપસ્યાઓ કરી તથા બધાં જ સંકટો અને ઉપસર્ગો અક્ષુબ્ધ શાન્ત ચિત્તે સહન કર્યા. તેરમા વર્ષ દરમ્યાન વૈશાખ મહિનાના શુક્લપક્ષની દશમના દિવસે જે સમયે ચન્દ્ર હત્યુત્તરા નક્ષત્ર સાથે લગ્ન હતો અને પડછાયો પૂર્વ તરફ ઢળી ગયો હતો તે સમયે જંભિયગામ શહેરની બહાર ઉજ્જુવાલિયા નદીના ઉત્તર તટ ઉપર આવેલા સામાગના ખેતરના શાલવૃક્ષ નીચે મહાવીરને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું.
Jain Education International
જ્યારે મહાવીરને કેવલજ્ઞાન થયું ત્યારે બધા ચારેય વર્ગના દેવો પોતપોતાનાં વાસસ્થાનોમાંથી નીચે ઊતરી આવ્યા અને પછી પાછા ઉપર ચાલ્યા ગયા — —જેમ તમણે
For Private & Personal Use Only
www.jainelibrary.org