________________
૧૯૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તેમણે આજીવિય સંપ્રદાયના વિશિષ્ટ અનુયાયી સદાલપુરને પોતાના ધર્મના અનુયાયી બનાવ્યો. “રાયગિહમાં મહાવીરે તેવીસમા તિર્થંકર પાસ(૧)ની પરંપરાના ચાતુર્યામ ધર્મને માનનારા કેટલાક શ્રમણોને પોતાના પંચયામ ધર્મને માનનારા શ્રમણસંઘમાં પ્રવેશ પણ આપ્યો હતો. ૨૫ મહાવીરને પાસ(૧) માટે અત્યન્ત આદર હતો. કેસિ(૧) અને ગોયમ(૧) વચ્ચે થયેલી ચર્ચા દ્વારા પ્રગટ થયું છે તે મુજબ મહાવીર અને પાસ(૧)ના ઉપદેશોમાં કોઈ પાયાનો ભેદ નથી. યંગલામાં મહાવીરે વૈદિક સાહિત્યના બહુશ્રુત વિદ્વાન બ્રાહ્મણ બંદઅ(૨)ને દીક્ષા આપી હતી. આમ બધા જ વર્ગના, બધી જ કોમના અને બધા જ સંપ્રદાયના લોકો મહાવીરના ચતુર્વિધ સંઘમાં દાખલ થયા.
(મહાવીરના જમાઈ) જમાલિએ પોતાના પાંચ સો શિષ્યો સાથે માહણકુંડગ્ગામમાં મહાવીરનો સંઘ છોડીને પોતાનો બહુરય તરીકે જાણીતો નવો સંપ્રદાય સ્થાપ્યો. વખત જતાં જમાલિના શિષ્યો શ્રમણ ભગવાન મહાવીરના સંઘમાં પાછા આવ્યા.૮૮ મહાવીરના સંઘમાં જમાલિ પહેલો હિવ હતો. બીજો ણિહવ તિસગુત્ત હતો જે મહાવીરના જીવનકાળમાં જ મહાવીરના સંઘથી અલગ થઈ ગયો હતો. ૨૯ - જ્યારે મહાવીર સાવત્થીમાં ધર્મપ્રવચન કરી રહ્યા હતા ત્યારે તેમણે પ્રસંગોપાત્ત ગોસાલનો ઉલ્લેખ કર્યો જે તે વખતે તે જ નગરમાં હાલાહલા કુંભરણના ઘરે રહેતો હતો. મહાવીરે શ્રોતાઓને કહ્યું કે ગોસાલ ન તો કેવલી છે કે ન તો સંઘના સ્થાપક છે અને છતાં તે તિર્થંકર હોવાનો દાવો કરે છે, તે તો માત્ર મારો શિષ્ય છે. આ વાત ગોસાલના કાને આવી. તેને લાગ્યું કે મહાવીરે મારું અપમાન કર્યું છે. તેથી તે પોતાના શિષ્યો સાથે મહાવીર જ્યાં હતા ત્યાં ગયો. ઘણા લોકો બે તિર્થંકરોનો વિવાદ સાંભળવા એકઠા થઈ ગયા. ગોસાલે કહ્યું, “હે કાસવ(૮) ! હું તમારો શિષ્ય છું એમ કહેવું અસત્ય છે કારણ કે તમારો શિષ્ય ગોસાલ તો ક્યારનો મરી ગયો છે. હું સંઘનો સ્થાપક છું અને મારું નામ કુંડિયાયણ ગોત્રનો ઉદાઇ (૧) છે. હું પટ્ટિપરિહાર (પરકાયપ્રવેશ) કરું છું અને બીજાના(મૃત) શરીરમાં પ્રવેશું છું. અત્યારે હું ગોસાલના મૃત શરીરમાં પ્રવેશેલો છું. આ મારો સાતમો પટ્ટિપરિહાર છે. આ શરીરમાં હું વધુ સોળ વર્ષ જીવીશ અને પછી મોક્ષ પામીશ.” નિત્થર મહાવીરે તેને કહ્યું, “હે ગોસાલ, તું મારો શિષ્ય જ છે, બીજો કોઈ નથી. તું મખલિનો પુત્ર ગોસાલ જ છે. તું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org